________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
ઉત્તરપ્રકૃતિમાં થાય છે. પરંતુ મૂળપ્રકૃતિમાં સંક્રમ થતો જ નથી. (કેમકે) બન્ધનનાં નિમિત્તો અને વિપાકના નિમિત્તો ભિન્નભિન્ન જાતનાં છે. (જેમકે, જ્ઞાનાવરણીયના બંધનિમિત્તો ‘તારો - નિહ્નવમાત્સર્યું છે. અને વેદનીયના બંધનિમિત્તો ‘તુલશો તાપા...’ છે. આ રીતે બંધનિમિત્તો જુદા- તેમ વિપાક નિમિત્તો પણ જુદા. જ્ઞાનાવરણીયના ઉદયે જ્ઞાન જ અવરાશે– પણ જ્ઞાનાવરણીયના પુદ્ગલો દર્શનગુણને નહિ આવરે એટલે બંધ અને વિપાક બંનેમાં જુદાપણું છે.) (ઉત્તરપ્રકૃતિમાં પણ જે સંક્રમ નથી પામતી તે હવે દર્શાવે છે.) ઉત્તરપ્રકૃતિમાં પણ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો (પરસ્પર) સંક્રમ નથી. તથા (ચારે ય) આયુષ્યનો (પરસ્પર) સંક્રમ થતો નથી (તેનું કારણ એ કે) જાત્યન્તર અનુબન્ધના નિમિત્ત અને વિપાકનિમિત્તમાં અન્ય જાતીયપણું (ભિન્નપણું) હોવાથી. અપવર્તન તો સર્વપ્રકૃતિનું થાય છે તે આયુષ્યદ્વારા (અ. ૨ - સૂ. પર માં) કહેવાયું છે. ૨૨ા
૨૦૨
સૂત્રમ્− સ યોનામ II૮-૨૫
અર્થ- તે વિપાક કર્મના નામને અનુસારે ભોગવાય છે.
भाष्यम् - सोऽनुभावो गतिनामादीनां यथा नाम तथा विपच्यते ॥२३॥
અર્થ- ગતિનામકર્મ વગેરેનો તે અનુભાવ(વિપાક) જેવું કર્મનું નામ તે રીતે ઉદયમાં આવે છે. IIરા
સૂત્રમ્- તતનિનંગ ।।૮-૨૪૫
અર્થ- તે (વિપાક) થી કર્મનિર્જરા થાય છે ‘=’ શબ્દથી ‘બીજાકારણથી પણ' એમ સમજવું.
અધ્યાય - ૪
भाष्यम्- ततश्च- अनुभावात्कर्मनिर्जरा भवतीति, निर्जरा क्षयो वेदनेत्यर्थः, अत्र चशब्दो हेत्वन्तरमपेक्षते, तपसा निर्जरा चेति वक्ष्यते ||२४||
અર્થ- તેથી એટલે અનુભાવથી કર્મનિર્જરા થાય છે. નિર્જરા, ક્ષય, વેદન એ એકાર્થવાચી છે. અહીં ‘ચ’ શબ્દ બીજા કારણની અપેક્ષા રાખે છે. ‘તે’ તપસા નિબંર ચ' (અ. ૯. સૂ. ૩ ) માં કહેવાશે.॥૨૪॥
भाष्यम् - उक्तोऽनुभावबन्धः, प्रदेशबन्धं वक्ष्यामः
અર્થ- અનુભાવબંધ કહ્યો, હવે પ્રદેશબન્ધ કહીશું.
सूत्रम्- नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेषु અનન્તાનન્તપ્રવેશઃ II૮-રા
Jain Education International
અર્થ- નામનિમિત્તક (એટલે કારણભૂત સ્કંધ), સર્વ (આત્મપ્રદેશ) તરફ્થી, યોગવિશેષથી, સૂક્ષ્મ (સ્કંધ), એક ક્ષેત્રમાં રહેલા, સ્થિર સ્વભાવવાળા, સર્વ આત્મપ્રદેશોમાં, (અને) અનન્તાનન્ત પ્રદેશોવાળા સ્કંધો આત્મા સાથે બન્ધાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org