________________
સૂત્ર-૬
અર્થ- ક્રોધના દોષની વિચારણા કરવાથી (પણ) ક્ષમા દાખવવી, ક્રુદ્ધ આત્માને દ્વેષ, અનાદર, યાદશકિતનો નાશ, વ્રતનો નાશ વગેરે થાય છે. વળી બીજું,...
સભાષ્ય-ભાષાંતર
भाष्यम्- बालस्वभावचिन्तनाच्च परोक्षप्रत्यक्षाक्रोशताडनमारणधर्मभ्रंशानामुत्तरोत्तररक्षार्थं, बाल ि मूढमाह, परोक्षमाक्रोशति बाले क्षमितव्यमेव, एवंस्वभावा हि बाला भवन्ति, दिष्ट्या च मां परोक्ष माक्रोशति न प्रत्यक्षमिति लाभएवमन्तव्याः । प्रत्यक्षमप्याक्रोशति बाले क्षमितव्यं, विद्यत एवैतद्वालेषु, दिष्ट्या च मां प्रत्यक्षमाक्रोशति, न ताडयति, एतदप्यस्ति बालेष्विति लाभ एव मन्तव्यः, ताडयत् बाले क्षमितव्यम्, एवंस्वभावा हि बाला भवन्ति, दिष्ट्या च मां ताडयति, न प्राणैर्वियोजयतीति, एतदपि विद्यते बालेविति, प्राणैर्वियोजयत्यपि बाले क्षमितव्यं, दिष्ट्या च मां प्राणैर्वियोजयति, न धर्माद् भ्रंशयतीति क्षमितव्यम्, एतदपि विद्यते बालेष्विति लाभ एव मन्तव्यः । किंचान्यत्અર્થ- અને બાળસ્વભાવ (અજ્ઞાન સ્વભાવ) ચિન્તવવાથી તેમજ પરોક્ષ આક્રોશ (બીજા સામે પોતાના આક્ષેપો), પ્રત્યાક્રોશ (પોતાની સામે પોતાના આક્ષેપો), તાડન, મારણ, ધર્મભ્રષ્ટ (નાશ) નું ઉત્તરોત્તર રક્ષણ માટે ક્ષમા રાખવી જોઈએ. ‘બાલ’ એ પ્રમાણે મૂઢ (અજ્ઞાન) ને કહે છે. પરોક્ષઆક્રોશ કરે છતે બાલ(મૂદ્ર) ઉપર ક્ષમા દાખવવી જ જોઈએ. અહીં એમ વિચારવું કે ‘મૂઢ આવા ભાવવાળો જ હોય છે. ભાગ્યયોગે બીજા સામે મારીઉપર આક્ષેપો કરે છે (અર્થાત્ મારી નિંદા કરે છે) પરંતુ પ્રત્યક્ષ (મારી સામે) તો નથી કરતો ને..’ એ પ્રમાણે લાભ જ વિચારવા યોગ્ય છે. પ્રત્યક્ષ આક્રોશ કરે છતે પણ મૂઢ આત્મા ઉપર ક્ષમા દાખવવી. (આ રીતે) અજ્ઞાનીઓમાં આવું જ હોય છે. ભાગ્યયોગે મારી સામે આક્રોશ (જ) કરે છે. પરંતુ મારતો (પીટતો)તો નથીને... આવું પણ અજ્ઞાનીઓમાં હોય છે' માટે લાભ જ માનવો. મારતા એવા મૂઢ આત્મા ઉપરપણ ક્ષમા દાખવવી. ‘આવા સ્વભાવવાળા જ અજ્ઞાનીઓ હોય છે. ભાગ્યયોગે મને (માત્ર) મારે જ છે..પરંતુ પ્રાણનો નાશ તો નથી કરતો ને આવું પણ અજ્ઞાનીઓમાં હોય છે. પ્રાણનાશ કરનાર અજ્ઞાની ઉપર પણ ક્ષમા દાખવવી. ‘ભાગ્યયોગે મારા પ્રાણોનો જ નાશ કરે છે ને... પરંતુ મને ધર્મથી તો ભ્રષ્ટ (નાશ) નથી કરતો ને...’ એ પ્રમાણે વિચારી ક્ષમા દાખવવી. આવું પણ મૂઢ આત્મામાં હોય છે. જેથી લાભ જ માનવો (તેથી ક્રોધ ન થાય). વળી બીજું,...
i
૨૦૯
भाष्यम्- स्वकृतकर्मफलाभ्यागमाच्च, स्वकृतकर्मफलाभ्यागमोऽयं मम, निमित्तमात्रं पर इत क्षमितव्यं। किंचान्यत्
Jain Education International
અર્થ- પોતાના વડે કરાયેલા કર્મનું ફળ આવવાથી (આ મારે છે એમ માની ક્ષમા-દાખવવી) એટલે પોતે કરેલા કર્મફળના ઉદયરૂપ આ મારે (આક્રોશ વગેરે કરે) છે. બીજો તો નિમિત્તમાત્ર જ છે. (કર્મ જ મુખ્ય છે.) એમ માની ક્ષમા દાખવવી... વળી બીજું...
For Personal & Private Use Only
www.jainelibrary.org