________________
૨૪૯
તત્વાષધિગમ સૂત્ર
અધ્યાય - ૧૦
અને પુરૂષના પ્રયત્નથી વેગવાળો બનેલ કુંભારનો ચાકડો પુરૂષપ્રયત્ન અને હસ્તદંડ-ચકસંયોગ અટક છતે પણ પૂર્વની પ્રેરણાથી સંસ્કાર (સતત ક્રિયાના સંદર્ભ) નો નાશ ન થાય ત્યાં સુધી ચાલે છે.
भाष्यम्- एवं यः पूर्वमस्य यत् कर्मणा प्रयोगो जनितः स क्षीणे अपि कर्मणि गतिहेतुर्भवति, तत्कृता गतिः । किंचान्यत्અર્થ- એ પ્રમાણે (યોગનિરોધ અભિમુખ) આ (આત્મા)ને પહેલા જે ક્રિયાથી પ્રેરણા (પ્રયોગ) થયેલ છે તે પ્રેરણા) કર્મક્ષય પામે છતે પણ ગતિનું કારણ બને છે. (કારણકે) ગતિ તે હેતુ)થી કરાયેલ છે. વળી બીજું (કારણ)...
भाष्यम्- असङ्गत्वात्, पुद्गलानां जीवानां च गतिमत्त्वमुक्तं, नान्येषां द्रव्याणाम्, तत्राधोगौरवधर्माण: पुद्गलाः ऊर्ध्वगौरवधर्माणो जीवाः, एष स्वभावः । અર્થ- અસંગપણાથી-પુદ્ગલ અને જીવોને ગતિમાન પણું કહ્યું છે, બીજા (ધર્માસ્તિકાયાદિ) દ્રવ્યોને નહિ. તેમાં અધોગૌરવધર્મવાળા પુગલો છે અને ઊર્ધ્વગૌરવધર્મવાળા જીવો છે, આ સ્વભાવ છે.)
भाष्यम्- अतोऽन्यसङ्गादिजनिता गतिर्भवति, यथा सत्स्वपि प्रयोगादिषु गतिकारणेषु जातिनियमेनाधस्तिर्यगूर्ध्वं च स्वाभाविक्यो लोष्टवाय्वग्नीनां गतयो दृष्टाः तथा सङ्गविनिर्मुक्तस्योर्ध्वगौरवादूर्ध्वमेव सिध्यमानगतिर्भवति, संसारिणस्तु कर्मसङ्गादधस्तिर्यगूर्ध्वं च । किञ्चान्यत्અર્થ- આ (સ્વાભાવિક ગતિ છોડીને) અન્ય ગતિ સંગાદિથી (પણ) થાય છે. જેમ પ્રયોગાદિ ગતિના કારણો વિદ્યમાન હોવા છતાં પણ જાતિના નિયમથી પૃથ્વી (પત્થર), વાયુ અને અગ્નિકાયની (અનુક્રમે) નીચે, તીછીં અને ઉપર ગતિ દેખાઈ છે. તે રીતે સંગથી રહિત (મફતાત્મા)ને ઊધ્વગૌરવ (સ્વભાવ) થી ઉપર જ સિધ્યમાન ગતિ થાય છે. સંસારીઓને કર્મ-સંગ હોવાથી નીચી, તીઈ અને ઊર્ધ્વગતિ થાય છે. વળી બીજું..
भाष्यम्- किंचान्यत्-बन्धच्छेदात्, यथा रज्जुबन्धच्छेदात् पेडाया बीजकोशबन्धनच्छेदाच्चैरण्डबीजानां गतिर्दृष्टा तथा कर्मबन्धनच्छेदात्सिध्यमानगतिः । किंचान्यत्અર્થ- બંધ છેદથી-દોરડાનો બંધ' છેદાવાથી જેમ પેડા (ઉપરનું પડ) ગતિ કરે છે. તથા બીજ કોશનું બંધન કુટવાથી (એરંડાનો બીજકોશ ફાટવાથી) એરંડાનું બીજ ઉછળે છે (અર્થાત ગતિમાન થાય છે) તેમ કર્મબન્ધ દૂર થવાથી સિધ્યમાન ગતિ થાય છે... વળી બીજું..
भाष्यम्- तथागतिपरिणामाच्च, उर्ध्वगौरवात्पूर्वप्रयोगादिभ्यश्च हेतुभ्यः तथाऽस्य गतिपरिणाम उत्पद्यते येन सिध्यमानगतिर्भवति, ऊर्ध्वमेव भवति, नाधस्तिर्यग्वा ।
1. કસ-કસાવીને દોરીથી બાંધેલ વાંસના બે પડની પેડા, તેની તે દોરી કાપી નાંખવાથી ઉપરનો ભાગ એકદમ છટકીને જેમ ઉપર જાય
છે તેમ પ્રાચીન કાળની પેડા હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org