________________
૨૦૪
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૮
અર્થ- પરંતુ-સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા પ્રદેશો બન્ધાતા નથી. (પ્રશ્ન) શા માટે ? (જ્વાબ) પ્રદેશોનું (વર્ગણાનું) અગ્રહણયોગ્ય પણું હોવાથી. આ પ્રદેશ બન્ધ (કહ્યો) છે. રપા અને આ બધા આઠ પ્રકારે પુણ્ય અને પાપરૂપ કર્મ છે. તેમાં...
સૂર- ઈ-
સ ત્વ-હાસ્ય-તિ-પુરુષવે-ગુમાપુ--જોત્રાણિ પુષમાટ-રદા. અર્થ- શતાવેદનીય, સમ્યકત્વ, હાસ્ય, રતિ, પુરૂષદ, શુભઆયુષ્ય, શુભનામ, શુભગોત્ર એ પુણ્યકર્મ . કહેવાય.
भाष्यम्- सद्वेद्यं भूतव्रत्यनुकम्पादिहेतुकम् सम्यक्त्ववेदनीयं केवलिश्रुतादीनां वर्णवादादिहेतुकं हास्यवेदनीयं रतिवेदनीयं पुरुषवेदनीयं शुभमायुष्कं-मानुषं दैवं च, शुभनाम गतिनामादीनां, शुभं गोत्रं, उच्चैर्गोत्रमित्यर्थः, इत्येतदष्टविधं कर्म पुण्यम्, अतोऽन्यत् पापम् ॥२६॥ અર્થ- (૧) પ્રાણીઓ અને વૃતિઓ ઉપર વિશિષ્ટ અનકમ્પાથી ઉત્પન્ન થનાર શાતા વેદનીય, (૨) કેવલિ-શ્રુતજ્ઞાન વગેરેની પ્રશંસાદિથી થનારું સમ્યકત્વ વેદનીય, (૩) હાસ્યવેદનીય, (૪) રતિવેદનીય, (૫) પુરુષવેદનીય, (૬) મનુષ્ય અને દેવરૂપ શુભઆયુષ્ય, (૭) શુભનામ એટલે શુભગતિનામાદિ, (૮) શુભગોત્ર એટલે ઉચ્ચગોત્ર એમ સમજવું. આ આઠ પ્રકારનું કર્મ પુણ્ય કહેવાય છે. તે સિવાયના પાપકર્મ જાણવા. //રા.
૪ ઉપસંહાર *
કર્મનો આથવ થતાની સાથે જ કર્મનો બંધ થઈ જાય છે. અને કર્મનો બંધ થયા પછી મુકિતને ઝંખતા આત્માએ કોઈ પણ ઉપાયે તેને છોડે જ છૂટકો. કેમકે, નહિતર ત્યાં સુધી મુકિત થાય નહિ. જેમ, ખાડામાં રહેલા કાદવમાં પગ નાંખતાં જ કાદવ ચોંટે છે. અને તે કાદવને છોડે જ છૂટકો. તેમ રાત્રી ભોજનાદિરૂપ ખાડામાં રહેલા નરકાદિરૂપ કાદવમાં ખૂચતાં જ નરકાદિકર્મરૂપ કાદવ આત્મા સાથે સંલગ્ન થાય છે. અને તેને છોડે જ છૂટકો. -આત્મા સાથે સંલગ્ન તે જ બંધ અને... તે બંધ ખતરનાક છે. કેમકે આથવનું કારણ છે.
તેથી કરીને વાચકવર્ય પૂ. ઉમાસ્વાતીજી ભગવંતે આ અધ્યાયમાં બંધના કારણો, બંધની વ્યાખ્યા, બંધના પ્રકાર તથા તેના ભેદ-પ્રભેદ, બંધ પામેલ કર્મોનો જઘન્યોત્કૃષ્ટ કાળ (સ્થિતિ), તેનો વિપાક, તેનું છૂટું પડવું, પ્રદેશ બન્ધની વિશેષ સમજણ તથા અંતે પુણ્ય-પાપ બંધના પ્રકારો જણાવી આ અધ્યાય પૂરો કર્યો છે.
* કુલ સૂત્રો- ૨૬૨ + ૬ = ૨૮૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org