________________
૨૬૨
તત્વાર્થાધિગમ સૂત્ર
यथाख्यातसंयतो जिनः केवली सर्वज्ञः सर्वदर्शी शुद्धो बुद्धः कृतकृत्य: स्नातको भवति, ततो वेदनीयनामगोत्रायुष्कक्षयात् फलबन्धननिर्मुक्तो निर्दग्धपूर्वोपात्तेन्धनो निरुपादान इवाग्निः पूर्वोपात्तभववियोगाद्धत्वभावाच्चोत्तरस्याप्रादुर्भावाच्छान्तः संसारसुखमतीत्याऽऽत्यन्तिकमैकान्तिकं निरुपमं नित्यं निरतिशयं निर्वाणसुखमवाप्नोतीति ॥७॥ અર્થ- તેથી આ (ઋદ્ધિવાન્ આત્મા) તૃષ્ણા રહિત હોવાથી તે (લબ્ધિ આદિ ઋઢિ). માં મમતા રહિત એવો તે મોહક્ષપક (મોહસંપૂર્ણક્ષયના) પરિણામમાં આગળ વધતો (ક્ષપકશેણીએ આરૂઢ થતો) અઠ્યાવીશપ્રકારના મોહનીયને જડમૂળથી નાશ કરે છે. ત્યારબાદ છદ્મસ્થવીતરાગપણું પામેલ આ આત્માને અંતર્મુહૂર્તમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એક સાથે સંપૂર્ણપણે નાશ પામે છે. તેથી સંસારના બીજભૂતબંધન (૪ ઘાતી કર્મ) થી નિયુકર્ત બનેલો એવો તે (તેમજ) ફળ (વેદનીયાદિ કર્મો) રૂપ બન્ધનથી નિર્મુકત થવાની અપેક્ષાવાળો (તે) યથાખ્યાત સંયમી, જિન, કેવળી, સર્વજ્ઞ, સર્વદર્શી, શુદ્ધ, બુદ્ધ, કૃતકૃત્ય, સ્નાતક થાય છે. ત્યારબાદ વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્યનો ક્ષય થવાથી ફળ (વેદનીયાદિ ચાર કર્મના બંધનથી) નિર્ભીકત એવો તે જેમ પૂર્વેનાંખેલાં લાકડા (સંપૂર્ણ) બળી જ્વાથી અને નવા લાકડા ન ઉમેરવાથી અગ્નિ શાંત થાય છે તેમ પૂર્વે પ્રાપ્ત થયેલ ભવનો : વિયોગ થવાથી અને (નવા ભવ-જન્મના કારણભૂત) હેતુ (સંસારના હેતુ) નો અભાવ થવાથી, નવો જન્મ ન થવાથી શાંત થતો (આત્મા) સંસારસુખને ઓળંગીને આત્યન્તિક અને ઐકાન્તિક, ઉપમારહિત, નિત્ય, નિરતિશય (વૃતિહાનિ રહિત) એવું નિર્વાણ સુખ (મોક્ષ સુખ) પ્રાપ્ત કરે છે.
III
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org