SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ તત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય - ૭ सूत्रम्- तत्स्थैर्यार्थ भावनाः पञ्चपञ्च ॥७-३॥ અર્થ-તે વ્રતોમાં સ્થિર રહેવા માટે દરેકની પાંચ પાંચ ભાવનાઓ છે. भाष्यम्- तस्य पञ्चविधस्य व्रतस्य स्थैर्यार्थमेकैकस्य पञ्च पञ्च भावना भवन्ति, तद्यथाઅર્થ- તે પાંચ પ્રકારના વ્રતોને ટકાવી રાખવા માટે પ્રત્યેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. તે આ રીતે, भाष्यम्- अहिंसायास्तावदीर्यासमितिर्मनोगुप्तिरेषणासमितिरादाननिक्षेपणासमितिरालोकितपानમોગમિતિ અર્થ- અહિંસા (વ્રત) ની-(તાવ૬ શબ્દ કમદર્શક છે.) (૧) ઈસમિતિ, (૨) મનોગુમિ, (૩) એષણા સમિતિ (૪) આદાન નિક્ષેપણાસમિતિ, (૫) આલોકિત પાન ભજન. તે (અહિંસાની પાંચ ભાવના છે.) भाष्यम्- सत्यवचनस्यानुवीचिभाषणं क्रोधप्रत्याख्यानं लोभप्रत्याख्यानमभीरुत्वं हास्यप्रत्याख्याનમિતિ અર્થ- સત્યવ્રતની-(૧) વિચારપૂર્વક બોલવું, (૨) ક્રોધનો ત્યાગ, (૩) લોભનો ત્યાગ, (૪) નિર્ભયપણું રાખવું અને (૫) હાસ્યનો ત્યાગ (એ પાંચ ભાવના.) भाष्यम्- अस्तेयस्यानुवीच्यवग्रहयाचनमभीक्ष्णावग्रहयाचनमेतावदित्यवग्रहावधारणं समानधार्मिकेभ्योऽवग्रहयाचनमनुज्ञापितपानभोजनमिति । અર્થ- અસ્તેયવ્રતની-(૧) સમજપૂર્વક અવગ્રહની યાચના, (૨) વારંવાર અવગ્રહની યાચના, (૩) જરૂર પૂરતાં જ અવગ્રહની યાચના, (૪) સાધર્મિક પાસેથી અવગ્રહની યાચના (અને) (૫) અનુજ્ઞા મેળવ્યા પછી પાન-ભોજનનો ઉપયોગ (એ અસ્તેયવ્રતની પાંચ ભાવના.) भाष्यम्- ब्रह्मचर्यस्य स्त्रीपशुपण्डकसंसक्तशयनासनवर्जनं रागसंयुक्तस्त्रीकथावर्जनं स्त्रीणां मनोहरेन्द्रियालोकनवर्जनं पूर्वरतानुस्मरणवर्जनं प्रणीतरसभोजनवर्जनमिति । અર્થ- બ્રહ્મચર્યવ્રતની-(૧) સ્ત્રી, પશુ, પંડક (નપુંસક) થી યુકત (સ્થાન)માં શયન, આસન ન કરવું (ન રાખવુ), (૨) રાગ સંયુકત સ્ત્રી કથા ન કરવી, (૩) સ્ત્રીના મનોહર અંગોપાંગ ન નિરખવાં, (૪) પૂર્વે કરેલ ક્રિડાનું સ્મરણ ન કરવું (અને ૫) વિગઈવાળા આહારનો ત્યાગ અર્થાત્ વિકાર ઉત્પન્ન કરે તેવા ભોજન ન કરવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy