SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ તાર્યાધિગમ સૂત્ર અધ્યાય - ૮ કહેવાયા. (જેમ પહેલું માન- [પત્થરના થાંભલા સમાન] તે અનંતાનુબંધી, મરણપર્યન્ત ન જવાવાળું-પરભવ-માં સાથે આવવાવાળું, નિરખુનયિ અને અપ્રત્ય-વિમર્શવાળું, નરકમાં લઈ જનારૂ તે પહેલું માન. તે રીતે શેષ પણ ક્રોધની જેમ જ જાણવા.) भाष्यम्- माया प्रणिधिरुपधिनिकृतिरावरणं वञ्चना दम्भः कूटमतिसन्धानमनार्जवमित्यनान्तरम्, तस्या मायायास्तीव्रादिभावाश्रितानि निदर्शनानि भवन्ति, तद्यथा-वंशकुडङ्गसदृशी मेषविषाणसदृशी गोमूत्रिकासदृशी निर्लेखनसदृशीति, अत्राप्युपसंहारनिगमने क्रोधनिदर्शनैर्व्याख्याते ॥ અર્થ- માયા (જેનાથી તિર્યંચયોનિ વગેરેમાં જન્મ થાય તે), પ્રણિધિ (વ્રત કરવાની આસકિત ન હોવા છતાં બહારથી દેખાવ તે), ઉપાધિ (પ્રવૃતિથી ભિન્ન મનનો ગુહ્ય પરિણામ), નિકૃતિ (બીજાને ઠગવાની યુક્તિ), આવરણ (ભા ઉપર છૂપાઈને તરાપ મારવી- જેમકે, બિલ્લી), વંચના (બીજાને ઠગે તે), દલ્મ (વેશ-વચનથીઠગવું), ફૂટ (જેના વડે બીજાના પરિણામ બળી જાય તે), અતિસંધાન (પેટમાં પેશીને પગ પહોળા કરવા), અનાર્જવ (કાય-મનની વક્રતા તે) એ પ્રમાણે આ શબ્દો એકાર્યવાચી છે. તે માયાના તીવ્રાદિભાવો આશ્રયિને ઉદાહરણો છે. તે આ રીતે, (૧) વાંસના મૂળ સમાન,(૨) ઘેટાના શીંગડા સમાન, (૩) ગોમૂત્રિકા સમાન અને (૪) છાલ સમાન. અહીં પણ ઉપસંહાર, નિગમન પૂર્વાફત ક્રોધના સરખો જાણવો. भाष्यम्- लोभो रागो गार्थ्यमिच्छा मूर्छा स्नेहः कांक्षाऽभिष्वङ्ग इत्यनान्तरम्, तस्यास्य लोभस्य तीव्रादिभावाश्रितानि निदर्शनानि भवन्ति, तद्यथा- लाक्षारागसदृशः कर्दमरागसदृशः कुसुम्भरागसदृशः हरिद्रारागसदृश इति, अत्राप्युपसंहारनिगमने क्रोधनिदर्शनैर्व्याख्याते । एषांक्रोधादीनां चतुर्णांकषायाणां प्रत्यनीकभूताः प्रतिघातहेतवो भवन्ति, तद्यथा-क्षमा क्रोधस्य मार्दवं मानस्य आर्जवं मायायाः संतोषो તોપતિ બા. અર્થ- લોભ (લલચાવવું), રાગ (ખુશ થવું), ગાર્ય (પ્રાપ્ત થયેલ વસ્તુમાં આસક્તિ), ઈચ્છા ( વિષયની અભિલાષા), મૂચ્છ (તીવ્ર મોહવૃદ્ધિ), સ્નેહ (ઘણીપ્રીતિ), કાંક્ષા (ભવિષ્યમાં ફળ) મેળવવાની ઈચ્છા, અભિળંગ (વિષયો તરફ આકર્ષણ ) તે એકાર્યવાચી છે. તે આ લોભના તીવ્રાદિ ભાવો આશ્રયી ઉદાહરણો છે. તે આ રીતે, (૧) કીરમજીના રંગ (લાક્ષારંગ) સમાન, (૨) કર્દમ રંગ (ગાડાના પૈડામાં જે થાય છે તે તૈલજ મરી), (૩) પુષ્પના રંગ સમાન (૪) હળદરના રંગ સમાન. અહીં પણ ઉપસંહાર અને નિગમન ક્રોધના ઉદાહરણથી કહેવાય છે. (ક્રોધના નિદર્શનમાં જણાવ્યું છે તે રીતે અહીં જાણવું) -આ ક્રોધાદિ ચારેય કષાયોના શત્રુરૂપ નાશના કારણો (જે) છે તે આ રીતે, (૧) “ક્ષમા' એ કોધનો નાશ કરનાર. (૨) “માર્દવ (નમ્રતા)' એ માનનો પ્રતિઘાતક, (૩) “આર્જવ (સરળતા)' એ માયાનો પ્રતિઘાતક અને (૪) “સંતોષ' એ લોભનો પ્રતિઘાતક. ૧ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy