________________
૧૬૬
તત્વાર્થાધિગમ સૂર
અધ્યાય - ૭
અર્થ- (ચોરી સંબંધી-) તથા બીજાનું ધન લુંટવામાં આસકત મતિવાળો ચોરી કરનાર વ્યકિત સૌને ઉગ પમાડનાર હોય છે. (વળી) આ ભવમાં જ (તેને) ઘાત, વધ, બન્ધન, હાથ-પગ-કાનનાક-ઉપરના હોઠનું છેદન-ભેદન થાય, સર્વ ધનનું હરણ, મારપીટની યાતના તથા મરણાદિને પનારે પડે છે અને પરભવમાં દુર્ગતિને પામે છે તથા નિંદિત બને છે. તેથી ચોરીથી વિરમવું તે કલ્યાણકારી છે.
भाष्यम्- तथाऽब्रह्मचारी विभ्रमोद्घान्तचित्तः विप्रकीर्णेन्द्रयो मदान्धो गज इव निरङ्कुशः शर्म नो लभते, मोहाभिभूतश्च कार्याकार्यानभिज्ञो न किंचिदकुशलं नारभते, परदाराभिगमनकृतांश्च इहैव वैरानुबन्धलिङ्गच्छेदनवधबन्धनद्रव्यापहारादीन् प्रतिलभतेऽपायान् प्रेत्य चाशुभां गतिं गर्हितश्च भवतीत्यब्रह्मणो व्युपरमः श्रेयानिति । અર્થ- (અબ્રહ્મ સંબંધી-) તથા અબ્રહ્મચારી વિલાસ વડે અસ્થિર ચિત્તવાળો બને છે, ઈન્દ્રિયો ઉપર કાબૂ ન રાખતા મદોન્મત હાથીની જેમ નિરંકુશ બનેલ સુખ પામી શકતો નથી. (તેમજ) મોહથી ઘેરાયેલો અને કાર્ય-અકાર્યનો અજાણ એવો તે એવું કોઈ પાપ નથી કે જેને તે આચરતો નથી (અર્થાત્ બધા પાપો તે આચરે છે.) વળી, પરસ્ત્રીગમન કરનાર આ જ ભવમાં વૈરના અનુબંધ, લિંગ છેદન, વધ, બન્ધન, દ્રવ્યવિનાશ વગેરે દુ:ખોને પામે છે અને પરભવમાં અશુભગતિને પામે છે... તેમજ નિદિત બને છે. માટે અબ્રહ્મથી વિરમવું તે કલ્યાણકારી છે.
भाष्यम्- तथा परिग्रहवान् शकुनिरिव मांसपेशीहस्तोऽन्येषां क्रव्यादच्छशकुनानामिहैव तस्करादीनां गम्यो भवति, अर्जनरक्षणक्षयकृतांश्च दोषान् प्राप्नोति, न चास्य तृप्तिर्भवतीन्धनैरिवाग्नैः लोभाभिभूतत्वाच्च कार्याकार्यानपेक्षो भवति, प्रेत्य चाशुभां गतिं प्राप्नोति, लुब्धोऽयमिति च गर्हितो भवतीति परिग्रहाव्युपरम: श्रेयान् ॥४१॥ किंचान्यत्અર્થ- (પરિગ્રહ સંબંધી-) તથા પરિગ્રહવાળો (વ્યા = માંસાખાનાર પક્ષી), માંસનો ટુકડો છે હાથમાં (ચાંચમાં) જેને એવો પક્ષી જેમ અન્ય માંસભક્ષી પક્ષીઓને પ્રાપ્ય હોય છે, તેમ પરિગ્રહવાળો અહીં જ ચોર (તથા રાજા, ભાગીદાર) આદિને પ્રાપ્ય હોય છે. (અર્થાત્ તેના ધનને ચોર લુંટી લે છે.) અને ધનની પ્રાપ્તિ, ધન રક્ષણ અને (ઉપભોગ વિનાના) ધનક્ષયથી કરાયેલ દોષને પામે છે. વળી ઈન્ધનોથી અગ્નિની જેમ પરિગ્રહવાનને સંતોષ થતો નથી. વળી લોભથી અભિભૂત થયેલો હોવાથી કાર્ય–અકાર્ય વિચારતો નથી (તે આ ભવનું નુકશાન છે અને) પરભવમાં અશુભગતિ પ્રાપ્ત કરે છે. તેમજ એ “આ લોભીયો છે' એવી રીતે નિંદિત થાય છે. માટે પરિગ્રહથી વિરામ પામવો તે શ્રેયસ્કર છે. વળી બીજું..
सूत्रम्- दुःखमेव वा ॥७-५॥ અર્થ- અથવા હિંસાદિ પાંચેય દુઃખરૂપ જ છે એમ વિચારવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org