________________
સૂત્ર-૨૩
સભાખ્ય-ભાષાંતર
૧૫૯
-બાલતપ- બાલ, મૂઢ તે એકાર્યવાચી શબ્દો છે. તેને તપ એટલે બાલન તપ તે બાલતા. અગ્નિપ્રવેશપર્વત ઉપરથી જપાપાત, ડૂબી મરવું ઈત્યાદિ બાલતપ છે. એ પ્રમાણે સરાગસંયમ, સંયમસંયમ આદિ દેવ આયુષ્યના આશ્રવ છે. ગરબા
भाष्यम्- अथ नाम्नः क आस्रव इति?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) હવે નામકર્મનો આશ્રવ કયો છે? (ઉત્તરકાર) કહેવાય છે અહીં
सूत्रम्- योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः ॥६-२१॥ અર્થ- મન વચન કાયા રૂપ યોગનો અયોગ્ય વ્યાપાર (દુરૂપયોગ) અને વિસંવાદ તે અશુભ નામકર્મનો આશ્રવ છે.
भाष्यम्- कायवानोयोगवक्रता विसंवादनं चाशुभस्य नाम्न आम्रवो भवतीति ॥२१॥ અર્થ- કાયા, વચન અને મનયોગની વકતા (અયોગ્ય ઉપયોગ) અને બીજાના વિષયમાં ઉધુ-ચતું બોલવું આદિ વિસંવાદન તે અશુભનામકર્મનો આશ્રવ છે. ૨૧
सूत्रम्- विपरीतं शुभस्य ॥६-२२॥ અર્થ- મન-વચન-કાયારૂપ યોગની અકુટિલતા (અવકતા, સદુપયોગ) તે શુભનામકર્મનો આશ્રવ છે.
भाष्यम्- एतदुभयं विपरीतं शुभस्य नाम्न आम्रवो भवतीति ॥२२॥ किंचान्यत्અર્થ- એ બંને આથવોથી વિપરીત (જે) બંને આશ્રવો (એટલે યોગની ઋજુતા અને સંવાદન- બંને વચ્ચે ભેદ મિટાવી સીધા રસ્તે લાવવો તે સંવાદન) તે શુભનામ કર્મના આવ્યો છે. 1રરા
सूत्रम्- दर्शनविशुद्धिर्विनयसम्पन्नता शीलव्रतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवैगौ शक्तितस्त्यागतपसीसंघसाधुसमाधिवैयावृत्यकरणमर्हदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकापरिहाणि मार्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ॥६-२३॥ અર્થ- સમ્યગ્દર્શનમાં વિશેષ શુદ્ધિપણું, વિનયગુણની સમ્પન્નતા, સદાચાર તેમજ વ્રતોમાં નિરતિચારપણું, વારંવાર જ્ઞાનનો ઉપયોગ અને વૈરાગ્યમાં રત, યથાશક્તિ ત્યાગ-તપસ્યા, સંઘને શાતા આપવી તેમજ સાધુની વૈયાવચ્ચ કરવી, અરિહંત પરમાત્માની-આચાર્યભગવંતની-બહુશ્રુત (આગમવેત્તા) ભગવંતની-પ્રવચન (શ્રુતજ્ઞાન-આગમ-જિનવાણી) ની ભક્તિ કરવી, પડાવશ્યક સાચવવામાં ખામી ન આણવી, મોક્ષમાર્ગની પ્રભાવના વધારવી, જિનશાસન પ્રતિ વાત્સલ્યભાવ એ શ્રી તીર્થકરનામ કર્મના આશ્રવો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org