SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સભાષ્ય-ભાષાંતર સૂત્ર-૪ भाष्यम् - आकिञ्चन्यस्य पञ्चानामिन्द्रियार्थानां स्पर्शरसगन्धवर्णशब्दानां मनोज्ञानां प्राप्तौ गार्ध्यवर्जनममनोज्ञानां प्राप्तौ द्वेषवर्जनमिति ॥ ३ ॥ किंचान्यदिति અર્થ- પરિગ્રહવ્રતની-પાંચેય ઇન્દ્રિયોના જે સ્પર્શ-રસ-ગન્ધ-વર્ણ-શબ્દવિષયો તે મનોઅભિષ્ટ ઈચ્છિત મળે તો રાજી ન થવું અને અનિચ્છિત (અપ્રિય) મળેતો દ્વેષ ન કરવો. III વળી બીજું,...(વ્રતોને ટકાવવાની અન્ય કેટલીક ભાવનાઓ) ૧૬૫ सूत्रम् - हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् ॥७-४॥ અર્થ- હિંસાદિમાં આભવ અને પરભવ(બંને) ના દુઃખોનું તેમજ પાપોનું દર્શન કરવું = કલ્યાણનો નાશ અને નિંદનીયપણાની દ્રષ્ટિ રાખવી. = भाष्यम् - हिंसादिषु पञ्चस्वास्रवेष्विहामुत्र चापायदर्शनमवद्यदर्शनं च भावयेत्, तद्यथा અર્થ- હિંસાદિ પાંચે આશ્રવોમાં આભવ અને પરભવમાં અનર્થની પરંપરા તથા પાપનું દર્શન કરવું. અર્થાત્ વિચારવું. તે આ રીતે, भाष्यम् - हिंसायास्तावत् हिंस्रो हि नित्योद्वेजनीयो नित्यानुबद्धवैरश्च, इहैव वधबंधपरिक्लेशादीन् प्रतिलभते प्रेत्य चाशुभां गतिं गर्हितश्च भवतीति हिंसाया व्युपरमः श्रेयान् । અર્થ- પ્રથમ હિંસા સંબંધી-હિંસક વ્યક્તિ તો હંમેશાં ત્રાસ કરનાર અને નિરંતર વૈરની પરંપરાવાળો હોય છે. વળી (હિંસક સ્વયં) આ ભવમાં જ (પોતાને) વધ, બંધ, પરિકલેશ આદિને પામે છે અને પરભવમાં અશુભ (નરકાદિ) ગતિને પામે છે. તેમજ નિંદાપાત્ર બને છે. જેથી હિંસાથી વિરમવું એ જ ક્લ્યાણકારી છે. Jain Education International भाष्यम्- तथाऽनृतवाद्यश्रद्धेयो भवति, इहैव जिह्वाछेदादीन् प्रतिलभते, मिथ्याभ्याख्यानदुःखितेभ्यश्च बद्धर्वैरेभ्यस्तदधिकान् दुःखहेतून् प्रप्नोति प्रेत्य चाशुभां गतिं गर्हितश्च भवतीत्यनृतवचनाद् व्युपरमः શ્રેયાન્ । અર્થ- (જૂઠ સંબંધી) અસત્યવાચી-અશ્રદ્ધેય (એટલે અવિશ્વાસુ) હોય છે. તે આ ભવમાં જ જિહ્વા છેદન વગેરેને પામે છે. તેના જૂઠ વચનથી દુઃખિત થયેલા અને બંધાયેલ વૈરવાળા તે જીવો કરતાં પણ વધારે દુ:ખના હેતુઓને પ્રાપ્ત કરે છે. વળી પરભવમાં દુર્ગતિને પામે છે. તેમજ નિંદાયેલ થાય છે. તેથી જૂઠવચનથી અટકવું તે કલ્યાણકારી છે. भाष्यम् - तथा स्तेनः परद्रव्यहरणप्रसक्तमतिः सर्वस्योद्वेजनीयो भवतीति इहैव चाभिधातवधबन्धनहस्तपादकर्णनासोत्तरोष्ठच्छेदनभेदनसर्वस्वहरणवध्ययातनमारणादीन् प्रतिलभते, प्रेत्य चाशुभां गतिं गर्हितश्च भवतीति स्तेयाव्युपरमः श्रेयान् । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy