SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ તત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય - ૬ भाष्यम्- परमप्रकृष्टा दर्शनविशुद्धिः, विनयसंपन्नताच, शीलव्रतेष्वात्यन्तिको भृशमप्रमादोऽनतिचारः, अभीक्ष्णं ज्ञानोपयोगः संवेगश्च, यथाशक्तिस्त्यागस्तपश्च, सङ्घस्य साधूनां च समाधिवैयावृत्त्यकरणम्, अर्हत्स्वाचार्येषु बहुश्रुतेषु प्रवचने च परमभावविशुद्धियुक्ता भक्तिः, सामायिकादीनामावश्यकानां भावतोऽनुष्ठानस्यापरिहाणिः, सम्यग्दर्शनादेर्मोक्षमार्गस्य निहत्य मानं करणोपदेशाभ्यां प्रभावना, अर्हच्छासनानुष्ठायिनां श्रुतधराणां बालवृद्धतपस्विशैक्षकग्लानादीनां च सब्रहोपग्रहानुग्रहकारित्वं प्रवचनवत्सलत्वमिति, एते गुणाः समस्ता व्यस्ता वा तीर्थकरनाम्न आम्रवा भवन्तीति રરા અર્થ- પરમપ્રકૃષ્ટ દર્શનની વિશુદ્ધિ (નિર્મલતા) અને વિનય સમ્પન્નતા, શીલ અને વ્રતોમાં (વ્રતગ્રહણથી જીવન પર્યંત) પ્રમાદરહિત અનતિચારી જીવન, વારંવાર જ્ઞાનોપયોગ અને વૈરાગ્યમાં પ્રવૃત્ત, યથાશક્તિ ત્યાગ' તપસ્યા, ચતુર્વિધ સંઘને સમાધિસ્થિરીકરણ = સ્વસ્થતા વધારવી અને સાધુની વૈયાવચ્ચ કરવી, અરિહંતપ્રભુ, આચાર્ય ભગવંત, બહુશ્રુત (આગમધર-ઉપાધ્યાય) અને જિનવાણીરૂપ આગમ ઉપર ઉચ્ચત્તમ ભાવની વિશુદ્ધિ પૂર્વક ભકિત, સામાયિકાદિ ષડાવશ્યકની ભાવપૂર્વક આરાધના કરવી (પડાવશ્યક છોડવા નહિ), અભિમાન છોડીને આચરણ અને ઉપદેશ દેવાપૂર્વક સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની પ્રભાવના કરવી, જિનશાસનની આરાધના કરનારા શ્રુતધર, બાલ, વૃદ્ધ, તપસ્વી, શૈક્ષક (અભ્યાસ કરનાર મુનિ) અને ગ્લાન આદિના (માટે) સંગ્રહકારીપણું ઉપગ્રહકારીપણું અને અનુગ્રહકારીપણું કરવા પૂર્વક પ્રવચનનું વાત્સલ્યત્વ ઈત્યાદિ ગુણો બધા અથવા એક-એક પણ તીર્થંકર નામકર્મના આશ્રવરૂપ છે. રક્ષા सूत्रम्- परात्मनिंदाप्रशंसेसदसद्गुणाच्छादनोद्भावने च नीचैर्गोत्रस्य ॥६-२४॥ અર્થ- બીજાની નિંદા કરવી અને પોતાની પ્રસંશા કરવી, બીજાના સગુણો ઢાંકવા અને દુર્ગુણો પ્રકટ કરવા તે નીચગોત્રના આશ્રવ છે. भाष्यम्- परनिन्दात्मप्रशंसा सद्गुणाच्छादनमसद्गुणोद्भावनं आत्मपरोभयस्थं नीचैर्गोत्रस्यास्रवा भवन्ति અર્થ- બીજાની નિંદા, પોતાની પ્રસંશા, બીજાના ગુણોને ઢાંકવા (અને) અસગુણો (દુર્ગુણો) પ્રગટ કરવા, પોતાના સગુણોને પ્રગટ કરવા (અને) અસગુણોને ઢાંકવા આ રીતે ઉભયપ્રવૃત્તિ તે નીચગોત્રકર્મના આથવો છે. રઝા सूत्रम्- तद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेको चोत्तरस्य ॥६-२५॥ અર્થ- તેનાંથી નીચગોત્રના આવરૂપ પ્રવૃત્તિથી) વિપરીત (સ્વનિંદા-પરપ્રસંશા વગેરે) અને નમ્રતા, નિરભિમાનપણું એ ઉચ્ચગોત્ર કર્મના આસવો છે. ૧. ત્યાગ = દાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy