________________
૨૫૪
તાર્યાધિગમ સૂત્ર
અધ્યાય - ૧૦
भाष्यम्- ज्ञानम्, अत्र प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्य केवली सिध्यति, पूर्वभावप्रज्ञापनीयो द्विविध:अनन्तरपश्चात्कृतिकश्च, परम्परपश्चात्कृतिकश्च अव्यञ्जिते च व्यञ्जिते च, अव्यञ्जिते द्वाभ्यां ज्ञानाभ्यां सिध्यति, त्रिभिश्चतुर्भिरिति, व्यञ्जिते द्वाभ्यां मतिश्रुताभ्याम्, त्रिभिर्मतिश्रुतावधिभिर्मतिश्रुतमनःपर्यायैर्वा, चतुर्भिर्मतिश्रुतावधिमनः पर्यायैरिति ॥ અર્થ- જ્ઞાન-અહીં પ્રત્યુત્પન્ન પ્રજ્ઞાપનીયને આશ્રયી કેવળી સિદ્ધ થાય છે. પૂર્વભાવપ્રજ્ઞાપનીય બે પ્રકારે– (૧) અનન્તર પચાસ્કૃતિક અને (૨) પરસ્પર પચાસ્કૃતિક. (આ બંને પ્રકારના) અવ્યંજિત વ્યંજિત (એમ બે બે ભેદ મળી-ચાર ભેદ). અવ્યંજિત આશ્રયી (મોઘમરીતે) બે જ્ઞાનથી સિદ્ધ થાય છે. તેમ ત્રણ જ્ઞાનથી સિદ્ધ થાય છે.) વ્યંજિત આશ્રયી (સ્પષ્ટતાથી) બે-મતિ અને શ્રુત (બે જ્ઞાન) વડે; ત્રણ-મતિ, શ્રુત, અવધિ(ત્રણ જ્ઞાન) વડે અથવા ત્રણ-મતિ, શ્રુત, મન:પર્યાય (ત્રણ જ્ઞાન) વડે; ચાર-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય (ચાર જ્ઞાન) વડે (સિદ્ધ થાય છે)
भाष्यम्- अवगाहना, कः कस्यांशरीरावगाहनायां वर्तमानः सिध्यति?, अवगाहना द्विविधा-उत्कृष्टा जघन्या च । उत्कृष्टा । पञ्चधनु: शतानि धनु: पृथक्त्वेनाभ्यधिकानि । जधन्या: सप्त रत्नयोऽअलपृथक्त्वेन हीनाः, एतासु शरीरावगाहनासु सिध्यति पूर्वभावप्रज्ञापनीयस्य, प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्य तु एतास्वेव यथास्वं त्रिभागहीनासु सिध्यति । અર્થ- અવગાહના (અનુયોગ) કયો આત્મા-કેટલી અવગાહનામાં વર્તતો સિદ્ધ થાય છે ? અવગાહના બે પ્રકારે છે. ઉત્કૃષ્ટ અને જઘન્ય. (૧) ઉત્કૃષ્ટ-ધનુ પૃથત્વ અધિક પાંચશો ધનુષ્ય. (અહીં પૃથકત્વ શબ્દ બહુત્વવાચી છે.) (૨) જઘન્ય અગુલપૃથફત્વહીન સાતહાથ. પૂર્વભાવપ્રજ્ઞાપનીયની અપેક્ષાએ (આ બે પ્રકારના) આટલી શરીરની અવગાહનામાં વર્તતો સિદ્ધ થાય છે. પ્રત્યુત્પન્નભાવ પ્રજ્ઞાપનીયની અપેક્ષાએ તો આમાં (જઘન્ય ઉત્કૃષ્ટમાં) જેટલી પોતાની અવગાહના હોય તેના ત્રીજા ભાગથી હીન ૨/૩ અવગાહનામાં સિદ્ધ થાય છે. (અહીં જઘન્ય અવગાહના શ્રી તીર્થંકરપ્રભુ આશ્રયી સમજવી. અન્યથા કૂર્માપુત્ર આદિ બે હાથ અવગાહનાવાળા સિદ્ધ થયેલ છે.)
भाष्यम्- अन्तरम्, सिध्यमानानां किमन्तरम् ?, अनन्तरं च सिध्यन्ति सान्तरं च सिध्यन्ति, तत्रानन्तरं जघन्येन द्वौ समयौ उत्कृष्टेनाष्टौ समयान्, सान्तरं जघन्येनैकं समयं उत्कृष्टेन षण्मासा इति ॥ અર્થ- અંતર- સિદ્ધ થતાં વચ્ચે અન્તર કેટલું ? (એક જીવ સિદ્ધ થયા પછી બીજો જીવ સિદ્ધ થાય ત્યારે તે બે વચ્ચે અન્તર કાળ કેટલો ?)- (તે સિદ્ધ) અંતરવિના સિદ્ધ થાય છે અને અન્તર સહિત (અમુક અંતરે પણ) સિદ્ધ થાય છે. તેમાં અંતરવિના-જઘન્યથી બે સમય અને ઉત્કૃષ્ટથી આઠ સમય. અન્તર હોય તો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ.
भाष्यम्- सङ्ख्या, कत्येकसमये सिध्यन्ति, जघन्येनैक उत्कृष्टेनाष्टशतम् ।। અર્થ- સંખ્યા (અનુયોગ)- એક સમયમાં કેટલા સિદ્ધ થાય છે.? (જ્વાબ) જઘન્યથી એક (આત્મા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org