________________
સભાખ્ય-ભાષાંતર
શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમ:
શ્રી તત્ત્વાર્થ સૂત્ર – સભાષ્ય ભાષાંતર.
મ9મો અધ્યાય - આઠમો અધ્યાય
* અહીં આઠમા અધ્યાયમાં ચોથું તત્ત્વ જે બંધ છે, તેનું વર્ણન આવે છે. * બંધ એટલે આથવસ્વરૂપે આવેલાં કર્મોનું આત્મા સાથે એકમેકથવું. જેમકે ક્ષીરનીરવયા લોહામિવત. * બંધપણે પરિણમેલ કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે કર્મ મોટે ભાગે બીજા નવા કર્મના
આશ્રવરૂપ પણ બનતું હોય છે. એટલે કે કર્મોના આશ્રવમાં પૂર્વનું બંધપણે પરિણમેલ કર્મ (ભાવકર્મ) કારણ રૂપે બનતું હોય છે. જેથી આશ્રવની જેમ ‘બંધ' પણ હેય છે.
હવે બંધનું સવિસ્તર વર્ણન શરૂ થશે.
भाष्यम्- उक्त आश्रवः, बन्धं वक्ष्याम:, तत्प्रसिध्यर्थमिदमुच्यतेઅર્થ- આશ્રવ વિશે કહ્યું, બંધ કહીશું. તે બંધના નિરૂપણ માટે આ કહેવાય છે.
सूत्रम्- मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः ॥८-१॥ અર્થ- મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ (પાંચ) બંધના કારણો છે.
भाष्यम्- मिथ्यादर्शनं अविरतिः प्रमादः कषाया योगा इत्येते पञ्च बन्धहेतवो भवन्ति । तत्र सम्यग्दर्शनाद्विपरीतं मिथ्यादर्शनम्, तद् द्विविधम्-अभिगृहीतमनभिगृहितं च, तत्राभ्युपेत्यासम्यग्दर्शनपरिग्रहोऽभिगृहीतमज्ञानिकादीनां त्रयाणां त्रिषष्ठानां कुवादिशतानाम्, शेषमनभिगृहीतम् । અર્થ- (૧) મિથ્યાદર્શન, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ, એ પાંચ બંધના કારણો છે. તેમાં સમ્યગ્દર્શનથી વિપરીત તે મિથ્યાદર્શન. તે (મિથ્યાદર્શન) બે પ્રકારે (૧) અભિગૃહીત અને (૨) અનભિગૃહિત તેમાં (અભિગૃહિત) પોતે પોતાની અજ્ઞાનમતિથી) નક્કી કરેલું તે જ સત્ય છે. એવા મિથ્યા દર્શનનો સ્વીકાર તે અભિગૃહિત મિથ્યાદર્શન. તેનાં અજ્ઞાની આદિ કવાદીઓના ત્રણસોસઠ (૩૬૩) ભેદો છે. તે સિવાયના અનભિગૃહિત મિથ્યાદર્શન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org