________________
સૂર-૧૦
સભાખ્ય-ભાષાંતર
૧૯૧
માં ઉત્પન્ન થાય છે.
भाष्यम्- वालुकाराजिसदृशो नामं यथा वालुकायां काष्ठशलाकाशर्करादीनामन्यतमेन हेतुना राजिरुत्पन्ना वाय्वीरणाद्यपेक्षसंरोहाऽर्वाग्मासस्य संरोहति, एवं यथोक्तनिमित्तोत्पन्नो यस्य क्रोधोऽहोरात्रं पक्षं मासं चातुर्मास्यं संवत्सरं वाऽवतिष्ठते स वालुकाराजिसदृशो नाम क्रोधः, तादृशं क्रोधमनुमृता मनुष्येषूपपत्तिं प्राप्नुवन्ति। અર્થ- રેતીમાં પાડેલા લીસોટા સમાન એટલે જેમ રેતીમાં લાકડી સળી કે કાંકરામાંના કોઈ કારણથી લીસોટો (ફાટ) પડેલ હોય તો, તે વાયુની પ્રેરણા (પ્રબળ વાયુ) આદિના કારણે સંધાવાવાળી તે મહિનામાં સંધાઈ જાય છે. તેમ પૂર્વોક્ત (ઈષ્ટ વિયોજનાદિ) નિમિત્તોથી ઉત્પન્ન થયેલો જેનો ક્રોધ, તે અહોરાત્ર, ૫ખવાડિયું, મહિનો, ચાર મહિના કે વર્ષ સુધી ટકે છે. તે ક્રોધ રેતીમાં પાડેલા લીસોટા સમાન જાણવો. તેવા પ્રકારના ક્રોધમાં મૃત્યુ પામેલા મનુષ્યગતિમાં જન્મ ધારણ કરે છે.
भाष्यम्- उदकराजिसदृशो नाम, यथोदके दण्डशलाकाङ्गुल्यादीनामन्यतमेन हेतुना राजिरुत्पन्ना द्रवत्वादपामुत्पत्त्यनन्तरमेव संरोहति एवं यथोक्तनिमित्तो यस्य क्रोधो विदुषोऽप्रमत्तस्य प्रत्यवमर्शनोत्पत्त्यनन्तरमेव व्यपगच्छति स उदकराजिसदृशः, तादृशं क्रोधमनुमृता देवेषूपपत्तिं प्राप्नुवन्ति, येषां त्वेष चतुर्विधोऽपि न भवति ते निर्वाणं प्राप्नुवन्ति ॥ અર્થ- પાણીમાં પાડેલા લીસોટા સમાન એટલે જેમ પાણીમાં લાકડી, સળી, આંગળી આદિમાંના કોઈપણ કારણથી ઉત્પન્ન થયેલો (જે) લસોટો (તે) પાણીનું દ્રવપણું હોવાથી લીસોટો પડ્યા પછી તુરત જ ભુંસાઈ જાય છે. તેમ પૂફત (ઈષ્ટવિયોજનાદિ) નિમિત્તથી જેને ક્રોધ ઉત્પન્ન થયો છે તે વિદ્વાન અપ્રમત્ત આત્માને પશ્ચાતાપ ઉત્પન્ન થતાં તુરત જ નાશ પામે છે. તે (ક્રોધ) પાણીમાં પાડેલા લસોટા સમાન જાણવો. તેવા પ્રકારના કોધમાં મૃત્યુપામેલ દેવગતિમાં જન્મ મેળવે છે. જેમને આ ચાર પ્રકારમાંથી એક પણ ક્રોધ નથી. તે નિર્વાણ પામે છે.
भाष्यम्- मानः स्तम्भो गर्व उत्सेकोऽहंकारो दो मदः स्मय इत्यनर्थान्तरम्, तस्यास्य मानस्य तीव्रादिभावाश्रितानि निदर्शनानि भवन्ति, तद्यथा-शैलस्तम्भसदृशः अस्थिस्तम्भसदृशः दारुस्तम्भसदृशः लतास्तम्भसदृश इति, एषामुपसंहारो निगमनं च क्रोधनिदर्शनैर्व्याख्यातम् ॥ અર્થ- માન (પોતાના સત્કારની તમન્ના), સ્તન્મ (અક્કડપણું), ગર્વ (જાતિ આદિનું અભિમાન), ઉત્સક (જ્ઞાનાદિ અધિકપણામાં જે માન), અંહકાર (હું જ રૂપ, સૌભાગ્યવાન છું એમ માનવું), દર્પ (બળનું-અભિમાન), મદ (મોટાઈનો નશો ચઢવો), સ્મય (બીજાને વિષે હસવું) તે એકાર્યવાચી શબ્દો છે. એકાર્યવાચી એવા તે માનના તીવ્રાદિભાવો આથયિ ઉદાહરણો (શાસ્ત્રમાં કહેલી છે. તે આ રીતે, (૧) પત્થરના થાંભલા સમાન, (૨) હાડકાના થાંભલા સમાન, (૩) લાકડાના થાંભલા સમાન અને (૪) વેલડીના થાંભલા સમાન. આનો ઉપસંહાર અને નિગમન (ઘટાવવું) કોધના દ્રષ્ટાંતોથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org