________________
સૂત્ર-૨૪
સભાખ્ય-ભાષાંતર
૨૨૯
(પૃથ્વીવ્યાદિ), ઈન્દ્રિય (એકેન્દ્રિયાદિ) જાતિ દ્વારા રાગદ્વેષમોહના ઉત્કર્ષથી કરાયેલ વિરાધનાને પામીને અતિચારોની શુદ્ધિ માટે યથાયોગ્ય આ પ્રાયશ્ચિત્ત દેવાય છે અને જાતે) આચરણ કરાય છે.
भाष्यम्- चिती संज्ञानविशुद्ध्योर्धातुः, तस्य चित्तमिति भवति निष्ठान्तमौणादिकं च ॥ एवमेभिरालोचनादिभिः कृच्छस्तपोविशेषैर्जनिताप्रमादः तं व्यतिक्रमं प्रायश्चेतयति चेतयंश्च न पुनराचरतीति, अतः प्रायश्चित्तम्, अपराधो वा प्रायस्तेन विशुध्यतीति, अतश्च प्रायश्चित्तमिति ॥२२॥ અર્થ- “વિતી સાવિશુદ્ધ', ચિત ધાતુ સંજ્ઞાન અને વિશુદ્ધિ અર્થમાં વપરાય છે (ચિતમાં ઈ ઈત્ છે જેથી ચિત્ ધાતુ કહેવાય.) તેને ભૂત અર્થમાં અથવા ઉણાદિથી જ પ્રત્યય લાગી ‘ચિત્ત' (૩૫) બને છે. આ આલોચન આદિ દુષ્કરતપ વિશેષે કરીને કરાયેલ અપ્રમાદ તે અતિચારને પ્રાય: જાણે છે અને ફરી આચરતો નથી માટે પ્રાયશ્ચિત છે. પ્રાયઃ એટલે અપરાધ. તે (સૂત્ર અનુસાર) પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધ થાય છે. તેથી પ્રાયશ્ચિત્ત કહેવાય છે. રેરા
सूत्रम्- ज्ञानदर्शनचारित्रोपचाराः॥९-२३॥ અર્થ- વિનયના ચાર ભેદ -(૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય અને (૪) ઉપચારવિનય.
भाष्यम्- विनयश्चतुर्भेदः, तद्यथा-ज्ञानविनय: दर्शनविनय: चारित्रविनय: उपचारविनयः, तत्र ज्ञानविनयः पञ्चविधः मतिज्ञानादिः ।। અર્થ- વિનય (અભ્યન્તર ત૫) ચારભેદવાળો છે. તે આ રીતે, (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય, (અને ૪) ઉપચાર વિનય. તેમાં જ્ઞાનવિનય મતિજ્ઞાનાદિ પાંચ પ્રકારે છે.
भाष्यम्- दर्शनविनयस्तु एक विध एव सम्यग्दर्शनविनयः । અર્થ- દર્શનવિનય તો એક પ્રકારે જ છે. સમ્યગુદર્શન વિનય.
भाष्यम्- चारित्रविनय: पञ्चविधः । सामायिकविनयादिः । અર્થ- ચારિત્રવિનય પાંચ પ્રકારે છે. સામાયિક વિનય વગેરે (પાંચ).
भाष्यम्- औपचारिकविनयोऽनेकविधः-सम्यग्दर्शनज्ञानचारित्रादिगुणाधिकेष्वभ्युत्थानासनप्रदानवन्दनानुगमादिः, विनीयते तेन तस्मिन् वा विनयः ॥२३॥ અર્થ- ઔપચારિક વિનય અનેક પ્રકારે છે. સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રાદિ ગુણાધિક (મુનિઓ) પ્રતિ (સન્મુખ આવે છતે ઉભા થવું, બેસવા માટે) આસનદેવું, વન્દન કરવું, વળાવવા જવું (તે ઉપચાર વિનય). જેનાથી કે જે હોતે છતે (આઠેય કમ) નાશ પામે છે. તે વિનય. ર૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org