________________
૧૭૮
તન્યાયધિગમ સૂત્ર
અધ્યાય - ૭
વર્તન કરવું, (૪) હીનાધિક માનોન્માન રાખવા અને (૫) પ્રતિરૂપક વ્યવહાર કરવો. એ પાંચ અસ્તેયવ્રતના અતિચાર છે.
भाष्यम्- एते पञ्चास्तेयव्रतस्यातिचारा भवन्ति, तत्र-स्तेनेषु हिरण्यादिप्रयोगः । स्तेनैराहृतस्य द्रव्यस्य मुधा(काण) क्रयेण वा ग्रहणं तदाहृतादानम्। विरुद्धाराज्यातिक्रमश्चास्तेयव्रतस्यातिचारः, विरुद्ध हि राज्ये सर्वमेव स्तेययुक्तमादानं भवति । हीनाधिकमानोन्मानप्रतिरूपकव्यवहार: कूटतुलोकूटमानवञ्चनादियुक्तः क्रयो विक्रयो वृद्धिप्रयोगश्च, प्रतिरूपकव्यवहारो नाम सुवर्णरूप्यादीनां द्रव्याणां प्रतिरूपकक्रिया व्याजीकरणानि चेति, एते पञ्चास्तेयव्रतस्यातिचारा भवन्ति ॥२२॥ અર્થ- આ પાંચ અસ્તેયવ્રતના અતિચારો છે. તેમાં... (૧) સ્તન પ્રયોગ- ચોરોને વિષે સુવર્ણાદિ ચોરવાની પ્રેરણા કરવી, (૨) તદાહતા દાન- ચોરોએ લાવેલ દ્રવ્યને મફત કે વેચાણથી ગ્રહણ કરવું તે તદાહતાદાન, (૩) વિરૂદ્ધ રાજ્યાતિકમ આ અસ્તેય વ્રતના અતિચાર છે. રાજ્ય વિરૂદ્ધ હોતે જીતે બધું જ ચોરીયુકત ગ્રહણ થાય છે (પરસ્પર વિરૂદ્ધ રાજ્યો હોય તેમની વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવું તે પણ આ વ્રતના અતિચારમાં આવે.), (૪) હીનાધિકમાનોન્માન- ખોટા તોલ ખોટામાનથી ઠગાઈ પૂર્વક લેવું વેચવું અથવા વધારે ઓછું કરવું તે હીનાધિક માનોન્માન (લેતી વખતે ગ્રાહક પાસેથી વધારે લે અને આપતી વખતે ઓછું આપે વગેરે આ અતિચારમાં આવે), (૫) પ્રતિરૂપક વ્યવહારએટલે સોનું-રૂપું આદિ દ્રવ્યોનુ ફેરબદલી કરવી (અર્થાત રૂપાના દ્રવ્યોને સોના જેવા બનાવી સોના તરીકે ગણાવવા) અને છળકપટ કરવું = ચોરેલી ગાયોને શીંગડા વગેરેનો ફેરફાર કરી તથા ડામ વગેરે લગાવીને આ બીજી ગાય છે એમ વ્યવહાર કરવો તે વ્યાજીકરણ, આ પાંચેય અસ્તેયવ્રતના અતિચારો છે. રા.
सूत्रम्- परविवाहकरणेत्वरपरिगृहिताऽपरिगृहितागमनाऽनङ्गक्रीडातीव्रकामाभिनिवेशा:
_II૭-૨૨ા. અર્થ- (૧) બીજાનો વિવાહ કરવો, (૨-૩) બીજાએ રાખેલી અથવા કોઈએ નહિ રાખેલી સ્ત્રી સાથે ગમન કરવું, (૪) અનંગડા કરવી અને (૫) તીવ્રકામાભિનિવેશ એ પાંચ બ્રહ્મચર્ય વ્રતના અતિચાર છે.
भाष्यम्- परविवाहकरणमित्वरपरिगृहीतागमनमपरिगृहीतागमनमनङ्गक्रीडा तीव्रकामाभिनिवेश इत्येते पञ्च ब्रह्मचर्यव्रतस्यातिचारा भवन्ति ॥२३॥ અર્થ- (૧) (પરવિવાહકરણ) પોતાના સંતાન સિવાય બીજાના સંતાનનો (કન્યાદાનથી લાભ છે ઈત્યાદિ માની) વિવાહ કરે. (૨) (ઈત્રપરિગૃહિત) થોડાકાળ માટે રાખેલી-રખાત અથવા પરસ્ત્રી સાથે મૈથુન સેવન. (૩) (અપરિગૃહિત) કુંવારી કન્યા અથવા કોઈનીય સ્ત્રી નથી એવી વિધવા, વેશ્યા સ્ત્રી સાથે મૈથુન સેવન તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org