________________
સૂત્ર-૨૫
સભાખ્ય-ભાષાંતર
૨૦૩
भाष्यम्- नामप्रत्ययाः पुद्गला बध्यन्ते, नाम प्रत्यय एषां ते इमे नामप्रत्ययाः, नामनिमित्ता नामहेतुका नामकारणा इत्यर्थः । અર્થ- નામના કારણભૂત પુદ્ગલો બંધાય છે. નામ (કર્મ) કારણ છે જેનું તે આ નામકરણો. એટલે કે નામનિમિત્તવાળા, નામહેતુવાળા, નામ કારણોવાળા તેવો અર્થ જાણવો.
भाष्यम्- सर्वतस्तिर्यगूर्ध्वमधश्च बध्यन्ते, योगविशेषात् कायवामनःकर्मयोगविशेषाच्च बध्यन्ते । અર્થ- સર્વત-તીર્જી (આઠેય દિશા તરફથી), ઉપરથી, નીચેથી એમ (સર્વબાજૂથી) પુદ્ગલો (આત્મા સાથે) બન્ધાય છે. યોગવિશેષથી એટલે કાયા-વાણી અને મનની ક્રિયાવિશેષથી (પુદ્ગલો આત્મા સાથે) બંધાય છે.
भाष्यम्- सूक्ष्मा बध्यन्ते, न बादराः ।। અર્થ- સૂક્ષ્મ (પુદ્ગલસ્કંધ આત્મા સાથે ) બન્ધાય છે, (પરંતુ) બાદર (સ્કન્ધો નહિ.
भाष्यम्- एकक्षेत्रावगाढा बध्यन्ते, न क्षेत्रान्तरावगाढाः । અર્થ-એક ક્ષેત્રમાં રહેલા (પુદ્ગલસ્કંધો) બન્ધાય છે, (પરતુ) બીજા ક્ષેત્રમાં રહેલા (પુદ્ગલસ્કંધો) નહિ. (એટલે જે ક્ષેત્રમાં આત્મા રહેલો હોય તે ક્ષેત્રમાં રહેલ પુદ્ગલવર્ગણા જ ગ્રહણ કરે, તેનાથી દૂર રહેલા અર્થાત્ બીજા ક્ષેત્રમાં રહેલા પુદ્ગલો ગ્રહણ ન કરે.)
भाष्यम्- स्थिताश्चबध्यन्ते, न गति समापन्नाः । અર્થ- સ્થિતિશીલ (પુદગલો) બન્ધાય છે, (પણ) ગતિપ્રાસ પુગલો નહિ.
भाष्यम्- सर्वात्मप्रदेशेषु-सर्व प्रकृति पुद्गला: सर्वात्मप्रदेशेषु बध्यन्ते, एकैको ह्यात्मप्रदेशोऽनन्तैः कर्मप्रदेशैर्बद्धः । અર્થ- સર્વાત્મપ્રદેશમાં સર્વપ્રકૃતિ(કર્મ)નાં પુગલો સર્વાત્મપ્રદેશમાં બન્ધાય છે. એક-એક આત્મપ્રદેશ અનન્તકર્મપ્રદેશોવડે બન્ધાયેલ છે.
भाष्यम्- अनन्तप्रदेशाः कर्मग्रहणयोग्याः पुद्गला बध्यन्ते । અર્થ- અનન્તાનન્તપ્રદેશી કર્યગ્રહણ યોગ્ય પુદ્ગલો બંધાય છે.
भाष्यम्- न सङ्ख्येयाङ्ख्येयानन्तप्रदेशाः, कुतः ?, अग्रहणयोग्यत्वात्प्रदेशानामिति, एष प्रदेशबन्धो भवति ॥२५।। सर्वचैतदष्टविधं कर्म पुण्यं पापं च, तत्र૧. નામ એટલે કર્મ સમજવું. ૨. અહીં સૂક્ષ્મસ્કંધ અપેક્ષિત જાણવું. અનન્તાનન્ત પ્રદેશોનો સૂક્ષ્મરૂંધ ગ્રહણયોગ્ય નથી પણ બની શકતો.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org