________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
भाष्यम् - अत्राह-उक्तं भवता हिंसादिभ्यो विरतिर्व्रतमिति, तत्र का हिंसा नामेति ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) આપશ્રીએ કહ્યું કે હિંસાદિથી અટકવું તે વ્રત કહેવાય તો હિંસા એટલે શુ ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં
૧૭૦
सूत्रम् - प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा ॥७-८॥
અર્થ- પ્રમાદના` યોગથી પ્રાણોનો નાશ (તે) હિંસા.
भाष्यम् - प्रमत्तो यः कायवाङ्मनोयोगैः प्राणव्यपरोपणं करोति सा हिंसा, हिंसा मारणं प्राणातिपातः प्राणवधः देहान्तरसंक्रामणं प्राणव्यपरोपणमित्यनर्थान्तरम् ॥८॥
અર્થ- પ્રમાદી જે કાયા, વાણી અને મનના યોગથી પ્રાણોનો નાશ કરે છે તે હિંસા છે. હિંસા, મારવું, પ્રાણોનો વિયોગ કરવો, પ્રાણોનો નાશ, ભિન્ન શરીરમાં જવું અને પ્રાણોને કાઢી નાંખવા-આ બધા એકાર્વ્યવાચી શબ્દો છે. IIII
માધ્યમ્- અત્રાજ્ઞ-અથામૃત િિમતિ ? અત્રોતે
અર્થ (જિજ્ઞાસુ) કહે છે કે હવે-અમૃત શું છે ? તે કહો. (ઉત્તરકાર) કહેવાય છે અહીં
અધ્યાય – ૭
સૂત્રમ્- અસમિધાનમનૃતમ્ ।।૭-શા
અર્થ- જૂઠું બોલવું તે અમૃત કહેવાય.
Jain Education International
भाष्यम्- असदिति सद्भावप्रतिषेधोऽर्थान्तरं गर्हा च । तत्र सद्भावप्रतिषेधो नाम सद्भूतनिह्नवोऽभूतोद्भावनं च, तद्यथा-नास्त्यात्मा नास्ति परलोक इत्यादि भूतनिह्नवः, श्यामाकतण्डुलमात्रोऽयमात्मा अङ्गुष्ठपर्वमात्रोऽयमात्मा आदित्यवर्णो निष्क्रिय इत्येवमाद्यभूतोद्भावनम् । अर्थान्तरं यो गां ब्रवी त्यश्वमश्वं च गौरिति । गर्हेति हिंसापारुष्यपैशून्यादियुक्तं वचः सत्यमपि गर्हितमनृतमेव भवतीति ॥९॥ અર્થ- અસ ્ અટલે સદ્ભાવનો નિષેધ, ભિન્ન રૂપે કહેવું અને નિંદા, તેમાં સદ્ભાવનો નિષેધ એટલે (૧) વિદ્યમાનભાવનું છુપાવવું અને (૨) અવિદ્યમાનભાવનું કહેવું. તે આ રીતે, જેમ આત્મા નથી, પરલોક નથી (તે વિદ્યમાન ભાવનું છુપાવવું અર્થાત્) ઈત્યાદિ ભૂત નિહ્નવ. ‘શ્યામાક ચોખાના માપનો આ આત્મા છે, અંગુઠાના ઉપરની રેખા પ્રમાણે આ આત્મા છે. સૂર્ય જેવો રૂપવાળો (તેજસ્વી) અને ક્રિયાના સ્વભાવવિનાનો (આત્મા છે.)' એ પ્રમાણેની માન્યતા અભૂત ઉદ્ભાવનમાં ગણાય છે. (એ બધુ જૂઠ છે.) અર્થાન્તર-જે ગાયને ઘોડો કહે અને ઘોડાને ગાય કહે. (તે અસઅભિધાન.) ગઈ એટલે હિંસાયુકત, નિષુરતાયુકત, પૈશૂન્ય (ચાડી ચૂગલી-મર્મ ગુપ્તવચન) યુકત વચન સત્ય હોવા
૧. પ્રમાદ એટલે-કષાય, વિકથા, ઈન્દ્રયો, નિદ્રા આ સર્વ પ્રમાદના સાધનો છે. એ સર્વથી ઉત્પન્ન થતો આત્માનો પરિણામ તે પ્રમાદ. પ્રમત્તયોગ એ ભાવહિંસા છે અને પ્રાળપરીપળમ્ એ દ્રવ્ય હિંસા છે.
ર. શ્યામક તંદુલ એટલે બંટી કે ચણો એ ધાન્યમાંથી નિકળેલા તોદળા જેટલો ટૂકડો.
For Personal & Private Use Only
www.jainelibrary.org