________________
સૂત્ર-૬
સભાખ્ય-ભાષાંતર
૨૪૯
અર્થ- તથાગતિ પરિણામથી- ઊધ્વગૌરવ સ્વભાવ હોવાથી અને પૂર્વપ્રયોગાદિ કારણોથી જેમ ગતિ થાય છે તેમ તે પ્રકારનો ગતિવિષયક પરિણામ આ જીવને ઉત્પન્ન થાય છે. જેનાથી સિધ્યમાન ગતિ ઊર્ધ્વ જ થાય છે. નહિ કે નીચી યા તીઈ.
भाष्यम्- गौरवप्रयोगपरिणामाऽसङ्गयोगाभावात्, तद्यथा गुणवद्भमिभागारोपितमृतुकालजातं बीजोद्रेदादकुप्रवालपर्णपुष्पफलकालेष्वविमानितसेकदौ«दादिपोषणकर्मपरिणतं कालच्छिन्नं शुष्कमलाब्वप्सु न निमज्जति । અર્થ- ગૌરવપ્રયોગ પરિણામ અને અસંગયોગ ન હોય તો પણ (જીવની ગતિ થાય છે, તે આ રીતે, ગુણવાળા ભૂમિ(ખાર આદિથી રહિત) વિભાગમાં વાવેલું તેમજ વર્ષાકાળમાં તે બીજના કુટવાથી થતાં અંકુર, પ્રવાલ, પાંદડા, કુલ, ફળ (વગેરે) કાળમાં આદરપૂર્વક સિંચન દૌહદાદિ પોષણકાર્યથી થયેલું, પાકી ગયેલું અને યોગ્યકાળે જુદું પડાયેલુ સુકું તુંબડું પાણીમાં ડૂબતું નથી
भाष्यम्- तदेव गुरुकृष्णमृत्तिकालेपैर्घनैर्बहुभिरालिप्तं घनमृत्तिकालेपवेष्टनजनितागन्तुकगौरवमप्सु प्रक्षिप्तं तज्जलप्रतिष्ठं भवति, यदा त्वस्याद्भिः क्लिनो मृत्तिकालेपो व्यपगतो भवति तदा मृत्तिकालेपसङ्गविनिर्मुक्तं मोक्षानन्तरमेवोर्ध्वं गच्छति आसलिलोर्ध्वतलात् । અર્થ- તે જ તુંબડું ભારે એવી કાળી માટીના નિરંતર ઘણા લેપ વડે લેપાયેલું તેમજ તે ભારે માટીવાળા લેપ અને વેષ્ટનવડે થયેલ આગન્તુક (આવેલ) ગૌરવવાળું (વજનવાળું) પાણીમાં નંખાયું છતું તે જલમાં સ્થિર થાય છે. જ્યારે તે (તુંબડા)ને પાણી વડે ભીંજાયેલ માટીનો લેપ દૂર થાય છે ત્યારે માટીના લેપરૂપ સંગથી મુફત તુંબડું મુફત થતા જ પાણીની સપાટી ઉપર આવે છે.
भाष्यम्- एवमूर्ध्वगौरवगतिधर्माजीवोऽप्यष्टकर्ममृत्तिकालेपवेष्टितः तत्सङ्गात् संसारमहार्णवे भवसलिले निमग्नो भवासक्तोऽधस्तिर्यगूर्ध्वं च गच्छति, सम्यग्दर्शनादिसलिलक्लेदात् प्रहीणाष्टविधकर्ममृत्तिकालेप ऊर्ध्वगौरवादूर्ध्वमेव गच्छत्या लोकान्तात् ॥ स्यादेतत्-लोकान्तादप्यूज़ मुक्तस्य गतिः किमर्थं न મવતીતિ?, મત્રોચતેઅર્થ- એ પ્રમાણે ઊર્ધ્વપરિણામ વિશિષ્ટગતિધર્મવાળો જીવ પણ આઠ પ્રકારના કર્મના લેપરૂપ માટીવડે લેપાયેલો છે. તેના કર્મરૂપમાટીના) સંગથી સંસારરૂપ મહાસમુદ્રમાં-ભવરૂપી પાણીમાં બૂડેલો તેમજ સંસારમાં આસકત જીવનીચું-તી છું અને ઊર્ધ્વ-ગમન કર્યા કરે છે. (પરંતુ, જ્યારે સમ્યગ્દર્શનાદિ પાણીના ભીંજાવાથી (યોગથી) નષ્ટ થયેલ આઠપ્રકારના કર્મરૂપ માટીના લેપવાળો થાય છે. (અર્થાત કર્મરૂપી-માટીનો લેપ નાશ થાય છે, ત્યારે ઊર્ધ્વપરિણામ વિશેષથી જીવ લોકાન્ત સુધી ઊર્ધ્વ જ જાય છે. (પ્રન) એમ હો (તો), લોકાનથી ઉપર મુફતાત્માની ગતિ કેમ નથી થતી ? (ઉત્તર) અહીં કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org