________________
સૂત્ર-૭
સભાષ્ય-ભાષાંતર
અને ઉત્કૃષ્ટથી એકસો આઠ.
भाष्यम्- अल्पबहुत्वम्, एषां क्षेत्रादीनामेकादशानामनुयोगद्वाराणामल्पबहुत्वं वाच्यं, तद्यथाक्षेत्रसिद्धानां जन्मतः संहरणतश्च, कर्मभूमिसिद्धा अकर्मभूमिसिद्धाश्च सर्वस्तोकाः संहरणसिद्धाः, जन्मतोऽसंख्येयगुणाः, संहरणं द्विविध-परकृतं स्वयंकृतं च, परकृतं देवकर्मणा चारणविद्याधरैश्च, स्वयंकृतं चारणविद्याधराणामेव, एषां च क्षेत्राणां विभागः कर्मभूमिरकर्मभूमिः समुद्रा द्वीपा ऊर्ध्वमधस्तिर्यगिति लोकत्रयं तत्र सर्वस्तोका ऊर्ध्वलोकसिद्धाः अधोलोकसिद्धाः संख्येयगुणाः तिर्यग्लोकसिद्धाः संख्येयगुणाः, सर्वस्तोकाः समुद्रसिद्धाः, द्वीपसिद्धा: संख्येयगुणाः, एवं तावदव्यञ्जिते व्यञ्जितेऽपि सर्वस्तोका लवणसिद्धाः कालोदसिद्धा: संख्येयगुणा जम्बूद्वीपसिद्धा: संख्येयगुणा धातकीखण्डसिद्धाः संख्येयगुणाः पुष्करार्धसिद्धाः संख्येयगुणा इति ॥
9
અર્થ- અલ્પબહુત્વ-આ ક્ષેત્રાદિ અગિયાર અનુયોગ દ્વારોનું અલ્પ-બહુત્વ કહેવું. તે આ રીતે, ક્ષેત્રસિદ્ધોનું જન્મથી અને સંહરણથી- કર્મભૂમિમાં અને અકર્મભૂમિમાં સંહરણથી સિદ્ધ થયેલ સર્વથી થોડા-અને જન્મથી સિદ્ધ (સંહરણસિદ્ધ-કરતાં) અસંખ્યગુણ. સંહરણ બે પ્રકારે- (૧) પરકૃત અને (૨) સ્વયંસ્કૃત. પરકૃત(સંહરણ) દેવની ક્રિયાવડે અને ચારણ-વિદ્યાધરો વડે. (તથા) સ્વયંકૃત(સંહરણ) ચારણ-વિદ્યાધરોનું જ હોય છે. તેઓના ક્ષેત્રનો વિભાગ કર્મભૂમિ, અકર્મભૂમિ, સમુદ્રો, દ્વીપો, ઊર્દૂ-અધો-તિર્થંગ એમ ત્રણે ય લોક (વિચારવા યોગ્ય છે.) તેમાં સૌથી ઓછાં ઊર્દૂલોક સિદ્ધ, તેનાથી સંખ્યાતગુણ અધોલોકસિદ્ધ, તેનાથી સંખ્યાતગુણ તિર્થંગ્લોક સિદ્ધ, સૌથી ઓછા સમુદ્રસિદ્ધ, (તેનાથી) સંખ્યાતગુણા દ્વીપ સિદ્ધ. એ પ્રમાણે અવ્યંજિત (દ્વીપ-સમુદ્ર) માં. વ્યંજિત (સ્પષ્ટતાથી દ્વીપ-સમુદ્ર વિચારતા) સૌથી ઓછા લવણસમુદ્રસિદ્ધ, તેના કરતાં સંખ્યાતગુણા કાલોદ (સમુદ્ર) સિદ્ઘ, (તેના કરતાં) સંખ્યાતગુણા જંબૂદ્દીપસિદ્ધ, (તેના કરતાં) સંખ્યાતગુણા ધાતકીખંડ સિદ્ઘ (અને) (તેના કરતાં) સંખ્યાતગુણા પુષ્કરાર્ધસિદ્ધ.
Jain Education International
૨૫૫
भाष्यम् - काल इति त्रिविधो विभागो भवति - अवसर्पिणी उत्सर्पिणी अनवसर्पिण्युत्सर्पिणीति, अत्र सिद्धानां (व्यञ्जितानां) व्यञ्जिताव्यञ्जितविशेषयुक्तोऽल्पबहुत्वानुगमः कर्तव्यः पूर्वभावप्रज्ञापनीयस्य सर्वस्तोका उत्सर्पिणीसिद्धा, अवसर्पिणीसिद्धा विशेषाधिकाः, अनवसर्पिण्युत्सर्पिणीसिद्धाः संख्येयगुणा इति, प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्याकाले सिध्यति, नास्त्यल्पबहुत्वम् ॥
અર્થ- કાળ (થી અલ્પબહુત્વ)-એના ત્રણવિભાગ થાય છે. (૧) અવસર્પિણી, (૨) ઉત્સર્પિણી અને (૩) અનવસર્પિણ્યુત્સર્પિણી. અહીં સિદ્ધોનું વ્યંજિત, અવ્યંજિત વિશેષયુક્ત અલ્પબહુત્વનો બોધ કરવો. પૂર્વભાવપ્રજ્ઞાપનીયની અપેક્ષાએ સૌથી અલ્પ ઉત્સર્પિણીસિદ્ધ, તેના કરતા વિશેષ અધિક અવસર્પિણીસિદ્ધ તેના કરતાં સંખ્યાતગુણા અનવસર્પિણ્યુત્સર્પિણી સિદ્ધ જાણવા. પ્રત્યુત્પન્નભાવ પ્રજ્ઞાપનીયની અપેક્ષાએ અકાળે (કાળની વ્યવસ્થા નથી) સિદ્ધ થાય છે. તેથી તેમાં અલ્પબહુત્વ નથી.
For Personal & Private Use Only
www.jainelibrary.org