________________
૨૧૨
તત્વાર્યાધિગમ સૂત્ર
અધ્યાય - ૯
भाष्यम्- योगनिग्रहः संयमः, स सप्तदशविधः, तद्यथा-पृथिवीकायिकसंयमः अप्कायिकसंयमः तेज:कायिकसंयम वायुकायिकसंयमः वनस्पतिकायिकसंयमः द्वीन्द्रियसंयमः त्रीन्द्रियसंयमः चतुरिन्द्रियसंयमः पञ्चेन्द्रियसंयमः। અર્થ- યોગનો નિગ્રહ (શાસ્ત્રોક્ત વિધિવડે યોગઉપર કાબૂ) એ સંયમ છે. તે સંયમ સત્તર પ્રકારે છે. (૧) પૃથ્વીકાયિક સંયમ, (૨) અપકાયિક સંયમ, (૩) તેઉકાયિક સંયમ, (૪) વાઉકાયિક સંયમ, (૫) વનસ્પતિકાયિક સંયમ, (૬) બેઈન્દ્રિય સંયમ, (૭) તેઈન્દ્રિય સંયમ, (૮) ચઉરિન્દ્રિય સંયમ, (૯) પંચેન્દ્રિય સંયમ (આ સર્વ જીવોની કિલામણા, પરિતાપના વગેરેથી બચવું તે સંયમ.)
भाष्यम्- प्रेक्ष्यसंयम: उपेक्ष्यसंयम: उपहत्यसंयम: प्रमृज्यसंयम: कायसंयमः वाक्संयम: मनःसंयमः उपकरणसंयम इति संयमो धर्मः ॥६॥ અર્થ- (૧૦) પ્રેશ્યસંયમ (ઈ, તપાસી-પ્રતિલેખના કરીને ક્રિયા કરવી તે.) (૧૧) ઉપેક્ષાસંયમ (સાધુએ
સ્વક્રિયામાં દચિત્ત રહેવું અને શ્રાવકોએ સાવદ્યકાર્યમાં ઉદાસીન રહેવું તે.) (૧૨) અપહત્યસંયમ. (બીન જરૂરી અને ચારિત્રને લાભ ન કરનાર વસ્ત્રપાત્ર વગેરેનો ત્યાગ તે.) (૧૩) પ્રમૂજ્ય સંયમ (દરેક પ્રવૃતિમાં પ્રમાર્જન વિધિ-સાચવવી) (૧૪) કાયસંયમ (દોડવા વગેરેનો ત્યાગ, શુભક્રિયામાં વૃતિ તે.) (૧૫) વાફસંયમ (હિંસા તથા નિન્ધવચનો વગેરેનો ત્યાગ અને શુભભાષામાં પ્રવૃત્તિ તે.) (૧૬) મન:સંયમ (અભિમાન, ઈર્ષાદિનો ત્યાગ અને ધર્મ-ધ્યાનમાં પ્રવૃત્તિ તે.) (૧૭) ઉપકરણસંયમ (કાળની અપેક્ષાએ અછવપદાર્થરૂપે રત્નત્રયીના ઉપકરણ સમ્બન્ધિ સંયમ તે.) આ (સત્તર) સંયમ ધર્મ છે. દા.
भाष्यम्- तपो द्विविधं, तत्परस्ताद्वक्ष्यते, प्रकीर्णकं चेदमनेकविधम् । અર્થ- તપધર્મ બે પ્રકારે છે. તે આગળ (અ. ૯- સૂ, ૧૯- ૨૦ માં) કહેવાશે. છૂટા છૂટા તો તપના અનેક ભેદો થાય છે.
भाष्यम्- तद्यथा-यववज्रमध्ये चन्द्रप्रतिमेद्वे, कनकरत्नमुक्तावल्यस्तिस्रः, सिंहविक्रीडिते द्वे सप्तसप्तमिकाद्यः प्रतिमाश्चतस्रः, भद्रोत्तरमाचाम्लवर्धमानं सर्वतोभद्रमित्येवमादि, तथा द्वादश भिक्षुप्रतिमा:मासिक्याद्या: आ सप्तमासिक्य: सप्त, सप्तचतुर्दशैकविंशति रात्रिक्य: तिस्त्र: आहोरात्रिकी रात्रिकी चेति ॥७॥ અર્થ- તે આ રીતે, (૧) યવમધ્ય ચન્દ્રપ્રતિમા, (૨) વજમધ્ય ચન્દ્રપ્રતિમા, (૩) કનકાવલી, (૪) રત્નાવલી, (૫) મુફતાવલી, (૬-૭) (શુલ્લક સિંહ-વિક્રીડિત, મહા સિંહવિક્રીડિત એમ) બે સિંહવિક્રીડિત, (૮) સસસસમિકાપ્રતિમા, (૯) અષ્ટઅષ્ટમિકા પ્રતિમા, (૧૦) નવનામિકાપ્રતિમા, (૧૧) દશદશમિકાપ્રતિમા, (૧૨) ભદ્રોત્તર, (૧૩) આચામ્યવર્ધમાન, (૧૪) સર્વતોભદ્ર, (૧૫) મહાસર્વતોભદ્ર, (૧૬) થી (૨૭) બારભિક્ષુપ્રતિમા જેમાં ૧ માસથી માંડીને છ માસ સુધીની ૧ થી ૭ પ્રતિમા (૮ મી) સાતરાતની, (૯ મી) ચૌદરાતની (૧૦ મી) એકવીસ રાતની (૧૧ મી) અહોરાત્રીની અને (૧રમી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org