________________
સૂત્ર-૩૦
સભાષ્ય-ભાષાંતર
सूत्रम् - योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि ।।७-२८।।
અર્થ- (૧) મન દુપ્રણિધાન,` (૨) વચન દુપ્રણિધાન, (૩) કાયા દુપ્રણિધાન, (૪) અનાદર અને (૫) મૃત્યનુપસ્થાપન (ભૂલી જવું.) આ પાંચ સામાયિકવ્રતના અતિચાર છે.
भाष्यम् - कायदुष्प्रणिधानं वाग्दुष्प्रणिधानं मनोदुष्प्रणिधानमनादरः स्मृत्यनुपस्थापनमित्येते पञ्च सामायिकव्रतस्यातिचारा भवन्ति ॥ २८ ॥
૧૮૧
અર્થ- (૧) કાયાનો અયોગ્ય વ્યાપાર, (૨) વાણીનો અયોગ્ય વ્યાપાર, (૩) મનનો અયોગ્ય વ્યાપાર, (૪) સામાયિક પ્રતિ અનાદર અને (૫) સામાયિક સમ્બન્ધિ વિસ્મરણ (સામાયિક પારવું ભૂલી જવું, સમય ભૂલવો વગેરે.) આ પાંચ સામાયિકવ્રતના અતિચાર છે. ।।૨૮।
सूत्रम्- अप्रत्यवेक्षिताऽप्रमार्जितोत्सर्गाऽऽदाननिक्षेपसंस्तारोपक्रमणानादरस्मृत्यनुपस्थापનાના-શા
અર્થ- (૧) જોયા વિના તેમજ પ્રમાર્જયા વિના છોડી દેવું, (૨) જોયા વિના તેમજ પ્રમાર્જયા વિના લેવું (ગ્રહણ કરવું, મુકવું) (૩) જોયાવિના તેમજ પ્રમાયાવિના સંથારો પાથરવો, (૪) પૌષધપ્રતિ અનાદર અને (૫) સ્મૃતિભ્રંશ. તે પૌષધોપવાસવ્રતના અતિચાર છે.
भाष्यम् - अप्रत्यवेक्षिताप्रमार्जिते उत्सर्गः अप्रत्यवेक्षिताप्रमार्जितस्यादाननिक्षेपौ अप्रत्यवेक्षिताप्रमाजित: संस्तारोपक्रमः अनादरः स्मृत्यनुपस्थापनमित्येते पञ्च पौषधोपवासस्यातिचारा भवन्ति ॥ २९ ॥ અર્થ- (દ્રષ્ટિ વડે) જોયા-તપાસ્યા વિના તેમજ (ચરવળા વગેરેથી) પ્રમાર્જયા વિના પરઠવવું. (૨) (દ્રષ્ટિવડે) જોયા-તપાસ્યા વિના તેમજ તેમજ (ચરવળા વગેરેથી) પ્રમાર્જયા વિના (વસ્ત્રાદિ દ્રવ્ય) લેવું-મૂકવું. (૩) (દ્રષ્ટિ વડે) જોયા-તપાસ્યા વિના તેમજ (ચરવળા વગેરેથી) પ્રમાયાવિના સંથારો પાથરવો. (૪) પૌષધોપવાસ પ્રતિ અનાદર દાખવવો. (૫) પૌષધોપવાસવ્રત વિષયક સ્મૃતિભ્રંશ. આ પાંચ પૌષધોપવાસવ્રતના અતિચારો છે. રા
સૂત્રમ્- ચિત્ત-સમ્વન્દ્વ-સંમિશ્રાભિષવ-તુષ્પદĀTISERT: ||૭-૩૦||
અર્થ- (૧) સચિત્ત આહાર, (૨) સચિત્તની સાથે જોડાયેલ આહાર, (૩) સચિત્તની સાથે મિશ્ર આહાર, (૪) વાસી આદિ આહાર અને (૫) બરાબર ન પાકેલો આહાર. એ પાંચ ઉપભોગવ્રતના અતિચાર છે.
भाष्यम् - सचित्ताहारः सचित्तसंबद्धाहारः सचित्तसंमिश्राहारः अभिषवाहारः दुष्पहार पञ्चोपभोगव्रतस्यातिचारा भवन्ति ॥ ३० ॥
૧. દુશમનના, દશવચનના, બાકાયાના એ બત્રીસ દોષો દુપ્રણિધાનમાં આવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org