________________
સભાગ-ભાષાંતર
૨૦૫
શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમ:
શ્રી તત્ત્વાર્થ સૂત્ર – સભાષ્ય ભાષાંતર.
નવમો અધ્યાય - નવમો અધ્યાય
પાણીની ટાંકી સાફ કરવાની તીવ્ર તમન્ના હોય. તે માટે નીચેનો નળ ખૂલ્લો પણ કરી દેવામાં આવે.. કેમકે, ટાંકી ખાલી ન થાય તો વ્યવસ્થિત સાફ ન થઈ શકે. એક તરફ ટાંકી ખાલી કરવા નીચેનો નળ ખૂલ્લો મૂકી દીઘો છે. અને બીજી તરફ. જ્યાંથી પાણી ટાંકીમાં પ્રવેશતું હોય તેવો ઉપરનો નળ.. જે બંધ કરવો રહી જાય. કે ઉપરનો નળ બંધ ન કરે તો ...!! ટાંકી ક્યારે ય ખાલી થાય...? ના... કયારે ય નહિ. કેમકે, જેમ નીચેથી પાણીનું નિર્ગમન ચાલું છે. તેમ ઉપરથી આગમન પણ ચાલુ જ છે. જેથી ટાંકીમાં પાણી તો અવશ્ય રહેવાનું જ... પણ ખાલી થવાની નહિ. તે પ્રમાણે. એક તરફ આથવરૂપે કર્મ આવ્યા જ કરે... અને બીજી તરફ ઉદયરૂપે ભોગવાતા જ જાય... તો કયારે ય આત્મા સકલકર્મથી મુફત બની શકે ખરો. ? ના... ઉદય ચાલું છે તે યોગ્ય છે... પરંતુ આશ્રવ તો અટકાવવો જ પડે... તો જ ઉદય વગેરે દ્વારા કર્મક્ષય કરી આત્મા મુફત બની શકે. માટે મુક્ત થવા માટે અટકાવવાની ક્રિયા એ મુખ્ય છે. બસ, અહીં ગ્રન્થકારથી આ અધ્યાયમાં અટકાવવાની ક્રિયાને પમાં તત્વ તરીકે “સંવર' નામ આપી વર્ણન કરે છે.
સૂત્રમ્- મwવનિ: સંવ૬:૨-શા અર્થ- આથવનો નિરોધ (અટકાવ) તે સંવર.
भाष्यम्- उक्तो बन्धः, संवरं वक्ष्यामः । અર્થ- બંધ કહ્યો હવે સંવર કહીશું...
भाष्यम्- यथोक्तस्य काययोगादेर्द्विचत्वारिंशद्विधस्याश्रवस्य निरोध: संवरः ॥१॥ અર્થ- યથોત કાયયોગાદિ બેંતાલીસ પ્રકારવાળા આશ્રવની (અ. ૬- સૂ. ૬- “અવ્રતકષાયેન્દ્રિય.” ના ૩૯ + ૩ = ૪૨) નિરોધ તે સંવર કહેવાય. /૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org