________________
અર્થ:- દશ અધ્યાયથી યુકત એવા તત્ત્વાર્થસૂત્રનો પાઠ કરવાથી એક ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય એવું શ્રેષ્ઠ મુનિવરોએ કહ્યું છે.
* * * આ ગ્રન્થની વિશિષ્ટતા વળી એક એ છે કે... તમામે તમામ જૈન અનુયાયી આ સૂત્રનો (ગ્રન્થનો) સ્વીકાર કરે છે...
અરે...! પેલા દિગમ્બરપંથી ! જેમણે પરમાત્મા વીરપ્રભુના ગણધર રચિત આગમ માન્ય નથી... સ્વીકારણીય નથી... છતાં... આ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર' નિઃશંક સ્વીકારણીય છે.
જો કે, તેમાં (આ ગ્રન્થમાં) તેમણે કેટલેક ઠેકાણે સૂત્રોની ઘાલમેલ કરી પણ છે, કયાંક-કયાંક અક્ષરોની ય ઘાલમેલ કરી છે, કયાંક કયાંક તો સૂત્ર જ ઉડાવી દીધું છે. તો... કયાંક સૂત્ર નવું ય ઉમેરી દીધું છે... અરે... ! અધુરામાં પૂરુ ગ્રન્થકાર શ્રીના નામાક્ષરમાં ય ફેરફાર કરી દીધો છે...
છતાં ય... ગ્રન્થનું નામ તો ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર' રાખ્યું છે અને કેટલાક સૂત્રોને છોડીને બાકીના સૂત્રો પણ યથાવત્ જ રાખ્યા છે. આ ગ્રન્થ સમ્બન્ધી તેમની (દિગ.ની) દલીલ એવી છે કે આ ગ્રન્થના રચયિતા દિગમ્બર સંપ્રદાયના ‘શ્રી ઉમાસ્વામિજી ભગવંત' છે... જ્યારે આપણી વાત એવી છે કે આ ગ્રન્થના રચયિતા શ્વેતામ્બર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ. વાચક પ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજા' છે. બંને સંપ્રદાય આચાર્યને પોતાના સંપ્રદાયના રચયિતા તરીકે ગણે છે.
અહીં પ્રશ્ન થાય છે કે બંનેમાં સત્ય શું ?
હકીકતમાં સત્યને શોધવાનું કામ તો વિદ્વાન પુરુષોનું ગણાય. બંને સંપ્રદાયના આ ગ્રન્થના સૂત્રો ઉપરના અવગાહનથી વિદ્વાન પુરુષને અવશ્ય સમજાઈ આવે તેમ છે કે વાસ્તવમાં આ ગ્રન્થના રચયિતા શ્વે. સંપ્રદાયના પૂ. આ. ઉમાસ્વાતિજી વાચક પ્રવર જ છે.
કેમ કે, બંને સંપ્રદાયના આ ગ્રન્થના ચોથા અધ્યાયમાં ‘શાષ્ટપ= દ્વાશવિધા: ોવવજ્ઞપર્યન્તા:' આ સૂત્ર છે. એનો અર્થ એ થાય છે કે ભવનપતિના દશ, વ્યન્તરના આઠ, જ્યોતિષ્કના પાંચ અને વૈમાનિકના બાર ભેદ આમ કલ્પોપપન્ન સુધીના દેવોના ભેદો છે.
આ સૂત્ર બંનેયના ગ્રન્થમાં સરખું હોવા છતાં... આગળ ભેદ વિવરણના પ્રસંગમાં ઘટસ્ફોટ થાય છે... વિવરણના પ્રસંગે તેમનું સૂત્ર જુદુ પડે છે...
તેઓના આ સૂત્રમાં વૈમાનિકના બાર ભેદ દર્શાવ્યા હોવા છતાં ભેદ વિવરણમાં સોળ નામો (સોળભેદ) દર્શાવ્યા છે.
જૂઓ... આ રહ્યું તે સૂત્ર... ‘સૌધર્મેશાનસાનમારમાહેન્દ્ર બ્રહ્મોત્તરતાન્તવાષિજીશુભજ્ઞાhशतारसहस्रारेष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसु ग्रैवेयकेषु विजय वैजयन्तजयन्तापराजितेषु सर्वार्थ सिद्धौ ચ' તત્ત્વાર્થાનવાતિ - અ. ૪. સૂ. ૧૯.
અહીં તેઓના મતે તો સોળભેદ (કલ્પોપપન્ન વૈમાનિકના) દર્શાવ્યા છે... તો ‘શાષ્ટ્રપÀાવવિશ્પા:' એ સૂત્ર કેમ મૂકયુ ? તે સૂત્ર તો શ્વેતામ્બરની માન્યતાવાળું છે...
10
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org