________________
૨૩૦
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૯
सूत्रम्- आचार्योपाध्याय-तपस्वि-शैक्षक-ग्लान-गण-कुल-सङ्घ-साधु-समनोज्ञानाम्
રકા.
અર્થ- વૈયાવચ (વૈયાવચ્ચ) દશ પ્રકારે છે. (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) તપસ્વી, (૪) શૈક્ષક, (૫) ગ્લાન, (૬) ગણ, (૭) કુલ, (૮) સંઘ, (૯) સાધુ અને (૧૦) સમનોશ. આ દશનું (સમ્ય વૈયાવૃત્ય (તે વૈયાવચ્ચ અભ્યન્તર) તપ છે.
भाष्यम्- वैयावृत्त्यं दशविधं, तद्यथा-आचार्यवैयावृत्त्यं उपाध्यायवैयावृत्त्यं तपस्विवैयावृत्त्यं शैक्षकवैयावृत्त्यं ग्लानवैयावृत्त्यं गणवैयावृत्त्यं कुलवैयावृत्त्यं संघवैयावृत्त्यं साधुवैयावृत्त्यं समनोज्ञवैयावृत्त्यमिति, व्यावृत्तभावो वैयावृत्त्यं व्यावृत्तकर्म चेति । અર્થ- વૈયાવૃત્ય દશ પ્રકારે છે. તે આ રીતે. (૧) આચાર્યનું વૈયાવૃત્ય, (૨) ઉપાધ્યાયનું વૈયાવૃત્ય, (૩) તપસ્વિનું વૈયાવૃન્ય, (૪) શિક્ષકનું વૈયાવૃત્ય, (૫) ગ્લાનનું વૈયાવૃત્ય, (૬) ગણનું વૈયાવૃત્ય, (૭) કુલનું વૈયાવૃન્ય, (૮) સંઘનું વૈયાવૃત્ય, (૯) સાધુનું વૈયાવૃત્ય અને (૧૦) સમનોજ્ઞનું વૈયાવૃત્ય. વ્યાપારપ્રવૃત્તનો પરિણામ (આગમવિહિત ક્રિયા-અનુષ્ઠાનમાં તત્પર આત્માને જે ભાવ) તે વૈયાવૃત્ય અને (અથવા) વ્યાપારપ્રવૃત્ત આત્માની ક્રિયા તે વૈયાવૃત્ય. (શાસનમાં દર્શાવેલ વિધિવગેરે પૂર્વક સેવા-પ્રવૃત્તિ કરવી તે વૈયાવૃત્ય.)
भाष्यम्- तत्राचार्यः पूर्वोक्तः पञ्चविधः, आचारगोचरविनयं स्वाध्यायं वा आचार्यादनु तस्मादपाधीयत इत्युपाध्यायः, सङ्ग्रहोपग्रहानुग्रहार्थं चोपाधीयतेसङ्ग्रहादीन् वाऽस्योपाध्येतीत्युपाध्यायः, द्विसङ्ग्रहो निर्ग्रन्थ आचार्योपाध्यायसङ्ग्रहः, त्रिसङ्गहा निग्रंथी आचार्योपाध्यायप्रवर्तिनीसङ्ग्रहाः । અર્થ-ત્યાં “આચાર્ય' તે પૂર્વે (અ. ૯- સૂ. ૬માં ) કહેલ છે. તે (આચાર્ય) પાંચ પ્રકારે છે. [(૧) પ્રવ્રાજક, (૨) દિગાચાર્ય, (૩) કૃતોદેષ્ટા, (૪) શ્રુતસમુદેષ્ટા અને (૫) આમ્નાયવાચક. અ. ૯- સૂ. ૬ માં બ્રહ્મચર્યના અધિકારમાં નિર્દેશેલ છે.] (આચાર્યપાસેથી રજા મેળવેલ સાધુઓ) આચાર જેનો વિષય છે એવા વિનયને અથવા સ્વાધ્યાયને જેની પાસે શીખે તે ઉપાધ્યાય. સંગ્રહ-ઉપગ્રહરૂપ અનુગ્રહને માટે જે સેવા કરાય તે ઉપાધ્યાય, અથવા સંગ્રહ આદિ (વસ્ત્ર, પાત્ર ઔષધિ આદિનો સંગ્રહ) જેના સંબંધી છે અથવા જેનાથી કરાયેલો છે એવું યાદ કરે તે ઉપાધ્યાય. બે વડે કરાય તે દ્વિસંગ્રહ. આચાર્ય અને ઉપાધ્યાય (એમ બંનેની મર્યાદામાં) ના સંગ્રહવાળો દ્વિસંગ્રહ નિર્ગુન્થ કહેવાય. આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિનીના (એમ ત્રણની મર્યાદામાં) સંગ્રહવાળો (તે) ત્રિસંગ્રહ નિર્ગસ્થ કહેવાય.
भाष्यम्- प्रवर्तिनी दिगाचार्येण व्याख्याता, हिताय प्रवर्तते प्रवर्तयति चेति प्रवर्तिनी। અર્થ-દિગાચાર્ય વડે વ્યાખ્યાન કરાયેલ એટલે દિગાચાર્યની સમાન તે પ્રવર્તિની. હિતમાટે પ્રવર્તે અને (બીજી સાધ્વી આદિને) પ્રવર્તાવે તે પ્રવર્તિની.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org