________________
સભાષ્ય-ભાષાંતર
સૂત્ર-૪૯
વિચરે છે તેઓ પ્રતિસેવના કુશીલ નિર્ગુન્હો કહેવાય.
भाष्यम् - येषां तु संयतानां सतां कथंचित्संज्वलनकषाया उदीर्यन्ते ते कषायकुशीलाः । અર્થ- સંયતપણામાં હોવા છતાં જે (ભૂલોત્તરગુણોથી યુક્ત હોવા છતાં) જેઓને કોઈક રીતે (કંઈક નિમિત્તપામીને) તેમને સંજ્વલન કષાયો ઉદયમાં આવે તે કષાયકુશીલ કહેવાય.
૨૩૯
भाष्यम् - ये वीतरागच्छद्यस्था ईर्यापथप्राप्तास्ते निर्ग्रन्थाः, ईर्ष्या योगः पन्थाः संयमः योगसंयमप्राप्ता ત્યર્થઃ ।
અર્થ- જે વીતરાગછદ્મસ્થો વિશિષ્ટ ક્રિયાથી વિશિષ્ટ સંયમને પામ્યા છે તેઓ નિગ્રન્થ (ચોથો ભેદ) કહેવાય. ઈર્યા એટલે યોગ (વ્યાપાર), પન્થા = સંયમ, વ્યાપારવડે વિશિષ્ટ સંયમને પામેલા અર્થાત્ યથાખ્યાત ચારિત્રને પામેલા-તે ‘નિગ્રન્થ’ એવો અર્થ છે.
भाष्यम् - सयोगाः शैलेशीप्रतिपन्नाश्च केवलिनः स्नातका इति ॥४८॥
અર્થ- સયોગીકેવલીભગવંતો અને શૈલશીકરણને પામેલા (અયોગી) કેવલીભગવંતો સ્નાતક નિગ્રન્થો કહેવાય ॥૪॥
सूत्रम् - संयमश्रुतप्रतिसेवनातीर्थलिङ्गलेश्योपपातस्थानविकल्पतः साध्याः ।। ९-४९।। અર્થ- પાંચેય નિગ્રન્થો-સંયમ, શ્રુત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, લેશ્યા, ઉપપાત અને સ્થાન. (આ આઠ) વિકલ્પોથી વિચારવાં જોઈએ.
भाष्यम्- एते पुलाकादयः पञ्च निर्ग्रन्थविशेषा एभिः संयमादिभिरनुयोगविकल्पैः साध्या भवन्ति, तद्यथा-संयमः, कः कस्मिन् संयमे भवतीति ?, उच्यते, पुलाकबकुशप्रतिसेवनाकुशीला द्वयोः संयमयोः सामायिके छेदोपस्थाप्ये च, कषायकुशीला द्वयोः - परिहारविशुद्धौ सूक्ष्मसंपराये च, निर्ग्रन्थस्नातकावेकस्मिन् यथाख्यातसंयमे ।
અર્થ- આ પુલાકાદિ પાંચ નિગ્રન્થના ભેદો આ (સૂત્રોત) સંયમાદિ અનુયોગના ભેદો વડે સાધી શકાય છે (વિચારી શકાય છે). તે આ રીતે, સંયમ- કયા સાધુ કયા સંયમ (એટલે પાંચ સામાયિક પૈકી કયા સામાયિક) માં હોય છે ? (જવાબ) કહેવાય છે. પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ સાધુ બે સંયમમાં અર્થાત્ સામાયિક અને છેદોપસ્થાપનીય સંયમમાં હોય છે. કષાયકુશીલ સાધુ પરિહારવિશુદ્ધિ અને સૂક્ષ્મસંપરાય (એમ બે સંયમમાં હોય છે.) નિગ્રન્થસાધુ અને સ્નાતક સાધુ યથાખ્યાત (એક) સંયમમાં વર્તતા હોય છે.
Jain Education International
भाष्यम् श्रुतम्, पुलाकबकुशप्रतिसेवनाकुशीला उत्कृष्टेनाभिन्नाक्षरदशपूर्वधराः, कषायकुशील
For Personal & Private Use Only
www.jainelibrary.org