________________
સૂર-૭
સભાખ્ય-ભાષાંતર
૨૧૭
भाष्यम्- तद्यथा-कवलाहारो हि ग्रस्तमात्र एव श्लेष्माशयं प्राप्य श्लेष्मणा द्रवीकृतोऽत्यन्ताशुचिर्भवति, ततः पित्ताशयं प्राप्य पच्यमानोऽम्लीकृतोऽशुचिरेव भवति, पक्को वाय्वाशयं प्राप्य वायुना विभज्यते-पृथक्खलः पृथग्रसः, खलात् मूत्रपुरीषादयो मलाः प्रादुर्भवन्ति, रसाच्छोणितं परिणमति, शोणितान्मांसं, मांसान्मेदः, मेदसोऽस्थीनि, अस्थिभ्यो मज्जा, मज्जाभ्यां शुक्रमिति, सर्वं चैतत् श्लेष्मादि शुक्रान्तमशुचि भवति, तस्मादाद्युत्तरकारण अशुचित्वादशुचि शरीरमिति । અર્થ- તે આ રીતે, કવળ આહાર (ખોરાક) કોળીયો કરાયો હતો જ તે (ખોરાક) કફ સ્થાનને પ્રાપ્ત કરી કફવડે દ્રવીભૂત બનેલ અત્યન્ત અશુચિરૂપ બને છે. ત્યાંથી પિત્તાશય (જઠરાત્રિમાં જાય છે. ત્યાં જઠરાત્રિ) ને પ્રાપ્ત કરી પચાવતો (તે ખોરાક) મલરૂપ અશુચિરૂપ તૈયાર થાય છે. તે પાકેલો આહાર વાસ્વાશયમાં (આંતરડામાં) જઈ વાયુ વડે તેના વિભાગો પડે છે. મળ જૂદો પડે છે, રસ જૂદો પડે છે. મળમાંથી પેશાબ, ઝાડો આદિ મળો ઉદ્ભવે છે. અને રસમાંથી લોહીરૂપે પરિણામ પામે છે. લોહીમાંથી માંસ, માંસમાંથી ચરબી, ચરબીમાંથી હાડકા, હાડકામાંથી મજ્જા, મજ્જામાંથી-વીર્ય. એ પ્રમાણે આ કફથી માંડીને વીર્યસુધીના બઘાજ (કારણો) અશુચિરૂપ છે. તેથી પ્રથમના અને પછીનાં કારણો અશુચિરૂપ હોવાથી શરીર અશુચિ (અપવિત્ર-ગંદુ) છે.
भाष्यम्- किञ्चान्यत्-अशुचिभाजनत्वात् अशुचीनां खल्वपि भाजनं शरीरं कर्ण-नासाऽक्षि-दन्तमल-स्वेद-श्लेष्म-पित्त-मूत्र-पुरीषादीनामवस्करभूतं तस्मादशुचीति । किञ्चान्यत्-अशुच्युद्भवत्वात् एषामेव कर्णमलादीनामुद्भव: शरीरं त एत उद्भवन्तीति । अशुचौ च गर्भे सम्भवतीत्यशुचि शरीरम् ॥ किञ्चान्यत्- अशुभ परिणामपाकानुबन्धादातवे बिन्दोराधानात् प्रभृति खल्वपि शरीरं कलला-ऽर्बुदपेशी घनव्यूह-सम्पूर्णगर्भ-कौमार-यौवन-स्थविरभावजनकेनाशुभपरिणामपाकेनानुबद्धं दुर्गन्धि पूतिस्वभावं दुरन्तं तस्मादशुचि ॥ અર્થ- વળી, (શરીર એ) અશુચિનું ભાજન હોવાથી. એટલે કે, ગંદકીના પાત્રરૂપ શરીર એ કાન, નાક, આંખ, દાંતમાંથી મળ, પરસેવો, કફ, પિત્ત, પેશાબ, ઝાડો આદિના ઉત્પત્તિ-સ્થાનરૂપ (ઉકરડા જેવું) છે. તેથી શરીર અપવિત્ર છે. વળી, શરીર એ અશુચિમાંથી ઉદ્ભવતું હોવાથી... એટલે કે, આ કાનમેલ વગેરેનું ઉદ્ભવસ્થાન શરીર એ (પોતે) ગંદકીમાંથી ઉત્પન્ન થાય છે. અથવા તો ગંદકીરૂપ ઉદરની મધ્યમાં (આ) શરીર ઉત્પન્ન થાય છે. માટે અશુચિરૂપ છે. વળી, અશુભ પરિણામવાળા પરિપાકના અનુબંધથી (માતાના) આવર્તમાં વીર્યનું બિંદુ સ્થાપિત થવાથી આરંભી ઓર, માંસપેશી, પિંડરચના, સંપૂર્ણગર્ભ, કુમારપણું, યુવાપણું અને વૃદ્ધ ભાવને ઉત્પન્ન કરનાર હોવાથી અશુભ પરિણામવાળા પરિપાકથી સતત સંબન્ધવાળું દુર્ગન્ધિ, બદબો ફેલાવવાવાળું અને દુષ્ટ અંતવાળું છે. તેથી (શરીર) અપવિત્ર છે.
किंचान्यत्-अशक्यप्रतीकारत्वात् अशक्यप्रतीकारंखल्वपि शरीस्याशुचित्वम्, उद्वर्तनरूक्षणस्नानानुलेपनधूपप्रघर्षवासयुक्तिमाल्यादिभिरप्यस्य न शक्यमशुचित्वमपनेतुम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org