________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
भाष्यम्- यथोक्ताया विरतेर्विपरीता अविरतिः । प्रमादाः स्मृत्यनवस्थानं कुशलेष्वनादरो योगदुष्प्रणिधानं चैष प्रमादः । कषाया मोहनीये वक्ष्यन्ते । योगस्त्रिविधः पूर्वोक्तः ।
૧૮૬
અર્થ- યથોતા વિરતિથી વિપરીત તે અવિરતિ. (૭માં અધ્યાયમાં જે વિરતિનું સ્વરૂપ દર્શાવ્યું છે તેનાંથી વિપરીત તે અવિરતિ.) પ્રમાદ એટલે ભૂલી જવું, આગમવિહિત ક્રિયાપ્રતિ અનાદર અને મન-વચન-કાયારૂપ યોગનો અયોગ્ય વ્યાપાર તે પ્રમાદ. કષાયનું વર્ણન મોહનીયમાં (અ. ૮- સૂ. ૧૦ માં) કહેવાશે. યોગ ત્રણ પ્રકારે છે તે પૂર્વે (અ. ૬- સૂ.૧માં) કહેલ છે.
भाष्यम्- एषां मिथ्यादर्शनादीनां बन्धहेतूनां पूर्वस्मिन् पूर्वस्मिन् सति नियतमुत्तरेषां भावः, उत्तरोत्तरभावे तु पूर्वेषामनियम इति ॥१॥
અર્થ- આ મિથ્યાદર્શનાદિ બંધના કારણો પહેલા-પહેલાના હોય તો પછી પછીના અવશ્ય હોય જ. અને પછી પછીના (ઉત્તર-ઉત્તરના) હોય તો પહેલા પહેલાના હોય જ-એવો નિયમ નથી. (અર્થાત્ હોય કે ન પણ હોય.) III
જ
सूत्रम् - सकाषायत्वाज्जीव: कर्मणो योग्यान् पुद्गलानादत्ते ॥८-२ ॥ અર્થ- જીવ કષાયવાળો હોવાથી કર્મને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે.
અધ્યાય - ૮
भाष्यम्- सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलान् आदत्ते, कर्मयोग्यानिति अष्टविधे पुद्गलग्रह कर्मशरीरग्रहणयोग्यानित्यर्थः, नामप्रत्ययाः सर्वतो योगविशेषादिति वक्ष्यते ॥ २॥
અર્થ- જીવ કષાયવાળો હોવાથી કર્મને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. કર્મને યોગ્ય એટલે આઠપ્રકારના પુદ્ગલોનું ગ્રહણ હોતે છતે આઠકર્મરૂપ શરીર રચવા યોગ્ય પુદ્ગલોને (ગ્રહણ કરે છે.) તેનું વિશેષ વર્ણન નામપ્રત્યયાઃ સર્વતો યોગ વિશેષાવિતિ (અ. ૮ સૂ. ૨૫ માં) કહેવાશે. રા
સૂત્રમ્- સ ન્યઃ II૮-શા
અર્થ- તે બંધ છે. (એટલે કષાયવાળો જીવ કર્મને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે તે બંધ છે.)
भाष्यम् - स एष कर्मशरीरपुद्गलग्रहणकृतो बन्धो भवति ॥ ३॥ स पुनश्चतुर्विध:તે આ બંધ કર્મરૂપ શરીર પુદ્ગલોના ગ્રહણથી કરાયેલ છે. IIII વળી, તે બંધ ચાર પ્રકારે છે.
सूत्रम्- प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः ॥ ८-४॥
અર્થ- તે બંધના-પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ (રસ) અને પ્રદેશ (એમ ચાર પ્રકાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org