SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સૂવ-૧૨ સભાખ્ય-ભાષાંતર भाष्यम्- गतावुत्पत्तुकामस्यान्तर्गतौ वर्तमानस्य तदभिमुखमानुपूर्व्या तत्प्रापणसमर्थमानुपूर्वीनामेति, निर्माणनिर्मितानां शरीराङ्गोपाङ्गानां विनिवेशक्रमनियामकमानुपूर्वीनामेत्यपरे। અર્થ- ગતિમાં ઉત્પન્ન થવાની ઈચ્છાવાળાને (પરભવમાં જતાં) તે ગતિની સન્મુખ અન્તર્ગતિમાં વર્તતા જીવને આકાશપ્રદેશની શ્રેણિને અનુસાર તે (સ્થાન) ને પ્રાપ્ત કરાવવામાં સમર્થ (જે કર્મ તે) આનુપૂર્વનામ કર્મ. “નિર્માણનામકર્મ વડે બનાવાયેલ શરીરના અંગો અને ઉપાંગોના રચના સ્થાનના કમનું નિયમન કરનાર કર્મ તે આનુપૂર્વી નામ' આવું કેટલાક આચાર્ય ભગવંતો કહે છે. भाष्यम्- अगुरुलघु परिणामनियामकमगुरुलघुनाम। અર્થ- અગુરુલઘુપરિણામ ગોઠવી આપનાર તે અગુરુલઘુનામ કર્મ. भाष्यम्- शरीराङ्गोपाङ्गोपघातकमुपघातनाम, स्वपराक्रमविजयाधुपघातजनकं वा।। અર્થ- શરીરના અંગો અને ઉપાંગોને ઉપઘાત કરનાર કર્મ તે ઉપઘાતનામકર્મ. અથવા પોતાના પરાક્રમ કે વિજય વગેરેનો નાશ કરનાર કર્મ તે ઉપઘાતનામ કર્મ. भाष्यम्- परत्रासप्रतिघातादिजनकं पराघातनाम । आतपसामर्थ्यजनकमातपनाम। प्रकाशसामर्थ्यजनकमुद्योतनाम । प्राणापानपुद्गलग्रहणसामर्थ्यजनकमुच्छ्वासनाम लब्धिशिक्षर्द्धिप्रत्ययस्याकाशगमनस्य जनकं विहायोगतिनाम। અર્થ- બીજાને ત્રાસ કરનારું અને (પ્રતિભા વગેરેનો) નાશ આદિ કરનારું કર્મ તે પરાઘાતનામકર્મ. તાપ ઉત્પન્ન કરવાની શકિત જે કર્મમાં છે તે આતપનામકર્મ. (જેમકે સૂર્યના રત્નોથી તડકો થાય છે. રત્નો સિવાય બીજાને આ કર્મ ઉદયમાં હોતું નથી.) (શીતલ) પ્રકાશના સામર્થ્યને ઉત્પન્ન કરનાર તે ઉદ્યોતનામ (જેમકે ચંદ્રમા, ખદ્યોત વગેરે). પ્રાણાપાન વર્ગણાના પુલોને ગ્રહણના સામર્થ્યને ઉત્પન્ન કરનાર તે ઉચ્છવાસનામકર્મ. (દેવતાદિની દેવપણા આદિની સાથે ઉત્પન્ન થયેલી જે) લબ્ધિ અને (તપથી યા સિદ્ધાંતનું અધ્યયન કરતાં) શિક્ષાથી જે ઋદ્ધિ-તે ઋદ્ધિના હેતભૂત આકાશ ગમનને કરનાર કર્મ તે વિહાયોગતિનામકર્મ. भाष्यम्- पृथक्शरीरनिर्वर्तकं प्रत्येकशरीरनाम, अनेकजीवसाधारणशरीरनिर्वर्तकं साधारणशरीरनाम, त्रसभावनिर्वर्तकं सनाम, स्थावरभावनिर्वर्तकं स्थावरनाम, सौभाग्यनिर्वर्तकं सुभगनाम, दौर्भाग्यनिर्वर्तकं दुर्भगनाम, सौस्वर्यनिर्वर्तकं सुस्वरनाम, दौःस्वर्यनिर्वर्तकं दुःस्वरनाम, शुभभावशोभामाङ्गल्यनिर्वर्तकं शुभनाम, तद्विपरीतनिर्वर्तकमशुभनाम, सूक्ष्मशरीरनिर्वर्तकं सूक्ष्मनाम, बादरशरीरनिर्वर्तकं बादरनाम। અર્થ- ભિન્ન ભિન્ન શરીરની (એટલે એક જીવને એક શરીરની) રચના કરનાર –તે પ્રત્યેક શરીરનામ. અનેક જીવ વચ્ચે એક શરીરની રચના કરનાર તે સાધારણ શરીરનામ. (બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy