________________
સૂર-૧૨
સભાખ્ય-ભાષાંતર
૧૯૫
-અકાયિકજાતિનામ અનેક પ્રકારે છે. તે આ રીતે, ઘરોઘાસ ઉપર રહેલું બિંદુ, ઠાર, નીહાર, હિમ, ઘનપાણી (બરફ), શુદ્ધ પાણી આદિ તે અપકાયજાતિનામ જાણવા. -તૈજસૂકાયજાતિનામ અનેક પ્રકારે છે. તે આ રીતે. અંગારા, જ્વાળા, અલાતઅર્ચિ, મુર્મર (અગ્નિનાકણિયા), ચુતઅગ્નિ ઇત્યાદિ તેઉકાયજાતિનામો છે. -વાયુકાયિક જાતિના અનેક પ્રકારે છે. તે આ રીતે, ઉત્કલિક, મણ્ડલિક, ઝંઝાવાત, ઘન, સંવર્તક આદિ વાયુકાયજાતિનામો છે. -વનસ્પતિકાયિક જાતિનામો અનેક પ્રકારે છે. તે આ રીતે, કન્દ, મૂળ (મૂળીયા), સ્કન્ધ (થડ),
ત્વફ (છાલ), કાષ્ટ (શાખા), પત્ર (પાંદડા), પ્રવાળ (મંજરી), પુષ્પ, ફળ, ગુલ્મ, ગુચ્છ, લતા, વલ્લી, તૃણ, પર્વ (ગાંઠ), કાયસેવાળ, પનક, વલક, કુહન ઈત્યાદિ વનસ્પતિકાય જાતિનામો છે. એ પ્રમાણે બેઈન્દ્રિય જાતિનામ અનેક પ્રકારે છે. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય જાતિનામો પણ અનેક પ્રકારે છે.
भाष्यम्- शरीरनाम पञ्चविधम्, तद्यथा-औदारिकशरीरनाम वैक्रियशरीरनाम आहारकशरीरनाम तैजसशरीरनाम कार्मणशरीरनामेति । અર્થ- શરીરનામકર્મ પાંચ પ્રકારે છે. તે આ રીતે, (૧) ઔદારિકશરીરનામકર્મ, (૨) વૈક્રિયશરીરનામકર્મ, (૩) આહારકશરીરનામકર્મ, (૪) તૈજસશરીરનામકર્મ અને (૫) કામણ શરીરનામકર્મ.
भाष्यम्- अङ्गोपाङ्गनाम त्रिविधं, तद्यथा- औदारिकाङ्गोपाङ्गनाम वैक्रियशरीराङ्गोपाङ्गनाम आहारकशरीराङ्गोपाङ्ग, पुनरेकैकमनेकविधं, तद्यथा-अङ्गनाम तावत् शिरोनाम उरोनाम पृष्ठनाम बाहुनाम उदरनाम पादनाम, उपाङ्गनामानेकविधं, तद्यथा-स्पर्शननाम रसनानाम घ्राणनाम चक्षुर्नाम श्रोत्रनाम, तथा मस्तिष्ककपालकृकाटिकाशङ्खललाटतालुकपोलहनुचिबुकदशनौष्ठभूनयनकर्णनासाधुपाङ्गनामानि शिरसः, एवं सर्वेषामङ्गानामुपाङ्गानां नामानि । અર્થ- અંગોપાંગના ત્રણ પ્રકારે છે. તે આ રીતે, (૧) દારિકસંગોપાંગનામ, (૨) વૈકિયશરીરાંગોપાંગનામ અને (૩) આહારકશરીરાંગોપાંગ. વળી, એકેકના અનેક પ્રકારો છે. તે આ રીતે, અંગનામકર્મ- શિરનામ, ઉરો (છાતી) નામ, પીઠનામ, બાહુ (હાથ) નામ, ઉદર (પેટ) નામ, પાદ (પગ) નામ. ઉપાંગનામ અનેક પ્રકારે તે આ રીતે-સ્પર્શનામ, રસનાનામ, ઘાણનામ, ચક્ષુનામ, શ્રોત્રનામ તથા મસ્તિષ્કનામ તથા કપાળ, કૃકાટિકા, શંખ, લલાટ, તાળવું, કપોલ (ગાલ), દાઢી, હડપચી, દાંત, હોઠ, પાંપણ, આંખ, કાન, નાક આદિ શિરનાં ઉપાંગનામકર્મો છે. એ પ્રમાણે બધા અંગોના અને ઉપાંગોના નામો છે.
भाष्यम्- जातिलिङ्गाकृतिव्यवस्थानियामकं निर्माणनाम। અર્થ- એકેન્દ્રિયઆદિ જાતિમાં લિંગ અને આકૃતિની વ્યવસ્થાનું જે નિયમન (ગોઠવણ) કરે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org