________________
૨૨૬
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૯
અર્થ- રસપરિત્યાગ (રસવાળા પદાર્થો [વિગઈઓ] નો ત્યાગ) અનેક પ્રકારે છે. તે આ રીતે, દારૂ, માંસ, મધ, માખણ આર્દિ રસવિકૃતિ (વિગઈ) ના પચ્ચકખાણ કરવા અને વિગઈ વગરના રૂમ આદિનો અભિગ્રહ કરવો.
भाष्यम्- विविक्तशय्यासनता नाम एकान्तेऽनाबाधेऽसंसक्ते स्त्रीपशुपण्डकविवर्जिते शून्यागारदेवकुलसभापर्वतगुहादीनामन्यतमस्मिन् समाध्यर्थं संलीनता। અર્થ- વિવિફતશય્યાસનતા એટલે એકાન્ત સ્થાન, બાધારહિત સ્થાન, કોઈ ન રહેલ હોય તેવું સ્થાન, સ્ત્રી-પશુ-કે નપુંસક રહિત સ્થાન. (આ શબ્દો પર્યાયવાચી છે.) શૂન્યઘર, દેવકુલ, સભા (જ્યાં પહેલા માનવો રહેતા હતા પરંતુ અત્યારે રહેતા ન હોય તેવું સ્થાન, છાપરાવાળું સ્થાન), પર્વતની ગુફા વગેરેમાંના કોઈપણ સ્થાનમાં સમાધિમાટે (પંચાચારની વૃદ્ધિ માટે) સંલીનતા કરવી (અથત રહેવું) તે વિવિફતશય્યાસનતા.
भाष्यम्- कायक्लेशोऽनेकविधः, तद्यथा-स्थानवीरासनोत्कटुकासनैकपार्श्वदण्डायतशयनातापनाप्रा9તવિનિા અર્થ- કાયફલેશ અનેક પ્રકારે છે તે આ રીતે, સ્થાન-એટલે ઊર્ધ્વકાયોત્સર્ગમુદ્રા, વિરાસન, ઉત્કટુકાસન, એક પડખે સુવું, દંડની જેમ લાંબા સુવું, આતાપના લેવી (ઉનાળામાં), ખુલ્લાશરીરે રહેવું (શિયાળામાં) ઈત્યાદિ (કાયફલેશ).
भाष्यम्- सम्यक् प्रयुक्तानि बाह्यं तपः ॥ અર્થ- આ રીતે-આગમોફત રીતે કરાયેલ તે બાહ્યતા છે.
भाष्यम्- अस्मात् षमिधादपि बाह्यात्तपसः सङ्गत्यागशरीरलाघवेन्द्रियविजयसंयमरक्षणकर्मनिर्जरा મતિ શા. અર્થ- આ છ પ્રકારના બાહ્યતપથી નિર્મમતા આવે, શરીર હલકું રહે, ઈન્દ્રિયો ઉપર વિજય મેળવાય, સંયમનું રક્ષણ થાય (તેમજ) કર્મની નિર્જરા થાય છે. ૧૯
सूत्रम्- प्रायश्चित्त-विनय-वैयावृत्त्य-स्वाध्याय-व्युत्सर्ग-ध्यानान्युत्तरम् ॥९-२०॥ અર્થ- પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ છ ઉત્તરતા એટલે કે અભ્યત્તરતપ છે.
૧. આશિબ્દથી રોષ છ વિગઈઓ લેવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org