________________
૧૬૮
તવાધિગમ સૂત્ર
અધ્યાય - ૭
રક્ષણ (માટે અને) પદાર્થ નષ્ટ થયે છતે શોકથી ઉત્પન્ન થયેલ દુઃખને જ પામે છે. માટે પરિગ્રહથી વિરમવું તે જ શ્રેય છે. આ પ્રમાણે (ભાવનાઓ) ભાવતા વ્રતધારીને વ્રતમાં સ્થિરતા થાય છે. પા
सूत्रम्- मैत्री-प्रमोद-कारुण्य-माध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिष्यमानाऽविनयेषु॥७-६॥ અર્થ- સર્વ જીવો પ્રતિ મૈત્રી, અધિકગુણવાન ઉપર પ્રમોદ, દુઃખી છવો તરફ કારૂણ્ય અને અવિનયી પ્રતિ માધ્યસ્થ ભાવના ભાવવી. (આ ચાર ભાવનાઓ છે.)
भाष्यम्- भावयेद्यथासङ्ख्यम्, मैत्री सर्वसत्त्वेषु, क्षमेऽहं सर्वसत्त्वानाम्, मैत्री मे सर्वेसत्त्वेषु, वैरं मम न केनचिदिति। અર્થ- અનુક્રમે (ભાવના) ભાવવી. મૈત્રી ભાવના-સર્વજીવો પ્રતિ (ભાવવી કે) હું સર્વજીવોને ક્ષમા આપું છું (અને) સર્વ જીવોને ખમાવું છું મારે સર્વજીવો ઉપર મિત્રભાવ છે, મારે કોઈની પણ સાથે વૈરભાવ નથી'.
भाष्यम्- प्रमोदं गुणाधिकेषु, प्रमोदो नाम विनयप्रयोगो वन्दनस्तुतिवर्णवादवैयावृत्त्यकरणादिभिः सम्यक्त्वज्ञानचारित्रतपोऽधिकेषु साधुषु परात्मोभयकृतपूजाजनितः सर्वेन्द्रियाभिव्यक्तो मनःप्रहर्ष इति। અર્થ- પ્રમોદ ભાવના-અધિક ગુણવાન તરફ (ભાવવી કે) વિનય કરવો તે પ્રમોદ છે. વન્દન, સ્તુતિ, ગુણગાન, વૈયાવચ્ચકરણ આદિ વડે સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર, તપથી અધિક એવા સાધુ ભગવંત ઉપર બીજાથી, પોતાનાથી કે ઉભયથી કરાયેલ પૂજા ભક્તિથી ઉત્પન્ન થયેલ જે સર્વઈઝિયોથી પ્રગટ થતો મનનો હર્ષ (તે પ્રમોદ ભાવના.)'
भाष्यम्- कारुण्यं क्लिश्यमानेषु, कारुण्यमनुकम्पा, दीनानुग्रह इत्यर्थः, तन्महामोहाभिभूतेषु मतिश्रुतविभङ्गाज्ञानपरिंगतेषु विषयतर्षाग्निना दन्दह्यमानमानसेषु हिताहितप्राप्तिपरिहारविपरीतप्रवृत्तिषु विविधदुःखादितेषु दीनकृपणानाथबालमोमुहवृद्धेषु सत्त्वेषु भावयेत्, तथा हि भावयन् हितोपदेशादिभिस्ताननुगृह्णातीति।
અર્થ- કારૂણ્ય ભાવના– દુઃખી છવો પ્રતિ (ભાવવી) કારૂણ્ય = અનુકમ્મા = દીનાનુગ્રહ, મહામોહમાં ચકચૂર, મતિ-યુત-વિભગ અજ્ઞાનથી ઘેરાયેલા, વિષયોની તૃષારૂપ અગ્નિથી ભડભડતા ચિત્તવાળા; હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગથી વિપરીત પ્રવૃત્તિવાળા, જુદા જુદા પ્રકારના દુઃખોથી રીબાયેલા, દીન, કૃપણ, અનાથ, બાળક, અપકારી, ઘરડાંઓ ઉપર કારૂણ્યભાવના ભાવવી. તે રીતે ભાવના ભાવતો હિતોપદેશ આદિ વડે તેમને અનુગ્રહ કરે છે.
भाष्यम्- माध्यस्थ्यमविनेयेषु, माध्यस्थ्यमौदासीन्यमुपेक्षेत्यनर्थान्तरम्, अविनेया नाम मृत्पिण्ड
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org