________________
સૂર-૭
સભાખ્ય-ભાષાંતર
૨૧૫
भवति, भर्ता भूत्वा दासो भवति, दासो भूत्वा भर्ता भवति, मित्रं भूत्वा शत्रुर्भवति, शत्रुर्भूत्वा मित्रं भवति, पुमान् भूत्वा स्त्री भवति नपुंसकं च, स्त्री भूत्वा पुमान्नपुंसकं च भवति, नपुंसकं भूत्वा स्त्री पुमांश्च भवति, इति । અર્થ- ખરેખર તો સ્વજન-પરજનની વ્યવસ્થા (ઘટતી) જ નથી. કેમકે, માતા થઈને (જન્માંતરમાં) બહેન, પત્ની કે પુત્રી થાય છે. બહેન થઈને (મટીને) માતા, સ્ત્રી કે પુત્રી થાય છે. પત્ની થઈને બહેન, પુત્રી કે માતા થાય છે. પુત્રી થઈને માતા, બહેન કે પત્ની થાય છે. તે રીતે, પિતા થઈને ભાઈ, પુત્ર કે પૌત્ર થાય છે. ભાઈ થઈને પિતા, પુત્ર કે પૌત્ર થાય છે, પુત્ર થઈને પિતા, ભાઈ કે પૌત્ર થાય છે. પૌત્ર થઈને પિતા, ભાઈ કે પુત્ર થાય છે. શેઠ થઈને દાસ બને છે. દાસ થઈને શેઠ બને છે. મિત્ર થઈને શત્રુ બને છે. શુત્ર થઈને મિત્ર બને છે. પુરુષ થઈને સ્ત્રી બને છે અને નપુંસક પણ બને છે. સ્ત્રી થઈને પુરુષ કે નપુંસક પણ બને છે. નપુંસક થઈને સ્ત્રી કે પુરુષ પણ બને છે. (થાય છે.)
भाष्यम्- एवं चतुरशीतियोनिप्रमुखशतसहस्रेषु रागद्वेषमोहाभिभूतैर्जन्तुभिरनिवृत्तविषयतृष्णैरन्योऽन्य भक्षणाभिघातवधबन्धाभियोगाक्रोशादिजनितानि तीव्राणि दुःखानि प्राप्यन्ते, अहो द्वन्द्वारामः कष्टस्वभावः संसार इति चिन्तयेत्, एवं ह्यस्य चिन्तयतः संसारभयोद्विग्रस्य निर्वेदो भवति, निर्विण्णश्च संसारणहाणाय घटत इति संसारानुप्रेक्षा ॥३॥ અર્થ- એ પ્રમાણે ચોર્યાશી લાખ યોનિમાં ભ્રમણ કરતાં રાગ, દ્વેષ, મોહથી વશ થયેલા તેમજ વિષયરૂપ તૃષ્ણાથી ઘેરાયેલા છવો વડે પરસ્પર ભક્ષણ, વધ, બન્ધન, અભિશાપ, આક્રોશ ઈત્યાદિથી ઉત્પન્ન થતાં દુઃખ પ્રાપ્ત કરાય છે. અહો ! દ્રજારામ-એટલે દ્વન્દ્રોના ઉદ્યાનરૂપ કષ્ટ આપવાના સ્વભાવવાળો આ સંસાર...! આ પ્રમાણે વિચારવું. ખરેખર! એ પ્રમાણે ચિન્તન કરતા સંસારના ભયથી ઉતિમ બનેલાને નિર્વેદ થાય છે અને નિર્વેદ પામેલો જીવ સંસારના નાશ માટે પ્રયત્ન કરે છે (ઘટતું કરે છે.) તે સંસારાનુપ્રેક્ષા. (અર્થાત્ સંસારભાવના.) II
भाष्यम्- एक एवाहं, न मे कश्चित् स्वः परो वा विद्यते, एक एवाहं जाये, एक एव म्रिये। અર્થ- હું એકલો જ છું, મારે કોઈ સ્વજન કે પરજન નથી, હું એકલો જ જન્મયો છું (અને) એકલો જ મરીશ.
भाष्यम्- न मे कश्चित्स्वजनसंज्ञः परजनसंज्ञो वा व्याधिजरामरणादीनि दुःखान्यपहरति प्रत्यंशहारी वा भवति, एक एवाहं स्वकृतकर्मफलमनुभवामीति चिन्तयेत्, एवं ह्यस्य चिन्तयतः स्वजनसंज्ञकेषु स्नेहानुरागप्रतिबन्धो न भवति, परसंज्ञकेषु च द्वेषानुबन्धः, ततो निःसङ्गतामभ्युपगतो मोक्षायैव यतत इत्येकत्वानुप्रेक्षा ॥४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org