SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સૂવ-૭ સભાખ્ય-ભાષાંતર ૧૬૯ काष्ठकुड्यभूता ग्रहणधारणविज्ञानेहापोहवियुक्ता महामोहाभिभूता दुष्टावग्राहिताश्च, तेषु माध्यस्थ्यं भावयेत्, न हि तत्र वक्तुर्हितोपदेशसाफल्यं भवति ॥६॥ किंचान्यत्અર્થ- માધ્યસ્થ ભાવના-અવિનયી ઉપર ભાવવી. માધ્યચ્ય, દાસિન્ય, ઉપેક્ષા તે એકાર્યવાચી છે. અવિનયી એટલે માટીના પિંડની માફક કે લાકડાની માફક કે ભીંત જેવા (તે) ઉપદેશાદિ ગ્રહણ કરવામાં અને ગ્રહણ કરેલ ઉપદેશ આદિને ટકાવવામાં, તેમજ (તત્ત્વોને) જાણવામાં, તેની વિચારણામાં અને અપોહમાં વિપરીત મતિવાળા તથા ગાઢમોહથી (તીવ્ર મિથ્યાદર્શનથી) ઘેરાયેલા અને દુષ્ટોથી ભરમાવાયેલા તેઓ ઉપર માધ્યસ્થ ભાવના ભાવવી. ત્યાં વકતાને હિતોપદેશ કરવામાં સફળતા નથી. Itiા વળી બીજું.. सूत्रम्- जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ॥७-७॥ અર્થ- સંવેગ તથા વૈરાગ્યના માટે લોકસ્વભાવ (જગત સ્વભાવ) અને શરીર સ્વભાવનો વિચાર કરવો. (ની ભાવના ભાવવી.) भाष्यम्- जगत्कायस्वभावौ च भावयेत् संवेगवैराग्यार्थम्, तत्र जगत्स्वभावो द्रव्याणामनाद्यादिमत्परिणामयुक्ताः प्रादुर्भावतिरोभावस्थित्यन्यताऽनुग्रहविनाशाः, कायस्वभावोऽनित्यता दुखहेतुत्वं निःसारताऽशुचित्वमिति । एवं ह्यस्य भावयतः संवेगो वैराग्यं च भवति । અર્થ- સંગ તથા વૈરાગ્યને માટે જગતુ સ્વભાવ અને શરીરનો સ્વભાવ (સ્વરૂપ) વિચારવો. તેમાં જગસ્વરૂપ (લોક સ્વભાવ)-(જીવ પુદ્ગલ વગેરે) દ્રવ્યોનું અનાદિમાન- આદિમાનું પરિણામયુફત, ઉત્પન્ન થવું, નાશ થવું, સ્થિર રહેવું તથા એક બીજાથી જુદાપણું, એક બીજાને સહાયતા તેમજ વિનાશ. (આવો સ્વભાવ છે.) એમ વિચારવું (એમ ભાવવું.) કાયસ્વભાવ–શરીરનું અનિત્યપણુ, દુઃખના હેતુપણ સારરહિતપણુ અને અપવિત્રતા અર્થાત ગંદકીથી ભરેલું છે. એમ ભાવવું. એ પ્રમાણે આની ભાવના કરતાં સંવેગ અને વૈરાગ્ય થાય છે. भाष्यम्- तत्र संवगो नाम संसारभीरुत्वमारम्भपरिग्रहेषु दोषदर्शानादरति: धर्मे बहुमानो धार्मिकेषु च, धर्मश्रवणे धार्मिकदर्शने च मनःप्रसादः उत्तरोत्तरगुणप्रतिपत्तौ च श्रद्धेति ॥ वैराग्यं नाम शरीरभोगसंसारनिर्वेदोपशान्तस्य बाह्याभ्यन्तरेषूपधिष्वनभिष्वङ्ग इति ॥७॥ અર્થ- સંવેગ એટલે સંસારથી ભય પામવું, (સંવેગી આત્માને) આરમ્ભ-પરિગ્રહમાં દોષોને દર્શનથી સંસાર તરફ અપ્રીતિ ઉત્પન્ન થાય છે. વળી ધર્મમાં અને ધાર્મિક પુરૂષો ઉપર બહુમાન ઉત્પન્ન થાય છે. તેમજ ધર્મશ્રવણમાં અને ધર્મજનોના દર્શન હોતે છતે મનની પ્રસન્નતા (વધે છે.) તથા ઉત્તરોત્તર ગુણ પ્રાપ્તિમાં અભિલાષ વધતો જાય છે. તે વૈરાગ્ય એટલે શરીરના ભોગથી (વિષયસુખથી) અને સંસારથી ઉગપણ (ઉદાસીન પણ.) તે ઉદ્ધગપણાથી પ્રશમભાવ પામેલ આત્માને બાહ્ય-અભ્યન્તર ઉપાધિ(પરિગ્રહ) માં અનાસકતપણુ આવે છે. તે વૈરાગ્ય છે. શા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy