________________
સવ-૬
સભાખ્ય-ભાષાંતર
૨૧૧
भाष्यम्- भावशुद्धिनिष्कल्मषता। धर्मसाधनमात्रास्वपि अनभिष्वङ्ग इत्यर्थः। अशुचिर्हि भावकल्मष संयुक्त इहामुत्र चाशुभफलमकुशलं कर्मोपचिनोति, उपदिश्यमानमपि च श्रेयो न प्रतिपद्यते । तस्माच्छौचं धर्म इति ॥४॥ અર્થ- ભાવવિશુદ્ધિ એટલે નિર્મલતા. ધર્મસાઘન (ઉપકરણ)માં પણ મૂચ્છરહિતપણું. એમ અર્થ જાણવો. ભાવની મલિનતાથી યુફત અશુચિ (એટલે કે લોભી આ ભવ અને પરભવમાં અશુભફળવાળા પાપકર્મોનો સંચય કરનાર છે. ઉપદેશ દેવા છતા પણ કલ્યાણમાર્ગને સ્વીકારી શકતો નથી. માટે શૌચધર્મ છે.કા
भाष्यम्- सत्यर्थे भवं वचः सत्यं, सद्भ्यो वा हितं सत्यं, तद् अननृतमपरुषमपिशुनमनसभ्यमचपलमनाविलमविरलमसंभ्रान्तं मधुरमभिजातमसंदिग्धंस्फुटमौदार्ययुक्तमग्राम्यपदार्थाभिव्याहारमसीभरमरागद्वेषयुक्तं। અર્થ- વિદ્યમાન વસ્તુને આધારે થયેલું વચન તે સત્ય. અથવા સજજનોને હિતકારી વચન તે સત્યવચન. અર્થાત્ તે જૂઠનથી. વળી તે સત્યવચન-અપરુષ (કઠોરતાદિરહિત તથા વિનીતો તરફ માધ્યસ્થ-ભાવાદિ સહિત તે.), અપિશુન (ચાડી-ચુગલી રહિત.), અનસભ્ય (સભ્યતા યુકત), અચપલ (વિચાર્યા વિના ન બોલે), અનાવિલ (કષાયના આવેશ વિનાનું વચન), અવિરલ (કંટાળો ન આવે એવી શ્રોતાને પ્રિયવાણી), અસંભ્રાન્ત (ખૂબ જલ્દી ન બોલવું-સાંભળતા તકલીફ ન થાય તેવું વચન), મધુર (કર્ણપ્રિયવાણી), અભિજાત (વિનયપૂર્વક વચન), અસંદિગ્ધ (શંકા-આકાંક્ષા રહિત વચન), સ્કુટ (ચોકસ-નિશ્ચિત અર્થ સમજાય તેવું વચન), ઔદાર્યયુકત (ઉદ્ધતાઈ વિનાનું, ઉચા પ્રકારનું વચન) અગ્રામ્ય પદાથભિવ્યાહાર (વિદ્વાનોના મનને આનંદ આવે તેવું-ગામડિયા ભાષા રહિતનું વચન), અસીભર (નિંદા અને કંટાળાવગરનું વચન), અરાગદ્વેષ યુફત (રાગદ્વેષ વિનાનું વચન તે.) હોય છે. (વળી, તે વચનો કેવા હોય છે તે કહે છે...)
भाष्यम्- सूत्रमार्गानुसारप्रवृत्तार्थमर्थ्यमर्थिजनभावग्रहणसमर्थमात्मपरार्थानुग्राहकं निरुपधं देशकालोपपन्नमनवद्यमर्हच्छासनप्रशस्तं यतं मितं याचनं प्रच्छनं प्रश्नव्याकरणमिति सत्य धर्मः ॥५॥ અર્થ- (દ્વાદશાંગી આદિ) સૂત્રોના ઉત્સર્ગ–અપવાદરૂપ) માર્ગને અનુસરનારૂ વચન, અર્થ્ય (અર્થથી ભરેલું), અર્થિજન ભાવ ગ્રહણ સમર્થ (શ્રોતા હદયના ભાવમાં અસરકારક એવું આકર્ષણ રૂપ વચન), આત્મપરાર્થોનુગ્રાહક (સ્વ-પરને અનુગ્રહકારક વચન), નિરૂપધ (માયરહિત વચન), દેશકાલોપ પન્ન દશકાળને ઉચિતવચન), અઈચ્છાસન પ્રશસ્ત (અરિહંત શાસનને યોગ્ય પ્રશસ્ત વચન), યત (જયણાવાળું વચન), મિત (અલ્પ, લાંબુલાંબુ નહિ. તેવા વચન), યાચના (અવગ્રહાદિકની વારંવાર યાચનામાં ને શરમાવવારૂપ), પૃચ્છના (શંકાવગેરે પૂછવારૂપ વચન), પ્રશ્નવ્યાકરણ (પ્રશ્નના ઉચિત જવાબરૂપ વચન) (આ રીતના સાધુને ત્રણ પ્રકારે વચનનો ઉપયોગ તે સત્યવચન ગણાય.) તે સત્ય ધર્મ પા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org