________________
અનુવાદક તરસ્થી...
એક સમજદાર હોંશિયાર.. ચાલાક.... વ્યકિત ! પણ, તે જૈન શાસનથી... જૈન તત્ત્વથી પ્રાય: કરીને તદન અપરિચિત...! જો કે, તે જૈન શાસન પ્રત્યે આસ્થા-શ્રદ્ધા-જિજ્ઞાસા ઠીક ઠીક પ્રમાણમાં ધરાવતો હતો... એક વખત... તે વ્યક્તિએ વિદ્વાન પુરુષ પાસે પોતાની જિજ્ઞાસા વ્યકત કરતા કહ્યું.. “પુણ્યવાન સુજ્ઞ! જૈન શાસનના તત્વોનું રહસ્ય સમજવું છે. તો તેના માટે શું કરવું?' વિદ્વાન પુરુષે જણાવ્યું ‘ભાગ્યવાનું જિજ્ઞાસુ ! જૂઓ, આ રહ્યા પુસ્તકો ! તમને આમાંથી જે પસંદ પડે તે વાંચી તૃત બનો' એમ કહી બે ત્રણ પુસ્તકો હાથ ધર્યા. જેમાં, એક તો હતું ‘શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર-સવિવેચન', બીજુ હતું ‘શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર-સવિવેચન' અને ત્રીજું પણ કો'ક હતું. આ જિજ્ઞાસુ હોંશિયાર વ્યક્તિએ તે પુસ્તકો ઉપર પોતાની ઉપરછલ્લી નજર ફેંકી અને પોતાની ચકોરાઈ પૂર્વક “શ્રી તસ્વાથધિગમસૂત્ર-સવિવેચન' પુસ્તક ગ્રહણ કર્યું. અને.... તેનો અભ્યાસ-વાંચન-ચિન્તન આ વ્યું... ખરેખર....! તે વ્યક્તિ આનન્દ...મહાઆનન્દ પામ્યો.... ... આવી જબરજસ્ત ખૂબી છે “શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર' ની. પૂર્વધર પૂ. શ્રી ઉમાસ્વાતિ વાચક પ્રવર શ્રી એ જૈન શાસનના મહાન તત્વોનો વિસ્તાર એવી સુન્દર પદ્ધતિથી આ નાના-સા ગ્રન્થમાં ગ્રન્વિત કર્યો છે... કે જેના કારણે પૂ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યશ્રી એ વાચક પ્રવર શ્રી ને સંગ્રહકાર તરીકે નવાજ્યા છે.
*** આ ગ્રન્થની વિશિષ્ટતા દર્શાવતા પ.પૂ. આગમવિશારદ ગુરુદેવ શ્રી અભયસાગરજી મ.સા. અમને કહેતાં હતાં કે જે, વિધિપૂર્વક (=ઈરિયાવહિયા, પલાઠીવાળી વગેરે) એકવાર ૨૦ શ્લોક પ્રમાણ આ સૂત્રના દશેય અધ્યાયનો સ્વાધ્યાય કરીએ તો એક ઉપવાસનું ફળ મળે, અર્થાત્ બે હજાર સ્વાધ્યાયનું ફળ પ્રાપ્ત થાય.”
*** જો કે મહાપુરુષનું વચન તો છે જ કે..
‘તરાધ્યા છિન્ને, તરવાર્થે તા. फलं स्यादुपवासस्य, भाषितं मुनिपुङ्गवैः ॥१॥'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org