________________
૨૦૮
તત્વાર્થાધિગમ સૂર
અધ્યાય - ૯
અર્થ- (પૃથ્વીકાયાદિ) સ્થાવર તેમજ ત્રસકાયજીવોથી રહિત ભૂમિ જે-તપાસી (પ્રમાજી) માતુ, ઠલ્લો વગેરે પરઠવવું- તે ઉત્સર્ગ સમિતિ (અર્થાત્ પારિષ્ઠાપનિકા સમિતિ.) પા.
સૂર- ૩૧: T-માર્યવા-ડાવ-શર-સત્ય-સંયમ-તપસ્યા -ડવિચ
દ્રારા ૧-દા અર્થ- ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય આ દશ ઉત્તમ ધર્મ છે. (સાધુ ધર્મ છે.).
भाष्यम्- इत्येष दशविधोऽनगारधर्मः उत्तमगुणप्रकर्षयुक्तो भवति । અર્થ- આ દશપ્રકારનો યતિધર્મ ઉત્તમગુણની વૃદ્ધિયુક્ત હોય છે.
भाष्यम्- तत्र क्षमा तितिक्षा सहिष्णुत्वं कोध्रनिग्रह इत्यनर्थान्तरम् । અર્થ- તેમાં-ક્ષમા, તિતિક્ષા, સહિષ્ણપણું, કોનિગ્રહ એ એકાર્યવાચી છે.
भाष्यम्- तत्कथं क्षमितव्यमिति चेदुच्यते, क्रोधनिमित्तस्यात्मनि भावाभावचिन्तनात् । અર્થ- “તે ક્ષમા કેવી રીતે રાખી શકાય.' ? એમ પૂછતાં હો..તો...! ક્રોધના નિમિત્તનું આત્મામાં વિદ્યમાનપણું છે કે નહિ ? તે વિચારવાથી (ક્ષમા રખાય.)
भाष्यम्- परैः प्रयुक्तस्य क्रोधनिमित्तस्यात्मनि भावचिन्तनादभावचिन्तनाच्च क्षमितव्यं, भावचिन्तनात् तावद् विद्यन्ते मय्येते दोषाः, किमत्रासौ मिथ्या ब्रवीति क्षमितव्यम्, अभावचिन्तनादपि क्षमितव्यं, नैते विद्यन्ते मयि दोषा यानज्ञानादसौ ब्रवीतीति क्षमितव्यं, किंचान्यत्અર્થ- (અથવા) બીજાઓ વડે પ્રયોજાયેલ કોધના નિમિત્તોનું આત્મામાં વિદ્યમાનપણું છે.” એમ વિચારવાથી અને ‘નથી' એમ વિચારવાથી ક્ષમા રાખી શકાય છે. (તે આ રીતે) “વિદ્યમાનપણું છે' એમ વિચારવાથી તે દોષો મારામાં વિદ્યમાન છે... તો તેમાં આ શું જૂઠું બોલે છે. (અર્થાત-જૂહું નથી બોલતો-સાચું જ કહે છે.)' એમ વિચારી ક્ષમા રાખવી જોઈએ. ‘વિદ્યમાન પણું ન હોય' એમ વિચારવાદ્વારા પણ ક્ષમા રાખવી જોઈએ. (તે આ રીતે) જે દોષો મારામાં નથી, તે (દોષો) ને તે અજ્ઞાનથી (મારામાં) છે. એમ આ બોલે છે. તે રીતે ક્ષમા દાખવવી. વળી બીજું...
भाष्यम्- क्रोधदोषचिन्तनाच्च क्षमितव्यम्, क्रुद्धस्य हि विद्वेषासादनस्मृतिभ्रंशव्रतलोपादयो दोषा भवन्तीति, किञ्चान्यत्
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org