________________
૧૯૬
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૮
નિર્માણના કર્મ.
भाष्यम्- सत्यां प्राप्तौ निर्मितानामपि शरीराणां बन्धकं बन्धननाम । અર્થ- (શરીરનામકર્મના ઉદયથી પુદ્ગલો) પ્રાપ્ત થયે છતે રચના કરાયેલ શરીરોને બાંધનારૂ (અવિયુકત, અભિન્ન રાખનાર) તે બંધનનામ કર્મ છે.
भाष्यम्- अन्यथा हि वालुकापुरुषवदबद्धानि शरीराणि स्युरिति । અર્થ- નહીંતર (જે તે ન હોય તો) રેતના પુરુષની માફક (ભિન્ન-ભિન્ન) વિયુકત થઈ જાય.
भाष्यम्- बद्धानामपि च संघातविशेषजनकं प्रचयविशेषात् संघातनाम दारुमृत्पिण्डायः संघातवत्। અર્થ- બંધાયેલ એવા પણ પુગલોને વિશિષ્ટ રચનાથી સમુહવિશેષને ઉત્પન્ન કરનાર સંઘાતનામ કર્મ છે. કાપિંડ, માટીપિંડ અને લોહપિંડની જેમ (સંઘાત-કહેવાય.)
भाष्यम्- संस्थाननाम षड्विधं, तद्यथा-समचतुरस्रनाम न्यग्रोधपरिमण्डलनाम सादिनाम कुब्जनाम वामननाम हुण्डनामेति । અર્થ- સંસ્થાનનામકર્મ છ પ્રકારે છે. તે આ રીતે- (૧) સમચતુરગ્ન સંસ્થાનનામ, (૨) ન્યોધપરિમણ્ડલ, (૩) સાદિસંસ્થાન નામ, (૪) કુન્જ સંસ્થાનનામ, (૫) વામન સંસ્થાનનામ અને (૬) હુંડક સંસ્થાનનામ,
भाष्यम्- संहनननामषड्विधं, तद्यथा-वज्रर्षभनाराचनाम अर्धवज्रर्षभनाराचनाम नाराचनाम अर्धनाराचनाम कीलिकानाम सृपाटिकानामेति। અર્થ- સંઘયણનામકર્મ છ પ્રકારે છે. તે આ રીતે. (૧) વજઋષભનારા, સંઘયણનામ, (૨) અર્ધવજઋષભનારાચં સંઘયણનામ, (૩) નારાચ સંઘયણનામ, (૪) અર્ધનારા સંઘયણનામ, (૫) કીલિકા સંઘયણનામ, (૬) રુપાટિકા (છેવટ્ટ) સંઘયણનામ,
भाष्यम्- स्पर्शनामाष्टविधं कठिननामादि । रसनामानेकविधं तिक्तनामादि । गन्धनामानेकविधं सुरभिगन्धनामादि । वर्णनामानेकविधं कालनामादि । અર્થ- સ્પર્શનામકર્મ આઠ પ્રકારે છે- કઠિન (કર્કશ) નામાદિ (કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, સ્નિગ્ધ, રૂક્ષ, શીત, ઉષ્ણ) રસનામકર્મ અનેક પ્રકારે છે- તીખો આદિ (તીખો, કડવો, ખાટો, તુરો, મીઠો, ખારો) ગંધનામ બે પ્રકારે છે- સુરભિગંધાદિ (સુરભિગંધ, દુરભિગંધ). વર્ણનામ અનેક પ્રકારે છે- શ્યામ આદિ (શ્યામ (કાળો), ધોળો, લાલ, પીળો, સફેદ.).
૧. “ayયામાહે ભવસ્થાનું રતિ- માધ્યમમાં,...(grF. Wor) કર્મગ્રન્થમાં તો ‘(૨) ઋષભનારાચ' સંધયણ ફરમાવેલ છે. ૨. કેટલાક આચાર્યભગવંતો મીઠારસની અદંર ખારારસનો સમાવેશ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org