________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અર્થ- વળી, અપવિત્રતાનો પ્રતીકાર અશકય હોવાથી...એટલેકે, ખરેખર ! શરીરનું અશુચિપણું દૂર કરવું અશકય છે. ઉદ્ધૃર્તન (શરીરને સાફ કરનાર પદાર્થથી સાફ કરવું, પીઠી ચોળવી), રક્ષણ (સ્નેહવિનાનું કરવું), સ્નાન, વિલેપન, વિશિષ્ટ સુગંધી દ્રવ્યના સમુહથી શરીર ઘસવું, સુગંધીચૂર્ણ અને પુષ્પવગેરેથી પણ આ શરીરનું અશુચિપણું દૂર કરવું શકય નથી.
૨૧૮
भाष्यम्- अशुच्यात्मकत्वात् शुच्युपघातकत्वाच्चेति, तस्मादशुचि शरीरमिति, एवं ह्यस्य चिन्तयतः शरीरे निर्वेदो भवति, निर्विण्णश्च शरीरप्रहाणाय घटत इति अशुचित्वानुप्रेक्षा ॥६॥
અધ્યાય – ૯
અર્થ- શરીર અશુચિરૂપ હોવાથી અને શુચિનો (પવિત્રતાનો) પણ નાશ કરનારું (અર્થાત્ અપવિત્ર કરનારું) હોવાથી શરીર (સ્વયં) અપવિત્ર છે. ખરેખર ! એમ વિચારવાથી શરીર ઉપર કંટાળો ઉત્પન્ન થાય છે. અને નિર્વેદ પામેલા (જીવ) શરીરના નાશ માટે (એટલે જન્મના નાશ માટે) પ્રયત્નો કરે છે. તે અશુચિત્વ અનુપ્રેક્ષા. IIII
भाष्यम्- आम्रवान् इहामुत्रापाययुक्तान् महानदीस्रोतोवेगतीक्ष्णान् अकुशलागमकुशलनिर्गमद्वारभूतान् इन्द्रियादीन् अवद्यतश्चिन्तयेत् ।
અર્થ- મહાનદીના વેગીલા પ્રવાહ જેવા તીક્ષ્ણ આ ભવ અને પરભવમાં પીડાથી યુક્ત આથવોરૂપ ઈન્દ્રિયોને અકુશલ (પાપ-કર્મબંધ)ના પ્રવેશદ્વારરૂપ અને કુશલ (પુણ્ય) ના નિર્ગમનદ્વારરૂપ નિંદનીય ગણવી. (અર્થાત્ નિંદનીય-તરીકે વિચારવું.)
भाष्यम् - तद्यथा स्पर्शनेन्द्रियप्रसक्तचित्तः सिद्धोऽनेकविद्याबलसम्पन्नो ऽप्याकाशगोऽष्टाङ्गमहानिमित्तपारगो गार्ग्यः सत्यकिर्निधनमाजगाम, तथा प्रभूत यवसोदकप्रमाथावगाहादिगुणसंपन्नविचारिणश्च मदोत्कटा बलवन्तो हस्तिनो हस्तिबन्धकीषु स्पर्शनेन्द्रियसक्तचित्ता ग्रहणमुपगच्छन्ति, ततो बन्धवधदमन (वाहन) निहननाङ्कुशपार्ष्णिप्रतोदाभिघातादिजनितानि तीव्राणि दुःखान्यनुभवन्ति, नित्यमेवं स्वयूथस्य स्वच्छन्दप्रचारसुखस्य वनवासस्यानुस्मरन्ति, तथा मैथुनसुखप्रसङ्गाद् आहितगर्भाऽश्वतरी प्रसवकाले प्रसवितुमशक्नुवती तीव्रदुःखाभिहताऽवशा मरणमभ्युपैति, एवं सर्व एव स्पर्शनेन्द्रियप्रसक्ता इहामुत्र च विनिपातमृच्छन्तीति ।
અર્થ- તે આ રીતે, અનેક વિદ્યાબળથી યુક્ત, અકાશગામી, અષ્ટાંગનિમિત્તમાં પારંગત એવો ગર્ગનો વંશજ સત્યકી (નામનો) સ્પર્શનેન્દ્રિયમાં આસતચિત્તવાળો નાશ પામ્યો. તથા ઘાસનાં ભંજન, મર્દન અને ભક્ષણવાળા અને પાણીમાં અવગાહન કરવું આદિ ગુણ યુક્ત (વન) માં ફરનારા, મદોન્મત્ત બળવન્ત હાથીઓ સ્પર્શનેન્દ્રિયમાં આસક્ત ચિત્તવાળા થયા છતાં મનુષ્યો દ્વારા પકડાય છે. પકડાવવાથી બન્ધ, વધ, દમન, અકુંશઘાત, ચાબુક, દોરડાનો ઘાત ઈત્યાદિથી જનિત તીવ્ર દુ:ખો અનુભવે છે. હંમેશા સ્વેચ્છાચારી વનવાસના સુખનું સ્મરણ કર્યા કરે છે. તથા મૈથુનસુખના પ્રસંગથી ગર્ભધારણ કરેલ ખચ્ચરી પ્રસવ અવસરે પ્રસવમાટે અસમર્થબની તીવ્રદુ:ખથી હણાયેલી પરવશતાવાળી મરણને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org