________________
૧૮૨
તવાથધિગમ સૂત્ર
અધ્યાય - ૭
અર્થ- (૧) સચિત્ત આહાર (જેમાં જીવ છે તે આહાર) (૨) સચિન સંબંધ (સચિત્તના સંબન્ધવાળો આહાર.) (૩) સચિત્ત મિથ (સચિત્તની સાથે ભેળસેળ થયેલ આહાર) (૪) અભિષવાહાર (વાસી આહાર, બોળ અથાણું, કીડી કંથુઆ આદિ યુક્ત આહાર દારૂ વગેરે) (૫) દુષ્પક્વ આહાર (બરાબર નહિ રંધાયેલ અર્થાત્ કાચો-પાકો આહાર.) આ પાંચ ઉપભોગ વ્રતના અતિચાર છે. ૩ના
सूत्रम्- सचित्तनिक्षेपपिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमाः॥७-३१।। અર્થ- (૧) સચિત્તમાં મૂકેલ, (૨) સચિત્તથી ઢંકાયેલ, (૩) બીજાની માલિકીનું કહેવું, (૪) ઈર્ષ્યા પૂર્વક આપવું અને (૫) કાળવેળા ઓળંગવી. એ પાંચ અતિથિસંવિભાગવતના અતિચાર છે.
भाष्यम्- अन्नादेव्यजातस्य सचित्ते निक्षेपः १ सचित्तपिधानं २ परस्येदमिति परव्यपदेशः ३ मात्सर्यं ४ कालातिक्रम ५ इत्येते पञ्चातिथिसंविभागस्यातिचारा भवन्ति ॥३१॥ અર્થ- (અતિથિને ન આપવાની બુદ્ધિથી) (૧) અન્ન વગેરે દ્રવ્યનાં સમુહને સચિત્તમાં મૂકવો. (૨) તૈયાર થયેલી રસોઈ સચિત્તથી ઢાંકવી. (૩) પારકી ચીજ છે' એમ બોલવું. (૪) ઈર્ષો પૂર્વક આપવું, (૫) દાન આપવાનો સમય વીત્યા પછી દાન આપવાના પ્રયત્નો કરવા. આ પાંચ અતિથિસંવિભાગવ્રતના અતિચારો છે. ૩૫
___ सूत्रम्- जीवितमरणाऽशंसामित्रानुरागसुखानुबन्धनिदानकरणानि ॥७-३२॥ અર્થ- (૧) જીવિતની આશંસા, (૨) મરણની આશંસા, (૩) મિત્રાનુરાગ, (૪) સુખાનુબંધ અને (૫) નિદાનકરણ. આ પાંચ સંલેખનાના અતિચાર છે.
भाष्यम्- जीविताशंसा मरणाशंसा मित्रानुरागः सुखानुबन्धो निदानकणमित्येते मारणान्तिकसंलेखनायाः पञ्चातिचारा भवन्ति ॥ तदेतेषु सम्यक्त्वव्रतशीलव्यतिक्रमस्थानेषु पञ्चषष्टिष्वतिचारस्थानेषु अप्रमादो न्याय्य इति ॥३२॥ અર્થ- (૧) (આ ભવમાં સુખ છે માટે) જીવવાની ઈચ્છા. (૨) (આ ભવમાં દુઃખ છે માટે) મરવાની ઈચ્છા. (૩) (મિત્રપુત્રાદિ ઉપરનો સ્નેહ છે માટે) મિત્રાનુરાગ. (૪) (જે સુખ ભોગવેલું છે તેની વારંવાર
સ્મૃતિ કરવી તે) સુખાનુબંધ (૫) (જન્માન્તરે તપ આદિના પ્રભાવે ચક્રવર્તી, વાસુદેવ, માંડલિક વગેરે તથા રૂપાળો વગેરે થાઉ તે) નિદાન કરણ. આ પાંચ મરણકાળની સંલેખનાના અતિચારો છે. આ સમ્યકત્વના પાંચવ્રતના, સાત શીલવ્રતના ઉલ્લંઘન સ્થાનો રૂ૫ પાંસઠ અતિચાર સ્થાનોમાં પ્રમાદરહિત હોવું તે યોગ્ય છે. ૩રા.
भाष्यम्- अत्राह-उक्तानि व्रतानि वतिनश्च, अथ दानं किमिति ?, अत्रोच्यतेઅર્થ (જિજ્ઞાસુ) કહે છે કે વ્રતો અને વ્રતીઓ કહ્યા, હવે દાન શું છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org