________________
૨૧૬
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૯
અર્થ- “મારો કોઈ પણ સ્વજન કે પરજન વ્યક્તિ (મારા) વ્યાધિ, જરા, મરણ આદિ દુઃખો લઈ જઈ શકતો નથી કે ભાગ પણ પડાવી શક્તો નથી. હું એકલો જ સ્વકૃતકર્મલને ભોગવું છું'- એમ ચિન્તવવું. એ રીતે ચિત્તવતા આ (જીવ) ને સ્વજન વ્યકિત ઉપર સ્નેહ-અનુરાગ નહિ થાય અને પરજનસંજ્ઞક ઉપર દ્વેષનો અનુબંધ નહિ થાય. તેથી નિઃસંગપણું પામેલો (તે) મોક્ષ માટે જ પ્રયત્નો કરે છે. આ એકત્યાનુપ્રેક્ષા. ઠા.
भाष्यम्- शरीरव्यतिरेकेणात्मानमनुचिन्तयेत्, अन्यच्छरीरमन्योऽहम्, ऐन्द्रियकं शरीरमतीन्द्रियोऽहम्। અર્થ- શરીરથી ભિન્ન સ્વરૂપે આત્માની વિચારણા કરવી શરીર જુદું છે-હું જુદો છુ, શરીર ઈન્દ્રિયગ્રાહ્ય છે. હું ઈન્દ્રિયાતીત છુ. (આત્મા-ઈન્દ્રિયગ્રાહ્ય નથી.)
भाष्यम्- अनित्यं शरीरं नित्योऽहम्, अज्ञ शरीरं ज्ञोऽहम्, आद्यन्तवच्छरीरमनाद्यन्तोऽहम्, बहूनि च मे शरीरशतसहस्राण्यतीतानि संसारे परिभ्रमतः स एवायमहमन्यस्तेभ्य इत्यनुचिन्तयेत्, एवं ह्यस्य चिन्तयतः शरीप्रतिबन्धो न भवतीति, अन्यच्च शरीरान्नित्योऽहमिति श्रेयसे घटत इत्यन्यत्वानुप्रेक्षा
અર્થ- શરીર અનિત્ય છે- હું નિત્ય છું, શરીર જડ છે- હું ચેતન (જ્ઞાનવાન) છું, શરીર આદિ અને અન્તવાળું છે- હું અનાદિ અનંત છું. સંસારમાં પરિભ્રમણ કરતા આ જીવને ઘણાં લાખો શરીરો ભોગવાઈ ગયા. (ચાલ્યા ગયા.) (પરંતુ, તેઓથી (શરીરોથી) ભિન્ન (એવો) હું (તેનો) તે જ છું'. એમ ચિન્તવન કરવું જોઈએ. એ પ્રમાણે ચિન્તવન કરતા આ જીવને શરીર સંબંધી રાગ (ચિન્તાનો વિષય) થતો નથી. વળી શરીરથી ભિન્ન હું નિત્ય છું.' એમ (વિચારવાથી) મોક્ષ માટે પ્રવૃતિ થાય છે. એ અન્યતાનુપ્રેક્ષા. પા.
भाष्यम्- अशुचि खल्विदं शरीरमिति चिन्तयेत्, तत्कथमशुचीति चेद् आद्युत्तरकारणाशुचित्वाद् अशुचिभाजनत्वाद् अशुच्युद्भवत्वाद् अशुभपरिणामपाकानुबन्धाद् अशक्यप्रतीकारत्वाच्चेति । અર્થ- “આ શરીર નિચે અપવિત્ર છે' એમ વિચારવું. તે અપવિત્ર શી રીતે એમ પૂછતાં હો તો... (જવાબ) શરીરના આદિકારણ અને ઉત્તરકારણો અપવિત્ર હોવાથી, અશુચિનુ પાત્ર હોવાથી, અશુચિમાંથી ઉત્પન્ન થયું હોવાથી, અશુભ પરિણામવાળા પરિપાકની પરમ્પરા ચલાવનારૂં હોવાથી અને તે અપવિત્રતાનો પ્રતીકાર અશકય હોવાથી (શરીર અપવિત્ર છે.)
भाष्यम्- तत्राद्युत्तरकारणाशुचित्वात् तावत् शरीरस्याचं कारणं शुक्रं शोणितं च, तदुभयमत्यन्ताशुचीति, उत्तरमाहारपरिणामादि । અર્થ-તેમાં આદિ અને ઉત્તરકારણ અપવિત્ર હોવાથી એટલે, શરીરનું આદ્ય કારણ જે શુક અને શોણિત-તે બને અત્યન્ત અપવિત્ર છે અને ઉત્તરકારણ જે આહાર પરિણામાદિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org