________________
૧૮૦
તત્ત્વાક્ષધિગમ સૂત્ર
અધ્યાય - ૭
सूत्रम्- आनयनप्रेष्यप्रयोगशब्दरूपानुपात पुद्गलप्रक्षेपाः ॥७-२६॥ અર્થ- (૧) આનયન પ્રયોગ, (૨) શ્રેષ્ઠ પ્રયોગ, (૩) શબ્દાનુપાત, (૪) રૂપાનુપાત અને (૫) પુદગલો પ્રક્ષેપ એ પાંચ દેશ વ્રતના અતિચાર છે.
भाष्यम्- द्रव्यस्यानयनं प्रेष्यप्रयोगःशब्दानुपात: रूपानुपातः पुद्गलप्रक्षेप इत्येते पञ्च देशव्रतस्यातिचारा મવતિ રા અર્થ- (૧) આનયન પ્રયોગ (નક્કી કરેલ ભૂમિભાગ કરતા આગળની ભૂમિથી લાવવું તે.) (૨) પ્રખ્ય પ્રયોગ (મર્યાદાભૂમિની બહાર મોકલવું તે.) (૩) શબ્દાનુપાત (હું અહીં છું એમ જણાવવા અવાજ કરવો તે.) (૪) રૂપાનુપાત (પોતાની જાતને બતાવીને હું અહીં છુ” એમ જણાવવું તે.) (૫) પુદ્ગલપ્રક્ષેપ (ચીજવુતુ ફેંકીને હું અહીં છુ” એમ જણાવવું તે.) આ પાંચ દેશવ્રતના અતિચાર છે. (આ વ્રત યાજજીવ, વર્ષપુરતું, ચાર માસ પુરતું, મહિના પુરતું, રોજનું કે મુહૂર્ત પ્રમાણ પણ હોય છે.) Iરદા
સૂત્રમ્- ચૌહાર્યાયવરો પોયિત્વારિ I૭-રા અર્થ- (૧) કન્દર્પ, (૨) કૌત્કચ્ય, (૩) મૌખર્ય, (૪) અસમીક્ષ્યાધિકરણ અને (૫) ઉપભોગાધિત્વ આ પાંચ અનર્થદંડવિરતિના અતિચાર છે.
भाष्यम्- कन्दर्पः कौत्कुच्यं मौखर्यमसमीक्ष्याधिकरणमुपभोगाधिकत्वमित्येते पञ्चानर्थदण्डविरतिव्रतस्यातिचारा भवन्ति, तत्र कन्दर्पो नाम रागसंयुक्तोऽसभ्यो वाक्प्रयोगो हास्यं च । कौकुच्यं नाम एतदेवोभयं दुष्टकायप्रचारसंयुक्तम् । मौखर्यमसंबद्धबहुप्रलापित्वम् । असमीक्ष्याधिकरणं लोकप्रतीतम् । उपभोगाधिकत्वं चेति ॥२७॥ અર્થ- (૧) કન્દર્પ, (૨) કૌત્કચ્ય, (૩) મૌખર્ય, (૪) વિચાર્યાવિના પાપનું સાધન રાખવું અને (૫) જરૂરિયાત કરતાં વધારે ઉપભોગનાં સાધનો રાખવા. તે પાંચ અનર્થદંડ વિરતિવ્રતનાં અતિચાર છે. તેમાં (૧) કન્દર્પ એટલે રાગવાળા (કામઉત્પન્ન કરાવનાર રાગવાળા) અસભ્ય વચન બોલવાં તેમજ હસવુ-હસાવવું તે. (૨) કૌત્કચ્ય એટલે અસભ્ય કામચેષ્ટાની સાથે રાગવાળાં અસભ્ય વચન બોલવા તેમજ હસવું. (૩) મૌર્ય એટલે અસમ્બન્ધ ઘણું બોલ-બોલ કરવું. (૪) અસમસ્યાધિકરણ- લોકપ્રતીતિ છે. (જે પોતાને કંઈ લાભ ન કરે અને બીજાનું કાર્ય કરે. તેવું નરકાદિ દુર્ગતિમાં લઈ જનારૂ તે) (૫) ઉપભોગાધિકત્વ-(ઉપભોગના સાધનોનું અધિકપણું) મારા
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org