________________
૨૪૦
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૯
निर्ग्रन्थौ चतुर्दशपूर्वधरौ, जघन्येन पुलाकस्य श्रुतमाचारवस्तु, बकुशकुशीलनिर्ग्रन्थानां श्रुतमष्टौ प्रवचनमातरः, श्रुतापगतः केवली स्नातक इति । અર્થ- શ્રુત- પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ સાધુઓ ઉત્કૃષ્ટથી પૂરા દશપૂર્વધર, કષાયકુશીલ અને નિર્ચન્થસાધુઓ ચૌદ પૂર્વધર અને જઘન્યથી પુલાકનું કૃત આચારવસ્તુ (નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુ છે.) બકુશ, કુશીલ અને નિર્ચન્થ સાધુઓનું શ્રુતજ્ઞાન અષ્ટપ્રવચનમાતા સુધીનું હોય છે. સ્નાતક (તે) કુતરહિત કેવળજ્ઞાની છે.
भाष्यम्- प्रतिसेवना, पञ्चानां मूलगुणानां रात्रिभोजनविरतिषष्ठानां पराभियोगाबलात्कारेणान्यतमं प्रतिसेवमानः पुलाको भवति, मैथुनमित्येके। અર્થ- પ્રતિસેવના- બીજાની પ્રેરણાથી કે બળજબરીથી પુલાક (સાધુ) પાંચમૂળગુણ (મહાવ્રત) અને છઠ્ઠા રાત્રિભોજન વિરમણવ્રતના દોષને સેવે (વ્રતનું ખંડન કરે) છે. કેટલાક પુલાકને મૈથુનની પ્રતિસેવના કરે એમ કહે છે. (અર્થાત્ બીજાની પ્રેરણાથી કે દબાણથી મૈથુનને સેવે છે.).
भाष्यम्- बकुशो द्विविधः-उपकरणबकुशः शरीरबकुशश्च, तत्रोपकरणाभिष्वक्तचित्तो विविधविचित्रमहाधनोपकरण- परिग्रहयुक्तो बहुविशेषोपकरणाकांक्षायुक्तो नित्यं तत्प्रतिसंस्कारसेवी भिक्षुरुपकरणबकुशो भवति। અર્થ- બકુશ (સાધુ) બે પ્રકારે છે. (૧) ઉપકરણબકુશ અને (૨) શરીરબકુશ. તેમાં- ઉપકરણોમાં આસફત ચિત્તવાળો ઉપકરણ બકુશ સાધુ જુદા જુદા પ્રકારના (દેશ-પરદેશવાળા) રંગબેરંગી મહામૂલ્યવાન ઉપકરણોના પરિગ્રહથી યુફત, તેમજ ઘણી જાતના (મૃદુ, સ્નિગ્ધ, દઢ વગેરે ભેદવાળા) ઉપકરણોની ઈચ્છાવાળો, તેમજ હંમેશા તે (ઉપકરણો)ની સાફસૂફી આદિકરનાર હોય છે. (પણ મૂળવ્રતોનો વિરાધક હોતો નથી)
भाष्यम्- शरीराभिष्वक्तचित्तो विभूषार्थं तत्प्रतिसंस्कारसेवी शरीरबकुशः, प्रतिसेवनाकुशीलो मूलगुणानविराधयन्नुत्तरगुणेषु कांचिद्विराधनां प्रतिसेवते, कषायकुशीलनिर्ग्रन्थस्नातकानां प्रतिसेवना નતિ | અર્થ- શરીરમાં આસકત ચિત્તવાળો શરીરબકુશ (શરીરની) શોભા માટે તેની (શરીરની) સ્વચ્છતા રાખવાના લક્ષ્યવાળો હોય. પ્રતિસેવના કુશીલ (સાધુઓ) મૂળગુણને ન વિરાધતો ઉત્તરગુણમાં કાંઈક વિરાધના કરે છે. કષાયકુશીલ, નિર્ચન્થ અને સ્નાતક સાધુઓને પ્રતિસેવના નથી હોતી.
भाष्यम्- तीर्थम्, सर्वे सर्वेषां तीर्थंकराणां तीर्थेषु भवन्ति, एके त्वाचार्या मन्यन्ते- पुलाकबकुशप्रतिसेवनाकुशीलास्तीर्थे नित्यं भवन्ति, शेषास्तीर्थे वा अतीर्थे वा ॥ અર્થ- તીર્થ-બધા (પુલાકાદિ પાંચે ય) બધા તીર્થકરોના તીર્થમાં હોય છે. પરંતુ કેટલાક આચાર્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org