________________
સૂર-૧૯
સભાખ્ય-ભાષાંતર
૨૨૫
भाष्यम्- अनशनं अवमौदर्यं वृत्तिपरिसङ्ख्यानं रसपरित्याग: विविक्तशय्यासनता कायक्लेश इत्येतत्वविधं बाह्यं तपः। 'सम्यग्योगनिग्रहो गुप्ति:' इत्यतः प्रभृति सम्यगित्यनुवर्तते, संयमरक्षणार्थं कर्मनिर्जरार्थं च चतुर्थषष्ठोष्टमादि सम्यगनशनं तपः ।। અર્થ- (૧) અનશન, (૨) અવમૌદર્ય, (૩) વૃત્તિ પરિસંખ્યાન, (૪) રસપરિત્યાગ, (૫) વિવિતશય્યાસન અને (૬) કાયફલેશ. આ જ પ્રકારે બાહયતા છે. -'સવ યોજ નિદો : ૧-જા' અહીંથી લઈને સમ્યગુની અનુવૃત્તિ ચાલું છે. -સંયમની રક્ષા માટે અને કર્મનિર્જરા માટે ચોથભકત, છઠ, અષ્ઠમઆદિ તપ તે સમ્યગુ અનસન તપ.
भाष्यम्- अवमौदर्यम्, अवममित्यूननाम, अवममुदरमस्य अवमोदर: अवमोदरस्य भावः अवमौदर्यम्। અર્થ- અવમૌદર્ય અવમ એટલે ઉણું (ઓ), ઉણું (ઓછાખોરાકવાળું) પેટ જેનું છે તે અવમોદર, અવમોદરપણું તે અવમૌદર્ય.
भाष्यम्- उत्कृष्टावकृष्टौ च वर्जयित्वा मध्यमेन कवलेन त्रिविधमवमौदर्यं भवति, तद्यथा-अल्पाहारावमौदर्यमुपार्धावमौदर्य प्रमाणप्राप्तात् किञ्चिदूनावमौदर्यमिति, कवलपरिसङ्ख्यानं च प्राग्द्वात्रिंशद्भ्यः कवलेभ्यः । અર્થ- મોટો અને નાનો કોળીયો છોડીને મધ્યમ કોળીયા વડે ત્રણ પ્રકારે અવમૌદર્ય થાય છે. તે આ રીતે (૧) અલ્પાહાર અવમૌદર્ય (આઠ કે તેથી ન્યૂન કોળીયાથી ચલાવી લેવું,). (૨) ઉપાધે અવમૌદર્ય (અર્ધા કરતાં ઓછા કોળીયાથી ચલાવી લેવું) (૩) પૂરતા પ્રમાણ કરતાં ઓછા કોળીયા તે કિંચિદૂન અવમૌદર્ય. કોળીયાની સંખ્યા-બત્રીશ કોળીયા પહેલાની ગણાય. (પુરુષને બત્રીશ અને સ્ત્રીને અઠ્યાવીસ ગણાય. તેમાં ન્યૂન હોય તો જ તે અવમૌદર્ય ગણાય.)
भाष्यम्- वृत्तिपरिसङ्ख्यानमनेकविधम्, तद्यथा-उत्क्षिप्तान्तप्रान्तचर्यादीनां सक्तुकुल्माषौदनादीनां चान्यतममभिगृह्यावशेषस्य प्रत्याख्यानम् । અર્થ- વૃતિ પરિસંખ્યાન અનેક પ્રકારે છે. (વૃત્તિ-ભિક્ષા, પરિસંખ્યાન-ગણત્રી. અથવા આગમવિહિત અભિગ્રહ. અથવા દત્તિ કે ભિક્ષાની ગણતરી.) તે આ રીતે, ઉક્ષિસચર્યા (રાંધવાના પાત્રમાંથી દાતા વડે દાન આપવા બહાર કઢાયેલી વસ્તુ હોય તે જ ગ્રહણ કરવી, બીજી નહિ. તેનું નામ ઉક્ષિસચર્યા), નિશ્ચિમચર્યા (રાંધવાના પાત્રમાં રહેલી વસ્તુ ભિક્ષાને માટે ગ્રહણ કરવી તેનું નામ નિશ્ચિત ચર્યા), આન્તપ્રાન્તચર્યા (છેલ્લો વધેલો નિરસ-એવો આહાર લેવો તે), સત્ (સાથવો), કુલમાષ, અડદ, ભાત આદિમાંના કોઈનો પણ અભિગ્રહ કરીને બાકીનાનું પચ્ચકખાણ લેવું તે.
भाष्यम्- रसपरित्यागोऽनेकविधः, तद्यथा-मद्यमांसमधुनवनीतादीनां रसविकृतीनां प्रत्याख्यानं विरसरूक्षाद्यभिग्रहश्च ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org