________________
૧૮૪
તત્ત્વાક્ષધિગમ સૂત્ર
અધ્યાય - ૭
૪ ઉપસંહાર *
આપણા આત્મા ઉપર અનાદિકાળથી કર્મનો ધોધ આવ્યવરૂપે આવી રહ્યો છે. પ્રતિક્ષણે-પ્રતિસમયે અનંતાનંત કમનો આશ્રવ ચાલું જ છે અને તે જ આશ્રવ આત્મા સાથે બંધ-એકમેક બની ચારેય ગતિમાં ભટકાવી રહ્યો છે. તેમજ ભિન્ન ભિન્ન પ્રકારના દુઃખોનો અનુભવ પણ કરાવી જાય છે. તે દુઃખોથી બચવા માટે આપણા સતત પ્રયત્નો પણ હોય... છતાં પણ બચી શકાતું નથી. કેમકે બચવાના ઉપાયોથી આપણે અજ્ઞાન છીએ. તેથી પૂજ્યપાદ વાચકવર્યશ્રીએ આ અધ્યાયમાં તે આથવોથી બચવા માટે વ્રતોનો નિર્દેશ કર્યો છે. જે તે વ્રતોનું પાલન કરવામાં આવે તો ઢગલાબંધ કર્મોનો આશ્રય અટકી જાય. બસ, આ અધ્યાયનું ફળ-અનંતાનંત કર્મોના આશ્રવને અટકાવવાનું છે. આ અધ્યાયને યથાર્થ સમજી-અનુસરે તો નિચે અનંતાનંત કર્મોના આશ્રવ અટકયાવિના ન રહે. વળી, વ્રતોમાં સ્થિર રહેવા માટે ભિન્ન ભિન્ન ભાવનાઓ પણ દર્શાવી છે. જેથી ડામાડોળ બનતું મન સ્થિર રહે. સાથેસાથે વ્રતીનું વર્ણન પણ છે. તેમજ વ્રત-શીલ-સમ્યકત્વના અતિચારો પણ દર્શાવ્યા છે. જેથી તેવા દોષોથી બચી-નિર્મળ જીવન જીવી-ધન્ય બની શકાય.
ટૂંકમાં આ અધ્યાયમાં વ્રતોનું સ્વરૂપ, વ્રતોના ભેદ, વ્રતો ટકાવવાની ભાવના, અગારી વ્રતીનું વર્ણન, સમ્યગ્દર્શનના અતિચાર, વ્રત-શીલના અતિચાર તેમજ અંતમાં દાનનું વર્ણન દર્શાવી આ અધ્યાયને પૂર્ણ કર્યો છે. છઠ્ઠા અને સાતમા એમ બે અધ્યાય મળી આશ્રવતત્ત્વનું વર્ણન પૂરું કર્યું છે. આ અધ્યાયનાં કુલ સૂત્રો ૩૪ + ૨૨૮ (૧ થી ૬ અધ્યાયના) = કુલ મળી ર૬૨ સૂત્રો થયા. હવે આઠમો અધ્યાય..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org