________________
૨૬૪
તવાધિગમ સૂત્ર
ત્યારબાદ– ક્ષીણ થયેલ ચાર કર્મવાળો યથાખ્યાત સંયમને પ્રાપ્ત કરેલ, બીજરૂપ બન્શનથી નિર્મીત આત્મા સ્નાતક, પરમેશ્વર (થાય છે. વળી,...) (૫)
शेषकर्मफलापेक्षः, शुद्धो बुद्धो निरामयः। सर्वज्ञः सर्वदर्शी च, जिनो भवति केवली ॥६॥
શેષ (૪) કર્મના ફળની અપેક્ષાવાળો શુદ્ધ, બુદ્ધ, નિરોગી, સર્વજ્ઞ અને સર્વદર્શી જિન અને કેવલી થાય છે. (૬)
(મોક્ષ કેવી રીતે પામે છે ?)
कृत्स्नकर्मक्षयादूर्व, निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्निर्निरुपादानसन्ततिः ॥७॥
જેમ લાકડા બળી ગયા પછી નવા લાકડા ન ઉમેરવાથી અગ્નિ બુઝાઈ જાય છે તેમ સમસ્ત કર્મો ક્ષય થયા પછી આત્મા મોક્ષને પામે છે. (૭)
दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्करः । कर्मबीजे तथा दग्धे, नारोहति भवाङ्करः ॥८॥
જેમ બીજ તદ્દન બળી જવાથી અંકુરો ફુટતો નથી, તેમ કર્યબીજ સમૂળગું બળી ગયે છતે ભવરૂપી અંકુરો ફૂટતો નથી. (અર્થાત્ જન્મ લેવો પડતો નથી.) (૮)
(કર્મથી મુકત થતા શું થાય ?)
तदनन्तरमेवोर्ध्वमालोकान्तात् स गच्छति । पूर्वप्रयोगासङ्गत्वबन्धच्छेदोर्ध्वगौरवेः ॥९॥
સર્વ કર્મક્ષય થયા પછી તરત જ (૧) પૂર્વપ્રયોગથી (૨) અસંગપણુંથી (૩) બંધના છેદથી અને (૪) ઊર્ધ્વગમન પરિણામ વિશેષથી આત્મા લોકના અંત સુધી પહોંચી જાય છે. (૯)
(સિદ્ધગતિના સમર્થક પૂર્વપ્રયોગાદિના ઉદાહરણો.)
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org