________________
સૂર-૩૪
સભાખ્ય-ભાષાંતર
૧૮૩
(ઉત્તરાકાર) કહેવાય છે અહીં.
सूत्रम्- अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ॥७-३३॥ અર્થ- અનુગ્રહબુદ્ધિથી પોતાની ચીજનો ત્યાગ-તેનું નામ દાન.
भाष्यम्- आत्मपरानुग्रहार्थं स्वस्य-द्रव्यजातस्यानपानवस्त्रादेः पात्रेऽतिसर्गो दानम् ॥३३॥ किं चઅર્થ- પોતાના અને બીજાના ઉપકાર અર્થે પોતાના દ્રવ્યવિશેષરૂપ અન્ન-પાણી-વસ્ત્ર વગેરે પાત્રમાં આપવું તેનું નામ દાન. ૩૩ અને વળી,....
સૂત્ર-વિધિદ્રવ્યતાતૃપાત્રવિશેષાદિષ: I૭-રૂા. અર્થ- તે દાન વિધિવિશેષથી, દ્રવ્યવિશેષથી, દાતાવિશેષથી અને પાત્રવિશેષથી વિશેષપણાને (વિશિષ્ટતા) પામે છે.
भाष्यम्- विधिविशेषाद्रव्यविशेषात् दातृविशेषात्पात्रविशेषाच्च तस्य दानधर्मस्य विशेषो भवति, तद्विशेषाच्च फलविशेषः ॥ तत्र विधिविशेषो नाम देशकालसंपत्श्रद्धासत्कारक्रमा: कल्पनीयत्वमित्येवमादिः। द्रव्यविशेषोऽनादीनामेव सारजातिगुणोत्कर्षयोगः। दातृविशेषः प्रतिगृहीतर्यनसूया, त्यागेऽविषादः, अपरिभाविता, दित्सतो ददतो दत्तवतश्च प्रीतियोगः, कुशलाभिसंधिता, दृष्टफलानपेक्षिता, निरुपधत्वमनिदानत्वमिति ॥ पात्रविशेष:सम्यग्दर्शनज्ञानचारित्रतपःसंपन्नता इति ॥३४॥ અર્થ- વિધિવિશેષથી, દ્રવ્યવિશેષથી, દાતાવિશેષથી અને પાત્રવિશેષથી તે દાનધર્મની વિશિષ્ટતા થાય છે. (અર્થાત્ ફળ વધારે મળે છે.) દાનધર્મની વિશેષતાથી ફલ વિશેષ થાય છે. -વિધિવિશેષ એટલે-દેશ સમ્પત્ (યોગ્ય ચીજ), કાળ સમ્પત (દિવસે જ), શ્રદ્ધા યુક્ત સત્કાર સહિત, ક્રમ કલ્પનીય, એષણીય આદિ શબ્દથી જાતે આપવું વગેરે- એ વિધિવિશેષ. -દ્રવ્યવિશેષ- અતિશય ઉત્કૃષ્ટ કોટીનું અન્નાદિ દ્રવ્ય એટલે ઉત્તમ જાતિ, ગુણની ઉત્કૃષ્ટતાથી સંબંધવાળું અન્નાદિ આપવું. -દાતૃવિશેષ- એટલે આપતી વખતે દાતાની વૃત્તિ, લેનાર પ્રતિ મત્સર વગરનો, આપવામાં દુઃખ નહિ, ભાવ આનાદર વગરનો, દાન આપવાને ઈચ્છતાં-આપતાં અને આપેલાને અત્યન્ત પ્રીતિ, દાતા માને કે મારે નિર્જરા અગર કુશલાનુબંધ થશે એટલે કુશલાભિસંધિતા, પ્રત્યક્ષફળની કોઈ અપેક્ષારહિતપણું એટલે દ્રષ્ટદ્દાનપેક્ષિતા, માયા વગર એટલે નિરૂપધત્વ અને નિદાન ન કરવું. તે દાતાના ગુણો છે. -પાત્રવિશેષ- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ સમ્પન્ન એવા વિશિષ્ટ પાત્ર ૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org