________________
[શ્વેતામ્બરીય તત્ત્વાર્થમાં ભેદ વિવરણમાં ય બારભેદ જ દર્શાવ્યા છે.] જે દિગમ્બર આચાર્ય આ ગ્રન્થના રચયિતા હોત તો ‘રષ્ટિાચ..' સૂત્ર મૂક્ત જ નહિ. જેથી નક્કી થાય છે... આ ગ્રન્થના રચયિતા અવશ્ય શ્વેતામ્બરીય આચાર્ય શ્રી ઉમાસ્વાતિજી ભગ. જ છે. અને ૧૬ ભેટવાળા સૂત્રમાં તેમણે ચાર નામ નવા ઘુસેડ્યા છે. તે સિવાય, અધ્યાય નવમામાં પ્રતિ નિ” આ સૂત્રમાં જિનને અગિયાર પરિષહ હોય. જેમાં
, પિપાસા (ભૂખ-તરસ) પણ આવી જાય છે. બંને સંપ્રદાયના “શ્રી તત્વાર્થસૂત્ર' ગ્રન્થમાં સૂત્ર આ પ્રમાણે છે. અહીં ઘટસ્ફોટ એ રીતે છે કે.. દિગમ્બરની માન્યતાનુસાર તો કેવલી ભક્તિ, અને સ્ત્રી મુક્તિ બંને અસંભવ છે... જેથી તેમના મતે તો જિનને ભૂખ તરસ હોતા જ નથી. જે આ ગ્રન્થના રચયિતા દિગમ્બરીય હોત તો “નવ નિ' સૂત્ર મૂક્ત... પરંતુ “અતિ નિને' સૂત્ર શ્વેતામ્બરની માન્યતાનુસાર હોવાથી આ ગ્રન્થના રચયિતા છે. પૂ. આ. ભગ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજ જ છે.
*** જિજ્ઞાસુ જન માટે--- “આ ગ્રન્થના રચયિતા તામ્બર આચાર્ય પૂ. ઉમાસ્વાતિજી ભગવંત જ છે.” એમ પુરવાર કરતાં બીજા અનેક કારણો આજે પણ હયાત છે. વિશેષ જિજ્ઞાસુ વ્યકિતએ આ સંબંધી પૂ આગમોદ્ધારક શ્રી આનન્દસાગર સૂરીશ્વરજી ભગવંતનું ‘તરવાઈઝૂતન્મના -દિની” પુસ્તક વાંચવા મારી ખાસ ભલામણ છે. ટુંકમાં - આ ગ્રન્થ ખૂબ જ ઉત્તમ છે. તેમાં લેશત પણ મીનમેખ નથી. પૂ. વાચક પ્રવર શ્રી એ પ્રચલિત નવતત્ત્વોનો સાત તત્ત્વમાં સમાવેશ કરી સક્રમ સુંદર સમજાવટથી આ ગ્રન્થ સંપૂર્ણ કરેલ છે. સાથે બંને કારિકા પણ એટલી જ ઉત્તમ અને પરમ પ્રશંસનીય છે. આ ઉત્તમતા સામાન્ય બુદ્ધિવાળો એવો હું તો શી રીતે વર્ણવી શકું.. ? તે તો જે વ્યકિત જ્યારે આ ગ્રન્થ વાંચશે... ત્યારે તે પોતાના ક્ષયોપશમ અનુસાર (ઉત્તમતા) સમજમાં આવશે.. પરંતુ જરૂર... ઉત્તમતા સમજવામાં આવ્યા વિના નહિ રહે. તેવુ મારુ મન્તવ્ય છે. મને તો જે ઉત્તમતા સમજમાં આવી છે. તે અદ્દભૂત છે. તેથી જ તો અલ્પજ્ઞ હોવા છતાં આ ગ્રન્થનું સભાષ્ય ગુજરાતી ભાષાંતર કરવા તૈયાર થયો છું... અને કર્યું.. જો કે આ ભાષાંતરમાં સંસ્કૃતભાષા ઉપર પરિપૂર્ણ કાબુ ન હોવાના કારણે ક્લિષ્ટતા ઘણી પડી. છતાં પણ... પ. પૂ. પંન્યાસ પ્રવર ગુરુદેવશ્રીની પવિત્ર કૃપાથી તથા પ.પૂ. તત્ત્વજ્ઞથી પૂર્ણાનંદ સાગરજી મ.સા.ના શુભ સાંનિધ્યના પ્રતાપથી અને સામાન્ય દ્રવ્યાનુયોગ વગેરે અભ્યાસને કારણે ભાષાંતર ઠીક પ્રમાણમાં થવા પામ્યું છે. અને હા, આ ભાષાંતરની પૂર્ણતામાં પ. પૂ. જગતચંદ્ર સાગરજી મ.સા.ની આભાન્તરિક (માંડલી સંબંધી) સહાય પણ કામયાબ ખરી જ. વળી, આ ભાષાંતરને તપાસવામાં વિદ્વદ્વર્ય પં. શ્રી રતિભાઈ
11
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org