________________
સૂર-૭
સભાખ્ય-ભાષાંતર
૨૧૩
એકરાત્રીની. આ પ્રમાણે તપધર્મ છે. IIણા
भाष्यम्- बाह्याभ्यन्तरोपधिशरीरानपानाद्याश्रयो भावदोषपरित्यागस्त्यागः ॥८॥ અર્થ- બાહ્ય-અભ્યન્તર ઉપધિ, શરીર અને અનપાનાદિના આશ્રયવાળા ભાવદોષો (મૂચ્છદિ) નો ત્યાગ તે ત્યાગ-ધર્મ છે. તા.
भाष्यम्- शरीरधर्मोपकरणादिषुनिर्ममत्वमाकिञ्चन्यम् ॥९॥ અર્થ- શરીર, ધમપકરણ આદિમાં મમત્વ રહિતપણું તે આકિંચન્ય ધર્મ છે. લા.
भाष्यम्- व्रतपरिपालनायज्ञानाभिवृद्धये कषायपरिपाकाय च गुरुकुलवासो ब्रह्मचर्यम् । અર્થ- વ્રતોના પાલનમાટે, જ્ઞાનની વૃદ્ધિ માટે અને કષાયના પરિપાક (ક્રોધાદિના નાશ) માટે ગુરુકુળ વાસનું સેવન તે બ્રહ્મચર્ય.
भाष्यम्- अस्वातंत्र्य गुर्वधीनत्वं गुरुनिर्देशस्थायित्वमित्यर्थं, च पञ्चाचार्याः प्रोक्ताः प्रव्राजको दिगाचार्यः श्रुतोद्देष्टा श्रुतसमुद्देष्टा आम्नायार्थवाचक इति । અર્થ- (એટલે કે,) અસ્વાતંત્ર્ય, ગુરઆધિનપણું અને ગુરુનિર્દેશાનુસાર રહેવાપણું એવો અર્થ જાણવો. અને. તેના (ગુરુકુળવાસના શિષ્યો) માટે પાંચ આચાર્યો કહ્યા છે. (૧) પ્રવ્રાજક આચાર્ય (સામાયિકવ્રતાદિ આરોપણ કરાવનારા.) (૨) દિગાચાર્ય (સચિરાદિ વસ્તુઓ સમજાવનાર.) (૩) શુતોષ્ટા (શાસ્ત્રના મૂળ પાઠ ભણાવનાર.) (૪) શ્રુતસમુપદેટા (શ્રુતને ધીમે ધીમે સમજ પડે તે રીતે ભણાવનાર.) અને (૫) આમ્નાયાWવાચક (ઉત્સર્ગ- અપવાદ સમજાવનાર.)
भाष्यम्- तस्य ब्रह्मचर्यस्येमे विशेषगुणा भवन्ति-अब्रह्मविरतिव्रतभावना यथोक्ता इष्टस्पर्शरसरूपगन्धशब्दविभूषानभिनन्दित्वं चेति ॥१०॥६॥ અર્થ- તે બ્રહ્મચર્યના આ વિશેષગુણો છે. (જેમકે) અબ્રહ્મથી અટકવારૂપ વ્રતની એટલે બ્રહ્મચર્યવ્રતની યથોફત ભાવના (નું સ્મરણ થાય) અને મનોહર સ્પર્શ-રસ-ગન્ધ- ટાપટીપમાં અનભિનંદિપણું (અનાસફતપણું) આવે. [૧નાદા
सूत्रम्- अनित्याऽशरणसंसारैकत्वाऽन्यत्वाऽशुचित्वाऽऽनवसंवरनिर्जरा लोकबोधिदुर्लभ
धर्म स्वाख्यातत्वानुचिन्तनमनुप्रेक्षाः ॥९-७॥ અર્થ- અનિત્ય, અશરણ, સંસાર, એત્વ, અન્યત્વ, અશુચિ, આસવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મના સ્વાખ્યાતત્ત્વનું જે અનુચિન્તન તે અનુપ્રેક્ષા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org