________________
સભાષ્ય-ભાષાંતર
સૂત્ર-૨૬
भाष्यम् - विकृष्टोग्रतपोयुक्तस्तपस्वी, अचिरप्रव्रजितः शिक्षयितव्यः शिक्षः शिक्षामर्हतीति शैक्षो वा, ग्लानः प्रतीतः, गणः स्थविरसन्ततिसंस्थितिः, कुलमेकाचार्यसन्ततिसंस्थितिः, सङ्घश्चतुर्विधः श्रमणादिः, साधवः संयताः, संभोगयुक्ताः समनोज्ञाः ।
અર્થ- વિકૃષ્ટ (૪ ઉપવાસથી કાંઈક ઊણા છ માસ સુધીના ઉપવાસ તે વિકૃષ્ટ) ઉગ્રતપથીયુક્ત તે તપસ્વી, અલ્પકાલિન દીક્ષિત, શિક્ષા (ગ્રહણ-આસેવનશિક્ષા)ને યોગ્ય તે શિક્ષ, અથવા શિક્ષાને યોગ્ય તે શૈક્ષ (શૈક્ષક), ગ્લાન (રોગી) પ્રતીત છે (પ્રખ્યાત છે.), ગણ-(શ્રુત) સ્થવિરોની પરંપરામાં રહેવું., કુલ- એક આચાર્યની પરંપરામાં રહેવું તે, સંઘ-ચતુર્વિધ શ્રમણાદિ તે સંઘ, સાધુઓ-સંયતિઓ, ગોચરી-પાણીઆદિ પરસ્પર લેવા-દેવાના વ્યવહારવાળા સાધુઓ તે સમનોજ્ઞ.
भाष्यम्- एषामन्नपानवस्त्रपात्रप्रतिश्रयपीठफलकसंस्तारादिभिर्धर्मसाधनैरुपग्रहः शुश्रूषा भेषजक्रिया कान्तारविषमदुर्गोपसर्गेष्वभ्युपपत्तिरित्येतदादि वैयावृत्त्यम् ॥२४॥
અર્થ એમની (આચાર્યાદિને) આહાર-પાણી-વસ્ત્ર-પાત્ર-વસતિ-પાટ-પાટલા-સંથારો આદિ ધર્મસાધનો વડે ઉપગ્રહ (ઉપકાર), શુશ્રૂષા (સેવા), ઔષધ આપવું, જંગલના વિષમમાર્ગના ઉપસર્ગીમાં (રોગાદિ ઉપસર્ગોમાં) સર્વતઃ રક્ષણ કરવું. ઈત્યાદિ વૈયાવૃત્ત્વ છે. ૨૪
૨૩૧
सूत्रम् - वाचनापृच्छनाऽनुप्रेक्षाऽऽम्नायधर्मोपदेशाः ।। ९ - २५।। અર્થ-વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય, ધર્મોપદેશ-એ પાંચપ્રકારે સ્વાધ્યાય અભ્યન્તર તપ છે.
भाष्यम् - स्वाध्यायः पञ्चविधः, तद्यथा-वाचना प्रच्छनं अनुप्रेक्षा आम्नायः धर्मोपदेश इति, तत्र वाचनं शिष्याध्यापनम्, प्रच्छनं ग्रन्थार्थयोः, अनुप्रेक्षा ग्रन्थार्थयोरेव मनसाऽभ्यासः, आम्नायो घोषविशुद्धं परिवर्तनं गुणनं, रूपादानमित्यर्थः, अर्थोपदेशो व्याख्यानमनुयोगवर्णनं धर्मोपदेश इत्यनर्थान्तरम् ॥२५॥
અર્થ- સ્વાધ્યાય (અભ્યન્તરતપ) પાંચપ્રકારે, તે આ રીતે, (૧) વાચના, (૨) પૃચ્છના, (૩) અનુપ્રેક્ષા, (૪) આમ્નાય અને (૫) ધર્મોપદેશ.
તેમાં (૧) વાંચના-શિષ્યોને ભણાવવું, (૨) પૃચ્છના-મૂળપાઠ (સૂત્ર) અને અર્થસમ્બન્ધિ પૂછવું, (૩) અનુપ્રેક્ષા-સૂત્ર-અર્થનો મનથી વિચાર કરવો (એક વિષયમાં મનને સ્થિર કરવું), (૪) આમ્નાય-ઉચ્ચારશુદ્ધિપૂર્વક પુનરાવર્તન, ગણવું (એકવાર, બે વાર ઈત્યાદિ) રૂપ ગ્રહણ કરવું-એ અર્થ છે. (૫) (ધર્મોપદેશ) અર્થોપદેશ, વ્યાખ્યાન, અનુયોગવર્ણન, ધર્મોપદેશ એ એકાર્થવાચી છે. IIII
સૂત્રમ્- વાજ્ઞાામ્યન્તોપચ્યોઃ ।।૧-૨૬।।
અર્થ- વ્યુત્સર્ગ અભ્યન્તર તપ-બાહ્ય અને અભ્યન્તર ઉપધિનો ત્યાગ. એમ બે પ્રકારે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org